Gujarat Assembly Election 2027: શું ભાજપ 160+ સીટ જીતશે? સ્થાનિક સ્વરાજ્યના પરિણામોએ આપ્યા સંકેત!
- સ્થાનિક ચૂંટણીનું પરિણામ 2027 વિધાનસભાની બ્લુપ્રિન્ટ!
- 2026ની સ્થાનિક ચૂંટણીમાં પણ ભાજપનું 2021નું સુત્ર સાર્થક
- પરિણામોને જોતાં ગુજરાત 'ભાજપ સાથે જ મક્કમ અને અડીખમ'
- તમામ મનપા અને જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો
- વાસ્તવિક પરિણામ પછીનું તારણ ભાજપનો દબદબો યથાવત
- હાલ વિધાનસભાની ચૂંટણી યોજાય તો ભાજપ મેળવી શકે બહુમતી
- નિષ્ણાતોના મતે ચૂંટણી યોજાય તો 160 બેઠકો ભાજપને મળે
Gujarat Assembly Election 2027: ગુજરાત (Gujarat) ના રાજકીય ફલક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજ્યની જનતાનો મિજાજ હજુ પણ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP) ની તરફેણમાં છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં ભાજપ (BJP) દ્વારા આપવામાં આવેલું સૂત્ર 'ગુજરાત (Gujarat) છે મક્કમ, ભાજપ (BJP) સાથે અડીખમ' આજે 2026 માં પણ સંપૂર્ણપણે સાર્થક સાબિત થયું છે.
તાલુકા-જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
હાલમાં જાહેર થયેલા તમામ મહાનગરપાલિકા (Municipal Corporations) અને જિલ્લા પંચાયતો (District Panchayats) ના પરિણામો પર નજર કરીએ તો સ્પષ્ટ જણાય છે કે સમગ્ર રાજ્યમાં ભગવો લહેરાયો છે. વિપક્ષો દ્વારા અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ જનતાએ ભાજપ (BJP) પર ફરી એકવાર ભરોસો મૂકીને સાબિત કર્યું છે કે ગુજરાત (Gujarat) ભાજપ (BJP) નો ગઢ છે અને તે મક્કમ રીતે ભાજપ (BJP) સાથે જોડાયેલું છે.
વિધાનસભામાં ભાજપનો દબદબો યથાવત રહેશે
અત્યાર સુધી રાજ્યમાં અનેક સર્વે આવ્યા હતા, જે અલગ-અલગ રાજકીય સમીકરણો દર્શાવતા હતા. પરંતુ, આજના વાસ્તવિક પરિણામો પછી જે તારણ નીકળે છે તે મુજબ ભાજપ (BJP) નો દબદબો પહેલાની જેમ જ યથાવત છે. રાજકીય નિષ્ણાંતો (Political Experts) ના મતે, આ પરિણામો માત્ર સ્થાનિક સ્વરાજ્ય પૂરતા સીમિત નથી, પરંતુ તે આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election) માટેનું એક્ઝિટ પોલ સાબિત થઈ શકે છે.
local body elections Result Live : Sthanik Swaraj Election Result નું પરિણામ સૌથી ઝડપી અને સૌથી સચોટ https://t.co/pznhmUxP3Z
— Gujarat First (@GujaratFirst) April 28, 2026
ભાજપ 160+ સીટ જીતશે
નિષ્ણાંતોનું સ્પષ્ટ માનવું છે કે, જો આજે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાય, તો ભાજપ (BJP) 160 સીટ આરામથી મેળવી શકે તેમ છે. આ પ્રચંડ જનાદેશ દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendrabhai Modi) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Bhupendrabhai Patel) ના નેતૃત્વમાં જનતા વિશ્વાસ ધરાવે છે. ટૂંકમાં, આ પરિણામો ભાજપ (BJP) માટે 2027 ના વિધાનસભા ચૂંટણીના વિજયનો પાયો સમાન છે.
ભાજપના અથાગ પરિશ્રમે રાજ્યભરમાં વિજયનો ડંકો વગાડ્યો
મુખ્યમંત્રી (Chief Minister - CM) ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister - DYCM) હર્ષભાઇ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા અને સી.આર. પાટીલના અથાગ પરિશ્રમ અને સંગઠન શક્તિને કારણે ભાજપે રાજ્યભરમાં વિજયનો ડંકો વગાડ્યો છે. આ ભવ્ય સફળતા પાછળ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Amit Shah) ના માર્ગદર્શનની મોટી ભૂમિકા રહી છે. તેમની રણનીતિ અને ડબલ એન્જિન સરકાર (Double Engine Government) ના વિકાસ કાર્યો પર જનતાએ ફરી એકવાર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે ગુજરાત અને ભાજપ એક સિક્કાની બે બાજુ સમાન છે.
વિપક્ષની કારમી હાર અને ભાજપનો દબદબો
ચૂંટણીના આંકડા જોઈએ તો ભાજપનો વિજયરથ ગામથી લઈને શહેર સુધી અવિરત આગળ વધ્યો છે. ભાજપે રાજ્યની 730 થી વધુ બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે. મનપા (Municipal Corporation), નગરપાલિકા (Municipality) અને જિલ્લા પંચાયત (District Panchayat) ની ચૂંટણીઓમાં કમળ ખીલ્યું છે. ખાસ કરીને 84 નગરપાલિકાઓ અને 34 જિલ્લા પંચાયતોમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. નવરચિત મહાનગરપાલિકાઓમાં પણ ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી છે.
બીજી તરફ, કોંગ્રેસમાં નેતૃત્વના અભાવે મતદારોમાં કોઈ આકર્ષણ જોવા મળ્યું નહીં, તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) પર જનતાએ ભરોસો મૂકવાનો ઈનકાર કરી દીધો છે. પેજ સમિતિ (Page Committee) ની રણનીતિ એટલી અસરકારક સાબિત થઈ કે વિપક્ષનું પુસ્તક જ સાફ થઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
વિકાસની રાજનીતિની જીત
ભાજપના વિજય બાદ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના ભાજપ કાર્યાલયો પર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જીત બાદ નેતાઓએ જણાવ્યું હતું કે, "ભાજપની આ જીત ગુજરાતના નાગરિકોની જીત છે. અમે જનતાના વિશ્વાસને સાર્થક કરવા અને 'ભરોસાની ભાજપ સરકાર' ના સૂત્રને ચરિતાર્થ કરવા કટિબદ્ધ છીએ."
રસપ્રદ વાત એ છે કે આ ચૂંટણીમાં માત્ર અનુભવી નેતાઓ જ નહીં, પરંતુ અનેક યુવા કલાકારો અને સોશિયલ મીડિયા સ્ટાર (Social Media Star) પણ ચૂંટાઈને આવ્યા છે. આગામી સમયમાં આવનારી વિધાનસભા ચૂંટણીઓ (Assembly Elections) માટે આ પરિણામો ભાજપ માટે ખૂબ જ પ્રોત્સાહક છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ માટે આ એક મોટો આંચકો છે. જનતાએ ફરી એકવાર વાતો કરતા કામ અને વિકાસની રાજનીતિ પર પોતાની મહોર મારી છે.


