હવે લાઈનમાં ઊભા રહેવાથી મુક્તિ! ઓનલાઇન પોર્ટલ પરથી મળશે ડિજિટલ મેરેજ સર્ટિફિકેટ
QR Code Marriage Certificate: રાજ્યમાં હવે QR કોડ સાથે ડિજિટલ મેરેજ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થઈ છે. આ માટે પેપરલેસ કામગીરી શરૂ કરાઈ છે, જેમાં અરજદારોએ ઓનલાઇન પોર્ટલ પર જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ફાળવેલા સમય મુજબ કચેરીએથી સર્ટિફિકેટ મેળવી શકાશે. આ સર્ટિફિકેટ પરનો QR કોડ સ્કેન કરવાથી લગ્નની તમામ વિગતો ઓનલાઇન મળી રહેશે.
Advertisement
QR Code Marriage Certificate: રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગુજરાતમાં ક્યુઆર કોડ (QR Code) સાથેનું મેરેજ સર્ટિફિકેટ (Marriage Certificate) આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમના અમલ સાથે જ મેરેજ સર્ટિફિકેટ મેળવવાની સમગ્ર પ્રક્રિયા હવે પેપરલેસ (Paperless) બની ગઈ છે, જેનાથી નાગરિકોનો સમય અને શ્રમ બંને બચશે.

