Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Heatwave Forecast: અમદાવાદ અને રાજકોટમાં રેકોર્ડબ્રેક તાપમાન, આગામી 48 કલાક આનાથી પણ વધુ ભયાનક હશે?

Gujarat Heatwave Forecast:  સમગ્ર ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમી (Scorching Heat) એ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો રહેશે.
gujarat heatwave forecast  અમદાવાદ અને રાજકોટમાં રેકોર્ડબ્રેક તાપમાન  આગામી 48 કલાક આનાથી પણ વધુ ભયાનક હશે
Advertisement
  • Gujarat માં ગરમીનો પ્રકોપ યથાવત
  • અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા
  • ગઈકાલે 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર
  • અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી સાથે આકરી ગરમી
  • આગામી 48 કલાક ગરમીનો પ્રકોપ રહેશે યથાવત
  • રાજ્યમાં 40 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી

Gujarat Heatwave Forecast:  સમગ્ર ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમી (Scorching Heat) એ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો રહેશે. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) માં ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને વટાવી શકે છે, જેના કારણે પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

weather-update-up-heatwave-delhi-mp-rain-forecast

Advertisement

Gujarat ગરમીનો પ્રકોપ

ગઈકાલના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર રાજકોટ (Rajkot) 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર (Hottest City) નોંધાયું હતું. તે જ સમયે અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સતત વધતા તાપમાનના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

Gujarat Weather Forecast- Gujarat first1

હીટવેવની ચેતવણી

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હીટવેવ (Heatwave) ની આ સ્થિતિ આગામી 48 કલાક સુધી યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની ધારણા છે. આ આકરી ગરમીમાં લૂ (Heatstroke) થી બચવા માટે બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અને વધુમાં વધુ પાણી અને પ્રવાહી પીવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો:  Ahmedabad Election Data: 30,000 થી વધુ લોકોએ NOTA દબાવ્યું, કયા વોર્ડમાં સૌથી વધુ લોકોએ ઉમેદવારોને નકાર્યા?

Tags :
Advertisement

.

×