HIV ના નામે પ્રમોશન રોકનારા તંત્ર પર હાઈકોર્ટ લાલઘૂમ: કેન્દ્ર સરકારના નિયમોમાં ફેરફાર કરવા આદેશ
Gujarat High Court: HIVગ્રસ્ત CRPF મહિલા કર્મીને પ્રમોશન ન આપવા બદલ હાઈકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ની ભેદભાવભરી નીતિની ઝાટકણી કાઢી છે. બીમારીના નામે ડેસ્ક જોબનું પ્રમોશન ન રોકી શકાય તેમ જણાવી 2016થી લાભ આપવા તાકીદ કરી છે. કોર્ટે MHA સેક્રેટરી સામે કન્ટેમ્પ્ટની ચીમકી આપી અમલ માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે.
Advertisement
Gujarat High Court: HIV પોઝિટિવ હોવાના કારણે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની એક મહિલા કર્મચારીને પ્રમોશનથી વંચિત રાખવાના અત્યંત સંવેદનશીલ કેસમાં ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) સામે આકરું અને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અદાલતે સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં નિર્દેશ આપતાં જણાવ્યું છે કે, કોઈ પણ કર્મચારીને માત્ર બીમારીના આધારે ડેસ્ક જોબ (Desk Job / Administrative Duties) માટેનું પ્રમોશન રોકી શકાય નહીં.

