Ambaji Controversy News: "મંજૂરી આપવી કે નહીં તે ટ્રસ્ટ નક્કી કરશે, હક્ક દાવો ન થઈ શકે" અંબાજી રાત્રિ પૂજા વિવાદ પર હાઇકોર્ટ
Ambaji Controversy News: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા બાબતે ચાલી રહેલા વિવાદ અંગે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના એક ટ્રસ્ટ દ્વારા રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
Advertisement
Ambaji Controversy News: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા બાબતે ચાલી રહેલા વિવાદ અંગે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના એક ટ્રસ્ટ દ્વારા રાત્રિ પૂજાની મંજૂરી મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે, રાત્રિ પૂજાની મંજૂરી આપવી કે નહીં તે સંપૂર્ણપણે આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટની વિવેકશક્તિ પર આધારિત છે અને અરજદાર આ મંજૂરી મેળવવા માટે પોતાના કોઈ કાયદેસરના અધિકાર કે હક્કનો દાવો કરી શકે નહીં.

