Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Heatwave News: ગરમીએ Ahmedabad માં 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાણો તમારા શહેરની સ્થિતિ

Gujarat Heatwave News: સમગ્ર ગુજરાતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગનચુંબી સપાટીએ પહોંચ્યો છે. ગઈકાલે અમદાવાદ (Ahmedabad) માં નોંધાયેલી ગરમીએ છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખતા જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે.
gujarat heatwave news  ગરમીએ ahmedabad માં 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો  જાણો તમારા શહેરની સ્થિતિ
Advertisement
  • Gujarat ના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી
  • સુરત,પાટણ સહિત 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી
  • 9 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો
  • ગઈકાલની ગરમીએ અમદાવાદમાં 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો
  • Ahmedabad માં 15 વર્ષમાં બીજી વખત 44.8 ડિગ્રી તાપમાન

Gujarat Heatwave News: સમગ્ર ગુજરાતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગનચુંબી સપાટીએ પહોંચ્યો છે. ગઈકાલે અમદાવાદ (Ahmedabad) માં નોંધાયેલી ગરમીએ છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખતા જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે.

Gujarat બન્યું ભઠ્ઠી! Ahmedabad માં રેકોર્ડબ્રેક ગરમી

રાજ્યના પાટનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદમાં 15 વર્ષમાં બીજી વખત મહત્તમ તાપમાન 44.8°C નોંધાયું છે, જે એક રેકોર્ડ છે. આ અગાઉ શહેરમાં આટલી ભીષણ ગરમી વર્ષો પહેલા અનુભવાઈ હતી.

Advertisement

Advertisement

કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર

ગઈકાલના આંકડા મુજબ, કચ્છનું કંડલા 45°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત, રાજ્યના અન્ય 9 શહેરોમાં પણ ગરમીનો પારો 43°C ને પાર પહોંચી ગયો છે. મુખ્ય શહેરોની સ્થિતિ નીચે મુજબ છે.

અમરેલી: 44.5°C

રાજકોટ:44.4°C

સુરેન્દ્રનગર: 44.3°C

આગામી 3 દિવસ માટે 'હીટવેવ' (Heatwave) ની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ સહિતના 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમના ગરમ પવનોને કારણે તાપમાન 41°C થી 45°C ની વચ્ચે રહેવાની શક્યતા છે.

ગરમીમાંથી ક્યારે મળશે રાહત ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી આકરી ગરમી સહન કર્યા બાદ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે. ત્રણ દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી નો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી નાગરિકોને થોડી રાહત મળશે.

આ પણ વાંચો: Jamnagar Accident News: કાળમુખી કારે 5 વર્ષની માસૂમનો જીવ લીધો, હચમચાવી દે તેવા CCTV આવ્યા સામે

Tags :
Advertisement

.

×