Gujarat: 2026ના પહેલા દિવસે રાજ્યમાં IAS-IPS અધિકારીઓને બઢતી, જાણો કોને મળ્યું પ્રમોશન
- Gujarat : ગુજરાત સરકાર દ્વારા વહીવટી ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો
- બઢતી મેળવનાર અધિકારીઓની યાદી અને તેમના વિભાગ જાણો
- 2013 બેચના 13 IAS અધિકારીઓને સિલેક્શન ગ્રેડની મંજૂરી
Gujarat : 2026ના પ્રથમ દિવસે જ ગુજરાત સરકાર દ્વારા વહીવટી ક્ષેત્રે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે IPSની બઢતી પણ કરવામાં આવી છે. 2017 બેચના IPS અધિકારીઓને પ્રમોશન તથા જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી અપાઈ છે. તથા 28 IPS અધિકારીઓને પ્રમોશન અપાયું જેમાં બઢતી આજથી જ અમલમાં આવશે.
બઢતી મેળવનાર અધિકારીઓની યાદી અને તેમના વિભાગ
- રાજીવ ટોપ (IAS): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
- મોના કે. ખંધાર (IAS): અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
- ડો. ટી. નટરાજન (IAS): નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
- મમતા વર્મા (IAS): ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
- મુકેશ કુમાર (IAS): શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતી
Gujarat : 2013 બેચના 13 IAS અધિકારીઓને સિલેક્શન ગ્રેડની મંજૂરી
2013 બેચના 13 IAS અધિકારીઓને સિલેક્શન ગ્રેડની મંજૂરી છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિકારીઓને સિલેક્શન ગ્રેડ જેમાં સિલેક્શન ગ્રેડ આજથી અમલમાં મૂકવામાં આવશે. તથા WASMOના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો સમાવેશ, ભાવનગર, નવસારી, દાહોદના કલેક્ટરનો સમાવેશ, ખેડા-નડિયાદ, ગીર સોમનાથના કલેક્ટરનો પણ સમાવેશ તથા વડોદરાના મનપા કમિશનરને પણ સિલેક્શન ગ્રેડની મંજૂરી છે. જેમાં સચિવાલયના સંયુક્ત સચિવ અને વરિષ્ઠ અધિકારીનો સમાવેશ થયો છે. પદનામમાં ફેરફાર કરી એડિ. સેક્રેટરી તરીકે પુનઃ નિયુક્તિ પણ અપાઈ છે.
2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી | Gujarat First@Bhupendrapbjp @GujaratPolice @IPS_Association @sanghaviharsh #IPS #IPSOfficers #IPSPromotion #SelectionGrade #IndianPoliceService #GujaratPolice #AhmedabadPolice #gujaratfirst pic.twitter.com/DHZcnvrarI
— Gujarat First (@GujaratFirst) January 1, 2026
2010 બેચના 7 IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી અપાઇ
2010 બેચના 7 IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી અપાઇ છે. જેમાં કચ્છ-ભુજના કલેક્ટર આનંદ પટેલને પ્રમોશન આપવામાં આવ્યું છે. તથા અમદાવાદના કલેક્ટર સુજીત કુમારને બઢતી આપવામાં આવી છે. ભાવનગર મનપા કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીણાની બઢતી તથા ટેક્નિકલ એજ્યુકેશનના કમિશનર બી.એચ. તલાટીનું પ્રમોશન થયુ છે. માહિતી વિભાગના કમિશનર કે.એલ. બચ્છાનીની બઢતી તથા પાટણ કલેક્ટર તુષાર વાય. ભટ્ટને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. તથા વડાપ્રધાન કાર્યાલયના પ્રાઇવેટ સેક્રેટરી ડૉ. હાર્દિક શાહનું પ્રમોશન થયુ છે.
2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી
2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ લેવલ 13માં બઢતી અપાઇ છે. અધિકારીઓને 2.15 લાખના પગાર મેટ્રિક્સનો લાભ મળશે. અમદાવાદ સિટી SOG, ઇકોનોમિક વિંગ અધિકારીનો સમાવેશ થયો છે. CID ક્રાઇમ, વેસ્ટર્ન રેલવે સેલના અધિકારીઓની પણ બઢતી મળી છે. રાજ્ય મોનિટરિંગ સેલ અને વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીની બઢતી તથા કેન્દ્ર પ્રતિનિયુક્તિ પરના મનીષ સિંહને પણ નિયમાનુસાર બઢતી આપવામાં આવી છે.
IAS પછી IPS અધિકારીઓને પણ પ્રમોશન મળ્યા
IAS પછી IPS અધિકારીઓને પણ પ્રમોશન મળ્યા છે. જેમાં 14 IPS અધિકારીઓને બઢતીના આદેશ છે. તેમાં IPS અધિકારી નરસિમ્હા કોમારને બઢતી, ડૉ. વિપુલ અગ્રવાલને એડિ. DGP ગ્રેડમાં બઢતી, ડૉ. રાજકુમાર પાંડિયનને DGP ગ્રેડમાં પ્રમોશન તથા 2012 બેચના અધિકારીઓને DIG ગ્રેડમાં બઢતી તથા કેટલાક અધિકારીઓને અપગ્રેડ કરી નવી જવાબદારી સોંપાઈ છે તથા ઇન્ટર-કેડર પ્રતિનિયુક્તિ અધિકારીઓનું પણ પ્રમોશન આપ્યું છે.
આ પણ વાંચો: Gujarat News : આજે 1 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


