Gujarat Rain Alert: ચોમાસાની સક્રિયતા વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ થઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, શિયર ઝોન, ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વિવિધ વરસાદી સિસ્ટમો સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે.
આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ
રેડ એલર્ટ: સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
યેલો એલર્ટ:વરાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામી શકે છે.
માછીમારો માટે સૂચના
દરિયામાં પ્રવર્તમાન અશાંત સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. દરિયાકિનારે હાલ LCS (Local Cautionary Signal) સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે ખતરાના સંકેત આપે છે.
વર્તમાન ચોમાસાના આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 115 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતા 27 ટકા ઓછો છે. જોકે, આગામી દિવસોમાં આ ઘટ પૂરી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad News: ધર્મની બહેને રમાડવાના બહાને લઈ જઈને નવજાત બાળકીને વેચી મારી, માતાને કહ્યુ- "મેં બાળકીને સારા ઘરમાં વેચી દીધી છે"