Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળ્યા નવા 7 ન્યાયાધીશ, જાણો નામ

આ સાત જજનાં નામ પર અગાઉ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી.
gujarat high court   ગુજરાત હાઇકોર્ટને મળ્યા નવા 7 ન્યાયાધીશ  જાણો નામ
Advertisement
  1. Gujarat High Court ને નવા 7 ન્યાયાધીશ મળ્યા
  2. અગાઉ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા આ 7 નામની ભલામણ કરાઈ હતી
  3. રામચંદ્ર વાછાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલ, મુલચંદ ત્યાગી નવા જજ બન્યા
  4. દિપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઈ અને લીયાકત હુસૈન પીરઝાદા નવા ન્યાયાધીશ બન્યા

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) અંગે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટને સાત નવા ન્યાયાધીશ મળ્યા છે. આ સાત જજનાં નામ પર અગાઉ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ (Supreme Court Collegium) દ્વારા ભલામણ કરવામાં આવી હતી. હાલ, ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા કુલ 38 છે. જ્યારે આ પહેલા 31 ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટમાં કાર્યરત હતા.

આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત HC માં ન્યાયાધીશ માટે કોલેજિયમે 8 નામોની ભલામણ કરી, જુઓ યાદી

Advertisement

સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા આ 7 નામની ભલામણ કરાઈ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટને (Gujarat High Court) વધુ સાત નવા ન્યાયાધીશ મળ્યા છે. આમ, હવે ગુજરાત હાઇકોર્ટમાં જજની સંખ્યામાં વધારો થયો છે. રામચંદ્ર વાછાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલ, મુલચંદ ત્યાગી, દિપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઈ અને લિયાકત હુસૈન પીરઝાદા નવા ન્યાયાધીશ બન્યા છે. આ નામોની સુપ્રીમ કોર્ટની કોલેજિયમ (Supreme Court Collegium) દ્વારા ભલામણ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Gujarat High Court : ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો આટલા વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે!

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા કુલ 38 એ પહોંચી

માહિતી અનુસાર, આ નિર્ણય સાથે હવે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા કુલ 38 એ પહોંચી છે. જ્યારે, આ પહેલા હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 31 હતી. આ સાથે હવે ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં વધારો થયો છે. અગાઉ 19 માર્ચ, 2025 નાં રોજ યોજાયેલી કોલેજિયમની બેઠકમાં ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ તરીકે ભલામણ કરેલ ન્યાયિક અધિકારીઓની નિમણૂકનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો - Ahmedabad: Kankaria Lakefront પર બાલવાટિકામાં રાઇડ્સ માટે ટિકિટનાં નવા ભાવ જાહેર

Tags :
Advertisement

.

×