ગુજરાતના ન્યાયતંત્રમાં AI યુગની શરૂઆત: હાઈકોર્ટમાં હવે ફ્રી 'E-Certified Copy' મળશે
AI in Judiciary: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા ન્યાયતંત્રમાં AI યુગના શ્રીગણેશ કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત હવે ફ્રી ઈ-સર્ટિફાઈડ નકલો ઉપલબ્ધ થશે. 4-5 એપ્રિલે હાઈકોર્ટ ઓડિટોરિયમમાં યોજાનારી વાર્ષિક કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ (Justice Vikram Nath) મુખ્ય અતિથિ રહેશે. આ કાર્યક્રમમાં 575 ન્યાયિક અધિકારીઓ અને 103 નવનિયુક્ત સિવિલ જજ હાજરી આપશે.
Advertisement
- ગુજરાત હાઇકોર્ટમાં હવે ફ્રી E-Certified Copy મળશે
- ગુજરાતના ન્યાયતંત્રમાં AI યુગની શરૂઆત
- 4 અને 5 એપ્રિલના રોજ વાર્ષિક કોન્ફરન્સનું આયોજન
- સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ વિક્રમનાથ તરીકે ઉપસ્થિત રહેશે
- અંદાજિત 575 જેટલા ન્યાયિક અધિકારી હાજર રહેશે
- 103 જેટલા નવનિયુક્ત સિવિલ જજ પણ હાજરી આપશે
Free E-Certified Copy: ગુજરાતના ન્યાયતંત્ર (Judiciary of Gujarat) માટે આગામી દિવસો ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યા છે. રાજ્યની વડી અદાલત એટલે કે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) ના માધ્યમથી ન્યાયિક કામગીરીને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવા જઈ રહી છે. આ ક્રાંતિકારી ફેરફારના ભાગરૂપે હવે પક્ષકારો અને વકીલોને ફ્રી ઈ-સર્ટિફાઈડ (Free E-Certified) નકલો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સમય અને નાણાં બંનેની બચત કરશે.

