Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat High Court : વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો, આરોપીને પાસપોર્ટ આપવાનો HC નો આદેશ

માત્ર FIR નોંધાયેલી હોય તો મુસાફરી કરવા પર પ્રતિબંધ ન લગાવી શકાય તેમ હાઇકોર્ટે જણાવ્યું છે.
gujarat high court   વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો  આરોપીને પાસપોર્ટ આપવાનો hc નો આદેશ
Advertisement
  1. Gujarat High Court નો પાસપોર્ટને લઈને વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો
  2. આરોપીને પાસપોર્ટ આપવાનો હાઈકોર્ટનો આદેશ
  3. FIR હોવા છતાં પાસપોર્ટ મળી શકે : ગુજરાત હાઇકોર્ટ
  4. ફક્ત FIR નોંધાયેલી હોય તો ટ્રાવેલ પર પ્રતિબંધ ન લગાવી શકાય : હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) પાસપોર્ટને લઈ વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આરોપીને પાસપોર્ટ આપવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. FIR હોવા છતાં આરોપીને પાસપોર્ટ મળી શકશે. માત્ર FIR નોંધાયેલી હોય તો મુસાફરી કરવા પર પ્રતિબંધ ન લગાવી શકાય તેમ હાઇકોર્ટે જણાવ્યું છે. સાબરકાંઠા (Sabarkantha) કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચો - Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળ્યા નવા 7 ન્યાયાધીશ, જાણો નામ

Advertisement

ફક્ત FIR નોંધાયેલી હોય તો મુસાફરી પર પ્રતિબંધ લગાવી શકાય નહીં : હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) પાસપોર્ટ અંગે વધુ એક મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે. આરોપીને પાસપોર્ટ આપવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, માત્ર FIR નોંધાયેલી હોવાથી મુસાફરી પણ પ્રતિબંધ લગાવી શકાય નહીં. એટલે FIR હોવા છતાં આરોપીને પાસપોર્ટ મળી શકશે. માહિતી અનુસાર, સાબરકાંઠા મહિલા પોલીસ મથકે (Sabarkantha Mahila Police Station) આરોપી હિતેશ પટેલ સામે FIR નોંધાઈ હતી. 498 A અને ડાઉરી પ્રોહિબિશન એક્ટ (Dowry Prohibition Act) હેઠળ આ ફરિયાદ નોંધાઈ હતી. પાસપોર્ટ મેળવવા અંગે આરોપીએ હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી, જેની સુનાવણીમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : પ્રહલાદનગરમાં એકસાથે 7 ટુ-વ્હીલર બળીને ખાખ, વટવામાં કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ

કેસ પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં 10 વર્ષ માટે રિન્યુઅલ થઈ શકશે

જણાવી દઈએ કે, ગઈકાલે પણ પાસપોર્ટને લઈ ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, બંધારણનાં અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા કોર્ટે અવલોકન કર્યું કે વિશ્વમાં મુસાફરી કરવી તે મૂળભૂત બંધારણીય અધિકાર છે. આથી, વ્યક્તિ સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં હવે 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ (Passport Renewal) થઈ શકશે. આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની રહેશે તેવું કોર્ટનું અવલોકન હતું. હાઈકોર્ટે કહ્યું કે, વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે પરંતુ, પાસપોર્ટ ઓથોરિટી (Passport Authority) પાસે એવી કોઈ સત્તા નથી. આરોપી સામે કેવા પ્રકારનો ગુનાહિત કેસ પેન્ડિંગ છે તેને જોઈને પાસપોર્ટ કેટલા વર્ષ માટે રિન્યુ કરવો તે નક્કી પાસપોર્ટ ઓફિસ ના કરી શકે.

આ પણ વાંચો - Land Dispute : ફિલ્મી સ્ટાઇલમાં બિલ્ડર પર થયેલા હુમલામાં પોલીસની સંડોવણી, મહિલા PSI સહિત 4ની બદલી

Tags :
Advertisement

.

×