Gujarat heatwave alert : આજે અમદાવાદ સહિતના શહેરોમાં યલો એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
- ગુજરાત(Gujarat) ના અનેક જિલ્લાઓમાં હિટવેવ (heatwave) ની આગાહી
- અમદાવાદ (Ahmedabad) સહિતના શહેરોમાં વધશે ગરમીનું જોર
- આજે અમદાવાદ (Ahmedabad) માં અપાયું ગરમીનું યલો એલર્ટ
- ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા
- કચ્છ (Kutch), બનાસકાંઠા (Banaskantha), પાટણ (Patan), મહેસાણા (Mehsana) માં હિટવેવની સ્થિતિ
Gujarat heatwave alert: ગુજરાત (Gujarat) ના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હિટવેવ (Heatwave) અંગેની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) સહિતના મોટા શહેરોમાં હવે ગરમીનું જોર વધવાની શક્યતા છે.
ગુજરાત (Gujarat) ના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે. શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી (Degrees) સેલ્સિયસને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળશે.
Gujarat heatwave alert: રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી
અમદાવાદ સહિતના શહેરોમાં વધશે ગરમીનું જોર
આજે અમદાવાદમાં અપાયું ગરમીનું યલો એલર્ટ
ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હિટવેવની સ્થિતિ#Heatwave #GujaratWeather #AhmedabadHeat… pic.twitter.com/5lNPK0Mlvh— Gujarat First (@GujaratFirst) March 11, 2026
આ પાંચ જિલ્લાઓમાં હિટવેવની ચેતવણી
રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ (Kutch), બનાસકાંઠા (Banaskantha), પાટણ (Patan), મહેસાણા (Mehsana) અને સુરેન્દ્રનગર (Surendranagar) માં હિટવેવની સ્થિતિ યથાવત રહેશે. આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને બપોરના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવા જેવી સાવચેતી (Precautions) રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat News: આજે 11 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


