Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat: તોલમાપ તંત્ર દ્વારા કાર્યવાહી, સોના-ચાંદીની દુકાનો તપાસ કરતા ખળભળાટ

Gujarat: રાજ્યમાં તોલમાપ તંત્ર દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 360 જેટલી સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ શરૂ કરાઇ છે. રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર તપાસ શરૂ થઇ છે. 253 પ્રોસિક્યુશન કેસ કરીને રૂ. 6. 69 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ છે. તથા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો-રૂમમાં વપરાતા વજન કાંટાની તપાસ કરાઈ છે.
gujarat  તોલમાપ તંત્ર દ્વારા કાર્યવાહી  સોના ચાંદીની દુકાનો તપાસ કરતા ખળભળાટ
Advertisement
  • Gujarat: રાજ્યમાં તોલમાપ તંત્ર દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે
  • 360 જેટલી સોના-ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ
  • રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર તપાસ શરૂ થઇ છે

Gujarat: રાજ્યમાં તોલમાપ તંત્ર દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 360 જેટલી સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ શરૂ કરાઇ છે. રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર તપાસ શરૂ થઇ છે. 253 પ્રોસિક્યુશન કેસ કરીને રૂ. 6. 69 લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ છે. તથા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો-રૂમમાં વપરાતા વજન કાંટાની તપાસ કરાઈ છે.

નિયત વજન કરતાં ઓછું વજન આપવું સહિતની ગેરરીતિ બદલ કાર્યવાહી

નિયત વજન કરતાં ઓછું વજન આપવું સહિતની ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી.

Advertisement

Gold Price Hike

Advertisement

તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ

તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. 6. 69 લાખ જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

Gold Rate Today Gujarat

અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ

આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ, ભરૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય તપાસમાં ગાંધીનગર, વડોદરા, પાટણ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Surat: શુદ્ધ ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘી બનાવવાનું ઝડપાયુ કારખાનું

Tags :
Advertisement

.

×