Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Local Body Election Results 2026: PM મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર

gujarat local body election results 2026  pm મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર
Advertisement

Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગનો આજે ફેંસલો થવા જઈ રહ્યો છે, જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે સવારે 9:00 AM વાગ્યાથી નિયત કરાયેલા વિવિધ મતગણતરી કેન્દ્રો પર પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે, જેમાં સર્વ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ EVM મશીનો દ્વારા મતોની ગણતરી શરૂ થશે. સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ટેબલ વાઈઝ અને રાઉન્ડ પ્રમાણે ગણતરીનું આયોજન કરાયું છે, જેનું CCTV કેમેરા દ્વારા સતત લાઈવ મોનિટરિંગ અને નિરીક્ષકોની પ્રત્યક્ષ હાજરીમાં સંચાલન કરવામાં આવશે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા મથકો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, ત્યારે આ મહત્વના પરિણામોને લઈને રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ભારે ઉત્તેજના અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

ભાવનગર મનપાની 44 બેઠકો વિજય થતા ભાજપ દ્વારા આતિષબાજી

April 28, 2026 8:26 pm

Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર મહાનગર પાલિકાની 52 બેઠકો પૈકી 44 બેઠકો કબ્જે કરી,જેને પગલે શહેર ભાજપ દ્વારા શહેરના ઘોઘા ગેઇટ ચોક ખાતે ડીજેના સતવારે આતિષબાજી કરી હર્ષોઉલાસ થી ઉજવણી કરી હતી,આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા

મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ક્લીન સ્વીપ

April 28, 2026 7:49 pm

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ચૂંટણી પરિણામો અંગે આપી માહિતી,જિલ્લાની તમામ 10 તાલુકા પંચાયતોમાં ભાજપે લહેરાવ્યો ભગવો,જિલ્લા પંચાયતની ૪૨માંથી 38 બેઠકો પર ભાજપનો શાનદાર વિજય,વિસનગર અને વિજાપુર નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો કબજો,વિસનગર તાલુકા પંચાયતની 24 માંથી 21 બેઠકો ભાજપને ફાળે, 3 બેઠકો નજીવા મતે ગુમાવી,મતદાનની ટકાવારીમાં પણ ભાજપનો વધારો, ગત ચૂંટણી કરતા વધુ સારું પ્રદર્શન

શંખેશ્વર તાલુકા પંચાયતની પંચાસર બેઠક પર ભાજપની જીત

April 28, 2026 7:44 pm

ભાજપ ઉમેદવાર ભેમાભાઈ ચાવડાનો થયો ભવ્ય વિજય,ભાજપ ઉમેદવારની જીતને પગલે પંચાસરમાં જશ્નનો માહોલ,ભાજપ કાર્યકર અને લોકોએ વિજેતા ઉમેદવારના કર્યા વધામણા,અબીલ-ગુલાલ છાંટીને ભાજપ ઉમેદવારની જીતની ઉજવણી,ભેમાભાઈ ચાવડાએ જીત અપાવવા બદલ જનતાનો માન્યો આભાર

PM મોદીએ ગુજરાતની જનતાનો આભાવ માન્યો

April 28, 2026 6:58 pm

ગુજરાત અને ભાજપ વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું,મનપા, નપા, જિ.પં, તા.પં.માં ભાજપની જીત બદલ જનતાનો આભાર,સુશાસન અને રાજ્ય સરકારના શાનદાર કાર્ય બદલ પ્રજાએ મત આપ્યા,આવનારા દિવસોમાં ગુજરાતને વધુ ઊંચાઇએ લઇ જઇશું,ભાજપના કાર્યકરોના અવિરત પ્રયત્નોની સરાહના કરું છું,કાર્યકરોને જમીની સ્તરના પ્રયત્નો બદલ અભિનંદન

દાહોદના ધાનપુર તાલુકા પંચાયતમાં ટાઈ

April 28, 2026 6:56 pm

ભાજપ અને AAPને મળી 12-12 બેઠક, 4 બેઠક પહેલા જ ભાજપ બિનહરીફ થઈ હતી,AAPનો દબદબો વધતા સમીકરણ બદલાયા,ધાનપુર ધારાસભ્ય બચુ ખાબડનો છે મતવિસ્તાર,તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા રાજકીય ઘમસાણ

પોરબંદર તા.પં.ની મોઢવાડા બેઠક પર AAPનો વિજય

April 28, 2026 6:54 pm

મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વતન મોઢવાડામાં AAPની જીત,કેબિનેટ મંત્રીના વતનમાં AAPની જીતથી ભારે ચર્ચા,ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયાના પત્ની શાંતિબેન વિજયી

અમદાવાદ મનપાના કુબેરનગર વોર્ડમાં પેનલ તૂટી

April 28, 2026 6:51 pm

કુબેરનગર વોર્ડમાં 2 ભાજપ , 2 કોંગ્રેસ ઉમેદવારની જીત,કુબેરનગર વોર્ડમાં ફરી 3 મહિલા કાઉન્સિલર બનશે,OBC અનામતને કારણે કલ્પનાબેન કોડેકર વિજયી અનામત નિયમ મુજબ 3 મહિલા, 1 પુરુષ કાઉન્સિલર,કુબેરનગરમાં મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ ફરી એકવાર જોવા મળ્યું

વડોદરામાં વોર્ડ 9 ના ભાજપ ઉમેદવારોએ ઐતિહાસિક જીત

April 28, 2026 6:48 pm

માત્ર 27 વર્ષના શ્રીરંગ આયરેએ 23000 મતથી કોંગ્રેસ ઉમેદવારને હરાવ્યા, ગત 2021 ની ચૂંટણીમાં શ્રીરંગ આયરેને 20,000 ની લીડ મળી હતી જેમાં આ વખતે વધારો થયો,વોર્ડ 9 માં શ્રીરંગ આયરેને 27174 મત મળ્યા, કોંગ્રેસ ઉમેદવારને 3945 મત જ મળ્યા ,વિસ્તારના મતદારો માટે રાત દિવસ કામ કરીશું

વડોદરામાં જીત બાદ ભાજપની ઉજવણી

April 28, 2026 6:46 pm

વડોદરામાં ભવ્ય જીત બાદ ભાજપની ઉજવણી, સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે ભાજપની ઉજવણી ,શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો ઉજવણીમાં જોડાયા ,એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું ,જીતની ઉજવણીમાં ભારે આતશબાજી કરાઈ

અમદાવાદ ખાનપુર ભાજપ કાર્યાલયમાં વિજય ઉત્સવ

April 28, 2026 6:34 pm

ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીની તૈયારીઓ પૂર્ણ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિજય ઉત્સવમાં રહેશે હાજર હર્ષભાઈ સંઘવી અને જગદીશભાઈ પંચાલ રહેશે હાજર,જીતેલા તમામ ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે,ઢોલ નગારા સાથે ઉમેદવારોના સ્વાગતની તૈયારીઓ કરાઈ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જનતાનો માન્યો આભાર

April 28, 2026 6:24 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જનતાનો માન્યો આભાર ભવ્ય વિજય બદલ જનતાનો હૃદયપૂર્વક આભાર PM મોદીની દેશ પ્રથમની નીતિ પર જનતાની મહોર CM ભૂપેન્દ્રભાઈ પટેલના શાસન પર જનતાનો ભરોસો CM, DyCM, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી અને આકરા તાપમાં કાર્યકરોની મહેનત રંગ લાવી તમામ પંચાયત અને પાલિકામાં ભાજપની જીત શાંત અને સમૃદ્ધ ગુજરાતની વિભાવનાનો વિજય વિજેતા ઉમેદવારો જનતાની સેવામાં કટિબદ્ધ રહે જીત સાથે જનતા પ્રત્યેની જવાબદેહી વધી

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 5:59 pm

મહાનગરપાલિકાની 52 માંથી 51 બેઠકો પર ભાજપ વિજેતા,જિલ્લા પંચાયતની 32માંથી 30 બેઠકો ભાજપે જીતી,તાલુકા પંચાયતની 180માંથી 142બેઠકો ભાજપના ફાળે,4 નગરપાલિકાની 112 માંથી 103બેઠકો મેળવી,થાન નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભાજપની જીત,જગદીશભાઈએ તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા

ચૂંટણી પરિણામો અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નિવેદન

April 28, 2026 5:45 pm

ગુજરાતની જનતા નો આભાર માનું છું,પ્રધાનમંત્રીની વિકાસની રાજનીતિ ને પસંદ કરી,દરેક ચૂંટણી સમયે ગુજરાતની જનતાએ ભાજપ ને પસંદ કર્યું છે,નકારાત્મક રાજનીતિને ગુજરાતની જનતાએ નકારી છે,વિકાસની રાજનીતિને જનતાએ અપનાવી છે.

ચૂંટણી પરિણામો અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નું નિવેદન

April 28, 2026 5:41 pm

વિકાસની રાજનીતિ નો વિજય છે,જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે,ભાજપના તમામ કાર્યકર્તાઓ નો આભાર,સેવા ના ભાવ થી ભાજપના કાર્યકર્તાઓએ કામ કર્યું,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી રહ્યું છે,ગુજરાતની જનતા ને બદનામ કરવાનો પ્રયાસો કર્યા,કોંગ્રેસ અને આપે બિસ્તરા પોટલા ભરી ને જતું રહેવું જોઈએ.

ચૂંટણી પરિણામો અંગે DyCM નિવેદન

April 28, 2026 5:39 pm

ગુજરાતના નાગરિકોએ વિકાસ ની રાજનીતિ ને અપનાવી છે.,ગુજરાતમાં બધે જ ભાજપનું કમળ ખીલ્યું છે.,લાખો કાર્યકર્તાઓ ને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ગુજરાતના નાગરિકો નો આભાર.,વિપક્ષે ગુજરાત ને બદનામ કરવામાં બાકી નહોતું રાખ્યું, ગુજરાતની જનતાએ વ્યાજ સહિત હિસાબ ચૂકતે કર્યો.ગુજરાતના નાગરિકોનો આ વિજય છે.

અમદાવાદ માનપાન ભાજપની જીત ની ઉજવણી કરવામાં આવશે

April 28, 2026 5:32 pm

160 બેઠકો જીતવા બદલ જીત ની ઉજવણી કરાશે ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ની ઉપસ્થિતિમાં વિજયોત્સવ, ખાનપુર શહેર ભાજપ કાર્યાલય ખાતે કરાશે ઉજવણી, તમામ વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓ હાજર રહેશે

બોટાદ નગરપાલિકાના વોર્ડ 9માં મોટો અપસેટ સર્જાયો

April 28, 2026 5:23 pm

બોટાદ નગરપાલિકાના વોર્ડ 9માં મોટો અપસેટ સર્જાયો,અપક્ષ ઉમેદવાર છત્રજીતભાઈ ધાધલનો થયો ભવ્ય વિજય,ચર્ચિત અપક્ષ ઉમેદવાર જીતતા સમગ્ર જિલ્લામાં ચર્ચા

નડિયાદ સ્થિત કમલમ ખાતે ફટાકડા ફોડી ઉજવણી

April 28, 2026 5:21 pm

ખેડા જિલ્લાની તમામ બેઠકો પર ભાજપની જીત,જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલની હાજરીમાં વિજય ઉત્સવ,ઉજવણી કાર્યક્રમમાં તમામ વિજેતા ઉમેદવારો હાજર,જીતની ખુશીમાં તમામ ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત,નયનાબેન પટેલે વિજેતા ઉમેદવારોને ખાસ અભિનંદન પાઠવ્યા,જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત

April 28, 2026 5:14 pm

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફૂલ 52 બેઠકોમાંથી 51 બેઠકો પર ભાજપનો વિજય, કોંગ્રેસનો 01 બેઠક પર વિજય તો જીલ્લા પંચાયતની 32 બેઠકોમાંથી 31 બેઠક પર ભાજપનો વિજય 01 બેઠક પર કોંગ્રેસનો વિજય

સાણંદ-બાવળા પંથકમાં ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 4:35 pm

સાણંદ અને બાવળા પંથકમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. સાણંદ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 16 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને 7 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક ફાળે ગઈ છે. બાવળા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે, જ્યારે એક બેઠક પર ઉમેદવારના અવસાનને કારણે પરિણામ બાકી છે. જિલ્લા પંચાયતની બેઠકોની વાત કરીએ તો, સાણંદ જિલ્લા પંચાયતની 6 બેઠકો પૈકી 5 પર ભાજપ અને 1 પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે બાવળા જિલ્લા પંચાયતની તમામ 4 બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કરીને કેસરિયો લહેરાવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય, વિપક્ષની કારમી હાર

April 28, 2026 4:30 pm

ગાંધીનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે એકચક્રી શાસન સ્થાપિત કરતા વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી 25 પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 03 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકોમાં 15 પર ભાજપ અને 07 પર કોંગ્રેસ, જ્યારે કલોલ નગરપાલિકાની 44 બેઠકો પૈકી 36 ભાજપના ફાળે ગઈ છે અને કોંગ્રેસને માત્ર 08 બેઠકો મળી છે. માણસા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જ્યાં 26 માંથી 24 બેઠકો ભાજપે જીતી છે અને કોંગ્રેસને માત્ર 02 બેઠકો મળી છે. દહેગામ તાલુકા પંચાયતની 28 બેઠકોમાં 22 ભાજપ અને 06 કોંગ્રેસને મળી છે, તેમજ દહેગામ નગરપાલિકામાં પણ 28 બેઠકોમાંથી 17 પર ભાજપે કબ્જો જમાવ્યો છે જ્યારે કોંગ્રેસને 11 બેઠકો પ્રાપ્ત થઈ છે. એકંદરે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે.

લાંભામાં ભાજપનો કેસરિયો: વિજેતા પેનલ હવે વિકાસના કામોમાં જોતરાશે

April 28, 2026 4:24 pm

અમદાવાદના લાંભા વોર્ડમાં ભાજપની આખી પેનલે ભવ્ય વિજય મેળવીને કેસરિયો લહેરાવ્યો છે. ભાજપના વિજેતા ઉમેદવારોએ આ જીત બાદ જણાવ્યું હતું કે, પૈસા વેચનાર અપક્ષ ઉમેદવારને જનતાએ 11,000થી વધુ મતોથી હરાવીને પછડાટ આપી છે. હવે ભાજપની વિજેતા પેનલ ફૂલ જોશમાં કામ કરશે અને અમદાવાદના અન્ય વિસ્તારોની જેમ લાંભા વોર્ડમાં પણ વિકાસની ગતિ તેજ કરવામાં આવશે. સ્થાનિક સમસ્યાઓને યોગ્ય વાચા આપીને બાકી રહેલા તમામ વિકાસલક્ષી કામોને પ્રાથમિકતાના ધોરણે ઝડપથી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ભાજપની પેનલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

લાંભામાં હાર બાદ કાળુ ભરવાડનું નિવેદન

April 28, 2026 4:14 pm

અમદાવાદના લાંભા વોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. આ હાર બાદ અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડે અત્યંત નમ્રતાપૂર્વક પોતાની હારનો સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં જનતાએ આપેલો તમામ નિર્ણય મને પૂરેપૂરો માન્ય છે અને મતદારોના ચુકાદાને હું આદરપૂર્વક સ્વીકારું છું. આ સાથે જ તેમણે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવતા આશા વ્યક્ત કરી હતી કે, હવે ભાજપની આ પેનલ જનતાના પડતર પ્રશ્નો ઉકેલશે અને વિસ્તારના વિકાસના કામોને વેગ આપશે.

લાંભા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય અને કાળુ ભરવાડનું નિવેદન

April 28, 2026 3:28 pm

અમદાવાદના લાંભા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની આખેઆખી પેનલે શાનદાર વિજય હાંસલ કર્યો છે. આ જીત બાદ અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડે નમ્રતાપૂર્વક પોતાની હાર સ્વીકારી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ જનતાના જનાદેશને માન્ય રાખે છે. કાળુ ભરવાડે વિજેતા ભાજપની પેનલને અભિનંદન આપતા આશા વ્યક્ત કરી હતી કે, ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગામી સમયમાં જનતાના કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરશે.

લાંભા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય અને કાળુ ભરવાડનું નિવેદન

April 28, 2026 3:28 pm

અમદાવાદના લાંભા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની આખેઆખી પેનલે શાનદાર વિજય હાંસલ કર્યો છે. આ જીત બાદ અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડે નમ્રતાપૂર્વક પોતાની હાર સ્વીકારી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ જનતાના જનાદેશને માન્ય રાખે છે. કાળુ ભરવાડે વિજેતા ભાજપની પેનલને અભિનંદન આપતા આશા વ્યક્ત કરી હતી કે, ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગામી સમયમાં જનતાના કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરશે.

મહીસાગરમાં ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 3:28 pm

મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો તેમજ તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. એટલું જ નહીં, નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પણ ભાજપે સફળતા હાંસલ કરી છે. આ ઐતિહાસિક જીત બાદ લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાધવે તમામ મતદારોનો આભાર માન્યો હતો અને આ જીતને વડાપ્રધાનના 'વિકાસની રાજનીતિ'ની જીત ગણાવી હતી.

ખાડિયાના ગઢમાં ગાબડું અને કોંગ્રેસનો વિજય

April 28, 2026 3:28 pm

અમદાવાદ મહાનગરપાલિકામાં આ વખતે મોટા ઉલટફેર જોવા મળ્યા છે. ભાજપના વર્ષો જૂના અને અભેદ ગણાતા ખાડિયા વોર્ડમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, જે ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે. આ જીત સાથે કોંગ્રેસે વર્ષો પછી આ ગઢમાં ફરી પોતાની પકડ મજબૂત કરી છે.

દાણીલીમડામાં કોંગ્રેસે પોતાનો ગઢ સાચવી રાખ્યો

April 28, 2026 3:28 pm

અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની આખેઆખી પેનલનો વિજય થયો છે. શહેઝાદ ખાન પઠાન સહિતના કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવીને સાબિત કર્યું છે કે દાણીલીમડા હંમેશા કોંગ્રેસનો અભેદ ગઢ રહ્યો છે. ભાજપ દ્વારા આ ગઢ તોડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, પરંતુ જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ યથાવત રાખ્યો છે. વિજેતા ઉમેદવારોએ આ જીતને ગરીબોના ઘર પર ફેરવવામાં આવેલા બુલડોઝર સામે જનતાનો આક્રોશ ગણાવ્યો છે.

બનાસકાંઠામાં વાવ-થરાદ અને દિયોદરમાં કોંગ્રેસનું જોર

April 28, 2026 3:28 pm

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે જોરદાર પ્રદર્શન કર્યું છે. વાવ-થરાદની રાટીલા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના યુવા નેતા સિદ્ધરાજસિંહ ચૌહાણે જીત મેળવી છે, જેનાથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, દિયોદર તાલુકાની પાંચ જિલ્લા પંચાયત બેઠકોના પરિણામોમાં પણ કોંગ્રેસે સરસાઈ મેળવી છે, જેમાં 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે જ્યારે 2 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

મહીસાગરમાં ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 3:22 pm

મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો તેમજ તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. એટલું જ નહીં, નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પણ ભાજપે સફળતા હાંસલ કરી છે. આ ઐતિહાસિક જીત બાદ લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાધવે તમામ મતદારોનો આભાર માન્યો હતો અને આ જીતને વડાપ્રધાનના 'વિકાસની રાજનીતિ'ની જીત ગણાવી હતી.

ખાડિયાના ગઢમાં ગાબડું અને કોંગ્રેસનો વિજય

April 28, 2026 3:22 pm

અમદાવાદ મહાનગરપાલિકામાં આ વખતે મોટા ઉલટફેર જોવા મળ્યા છે. ભાજપના વર્ષો જૂના અને અભેદ ગણાતા ખાડિયા વોર્ડમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, જે ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે. આ જીત સાથે કોંગ્રેસે વર્ષો પછી આ ગઢમાં ફરી પોતાની પકડ મજબૂત કરી છે.

દાણીલીમડામાં કોંગ્રેસે પોતાનો ગઢ સાચવી રાખ્યો

April 28, 2026 3:22 pm

અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની આખેઆખી પેનલનો વિજય થયો છે. શહેઝાદ ખાન પઠાન સહિતના કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવીને સાબિત કર્યું છે કે દાણીલીમડા હંમેશા કોંગ્રેસનો અભેદ ગઢ રહ્યો છે. ભાજપ દ્વારા આ ગઢ તોડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, પરંતુ જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ યથાવત રાખ્યો છે. વિજેતા ઉમેદવારોએ આ જીતને ગરીબોના ઘર પર ફેરવવામાં આવેલા બુલડોઝર સામે જનતાનો આક્રોશ ગણાવ્યો છે.

વાવ-થરાદ અને દિયોદરમાં કોંગ્રેસનું જોર

April 28, 2026 3:22 pm

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે જોરદાર પ્રદર્શન કર્યું છે. વાવ-થરાદની રાટીલા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના યુવા નેતા સિદ્ધરાજસિંહ ચૌહાણે જીત મેળવી છે, જેનાથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, દિયોદર તાલુકાની પાંચ જિલ્લા પંચાયત બેઠકોના પરિણામોમાં પણ કોંગ્રેસે સરસાઈ મેળવી છે, જેમાં 3 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે જ્યારે 2 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

ધારાસભ્ય પબુભા માણેકના વિપક્ષ પર આકરા પ્રહાર

April 28, 2026 2:38 pm

ઐતિહાસિક જીત બાદ ધારાસભ્ય પબુભા માણેકે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'આપ'નો પાપ અને ભ્રષ્ટાચારી 'પંજો' દ્વારકાથી ઘણો દૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, વિપક્ષને ઉમેદવારો પણ મળતા ન હતા અને બેઠકો બિનહરીફ ન થાય તે માટે વિપક્ષે લાલચ આપીને ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ જનતાએ તેમને નકાર્યા છે. પોતાની લોકપ્રિયતા વિશે જણાવતા પબુભાએ કહ્યું કે, તેમની પાસે આવતા દરેક વ્યક્તિનું કામ પૂર્ણ થાય છે તે જ તેમની આઠ ટર્મની જીતનું મુખ્ય કારણ છે અને વિપક્ષ ગમે તેટલા પ્રયત્નો કરે પણ દ્વારકામાં તેમનો વિજય અશક્ય છે.

દેવભૂમિ દ્વારકામાં ભાજપનું એકચક્રી શાસન

April 28, 2026 2:37 pm

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપનો એકચક્રી શાસન સાબિત થયું છે, જેમાં દ્વારકા તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો પર ભગવો લહેરાવી ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી દીધા છે. આ સાથે જ જિલ્લા પંચાયતની 3 બેઠકો પર પણ ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.

દીપા શ્રીવાસ્તવનો પડકાર

April 28, 2026 2:36 pm

વોર્ડ નંબર 14 ના વિજેતા કોંગ્રેસના ઉમેદવાર દીપા શ્રીવાસ્તવે આ જીતને મધુ શ્રીવાસ્તવની જીત ગણાવી હતી. તેમણે આક્રમક નિવેદન આપતા જણાવ્યું કે, અત્યાર સુધી આ વિસ્તારના વિકાસકાર્યો માટેની ગ્રાન્ટ રોકવામાં આવતી હતી, પરંતુ હવે વિરોધીઓ એડીચોટીનું જોર લગાવીને પણ ગ્રાન્ટ રોકી બતાવે. તેમણે ખાતરી આપી હતી કે હવે તમામ અટકેલી ગ્રાન્ટ પાસ કરાવીને જનતાના કામો પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે.

વડોદરામાં ભાજપના ગઢમાં કોંગ્રેસનું ગાબડું

April 28, 2026 2:36 pm

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 માં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. ભાજપના આ મજબૂત ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડવામાં સફળતા મેળવી છે, જ્યાં 2 બેઠકો ભાજપને અને 2 બેઠકો કોંગ્રેસને મળી છે. આ જીત બાદ કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કોઈનો ગઢ કાયમી હોતો નથી અને આ પરિણામ પરિવર્તનની લહેરનો સંકેત છે. જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેના પર તેઓ ખરા ઉતરશે.

ધોલેરા, બાવળા અને સાણંદમાં ભાજપનો વિજય

April 28, 2026 2:36 pm

અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ધોલેરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 11 બેઠકો પર ભાજપે જીત મેળવી સત્તા હાંસલ કરી છે. બાવળા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભવ્ય દેખાવ રહ્યો છે, જ્યાં 18 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. સાણંદ તાલુકાની વાત કરીએ તો, 24 બેઠકોમાંથી 14 બેઠકો પર ભગવો લહેરાયો છે. જોકે, વિરમગામ, ધોળકા, માંડલ અને દસ્ક્રોઈમાં હજુ પણ મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી અંતિમ પરિણામોની રાહ જોવાઈ રહી છે.

AAPએ જિલ્લા પંચાયત નર્મદા જિલ્લામાં સત્તા મેળવી

April 28, 2026 2:25 pm

ડેડીયાપાડા વિધાનસભાની ત્રણેય તાલુકા પંચાયતમાં આપ પાર્ટીને સફળતા મળી છે જેમાં ચૈતરભાઈ વસાવાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, અમારી પાર્ટીની જીત એ જનતાની જીત છે. એક બાજુ ઘમંડ, સત્તા અને રૂપિયાનું જોર હતું અને અમારી પાસે જનતાનું કામ હતું.

સુરેન્દ્રનગરની દસાડા તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 2:22 pm

દસાડા તાલુકામાં 5 જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત 15 સીટ ભાજપના ફાળે ગઈ છે. પાટડી નગરપાલિકામાં 2006થી સતત ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. પાટડી નગરપાલિકામાં 6 વોર્ડ પર ભાજપનો પેનલ ટુ પેનલ વિજય થયો છે અનેદસાડા તાલુકા પંચાયત સીટ 3 અને પાટડી નગરપાલિકાની 18 સીટ બિનહરીફ જાહેર થઈ હતી અને દસાડા, બજાણા,જૈનાબાદ અને ખેરવા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે.

બોરસદ તાલુકા પંચાયત

April 28, 2026 2:22 pm

બોરસદ તાલુકા પંચાયતની રાસ બેઠક ભાજપની જીત થઈ છે અને તાલુકા પંચાયતમાં 34 બેઠકો પૈકી 13નું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ભાજપ 9 બેઠક જીતી છે તો કોંગ્રેસ 4 બેઠક જીતી હોવાની વાત સામે આવી છે. કોંગ્રેસ બોરસદ તાલુકા પંચાયતમાં વિપક્ષમાં બેસસે તે પણ નક્કી છે.

પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 2:21 pm

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતા તમામ બેઠકો પર કબ્જો જમાવી "ક્લીન સ્વીપ" કર્યું છે. શહેરા તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો માટે યોજાયેલી આ પ્રક્રિયામાં ભાજપનું વર્ચસ્વ શરૂઆતથી જ જોવા મળ્યું હતું. શહેરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોને ખોબલે ને ખોબલે મત આપીને વિજયી બનાવ્યા છે, ત્યારે શહેરા તાલુકા પંચાયતમાં જીતેલા ઉમેદવારો તાલુકાનો વિકાસ કરશે તે નક્કી છે.

સુરેન્દ્રનગરની દસાડા તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 2:08 pm

દસાડા તાલુકામાં 5 જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત 15 સીટ ભાજપના ફાળે ગઈ છે. પાટડી નગરપાલિકામાં 2006થી સતત ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. પાટડી નગરપાલિકામાં 6 વોર્ડ પર ભાજપનો પેનલ ટુ પેનલ વિજય થયો છે અનેદસાડા તાલુકા પંચાયત સીટ 3 અને પાટડી નગરપાલિકાની 18 સીટ બિનહરીફ જાહેર થઈ હતી અને દસાડા, બજાણા,જૈનાબાદ અને ખેરવા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે.

સુરતમાં ચૂંટણી દરમિયાન ઘર્ષણ

April 28, 2026 1:56 pm

સુરતના વોર્ડ નંબર 18 માં કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંગ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આક્ષેપ મુજબ, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. આ ઘટના સમયે ઉચ્ચ પોલીસ અધિકારી (ACP) હાજર હોવા છતાં ઉમેદવારને માર પડ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે રાજકીય માહોલ ગરમાયો છે.

2021 બાદ 2026 પણ દરિયાપુર કોંગ્રેસની પેનલ

April 28, 2026 1:48 pm

અમદાવાદના દરિયાપુર વોર્ડમાં વર્ષ 2021 ની જેમ 2026 માં પણ કોંગ્રેસનો દબદબો જળવાઈ રહ્યો છે. અહીં કોંગ્રેસની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. વિજેતા ઉમેદવારોએ આ જીત બદલ દરિયાપુરની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં દરિયાપુરને શિક્ષિત અને સ્વચ્છ બનાવવામાં આવશે. ખાસ કરીને હેરિટેજ ગણાતા આ વિસ્તારમાં વિકાસકામોને વેગ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

પંચમહાલના શહેરામાં ભાજપનો વિરાટ વિજય

April 28, 2026 1:48 pm

પંચમહાલની શહેરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચ્યો છે. તાલુકા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી 14 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપના તમામ ઉમેદવારો વિજયી બન્યા છે. આમ, તમામ 28 બેઠકો પર ભગવો લહેરાવી ભાજપે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે.

વસ્ત્રાલમાંભાજપની પેનલનો વિજય

April 28, 2026 1:48 pm

અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય થયો છે. વિજેતા ઉમેદવારોએ આ સફળતાને વસ્ત્રાલની જનતા અને પક્ષના પાયાના કાર્યકરોની મહેનતની જીત ગણાવી છે. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે લોકોની પ્રાથમિક સમસ્યાઓને વાચા આપવામાં આવશે અને વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેશે.

ભવ્ય વિજયોત્સવનું આયોજન

April 28, 2026 1:45 pm

આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંધવીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું..

ભાજપના ઉમેદવારે ફરી મતગણતરીની માંગણી કરી

April 28, 2026 1:32 pm

ગોંડલ તાલુકા પંચાયતની શ્રીનાથગઢ બેઠક પર ભારે રસાકસી જોવા મળી છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર માત્ર ૪ મતોની પાતળી સરસાઈથી વિજેતા જાહેર થયા હતા. જોકે, ભાજપના ઉમેદવાર ભગવતસિંહ વાઘેલાએ આ પરિણામ સામે વાંધો ઉઠાવી રિકાઉન્ટિંગ (ફરી મતગણતરી)ની માંગણી કરી હતી. ચૂંટણી અધિકારીએ આ માંગણી માન્ય રાખતા હાલમાં રિકાઉન્ટિંગની પ્રક્રિયા ચાલુ છે, જેના કારણે આ બેઠક પર સસ્પેન્સ યથાવત છે.

પાલડી અને વસ્ત્રાલમાં ભાજપ, બહેરામપુરામાં કોંગ્રેસ

April 28, 2026 1:32 pm

અમદાવાદ મહાનગરપાલિકાના પરિણામોમાં વિવિધ વોર્ડમાં પક્ષોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. પાલડી અને વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. વસ્ત્રાલના વિજેતા ઉમેદવારોએ આ જીતને લોકો અને કાર્યકર્તાઓની જીત ગણાવી આગામી સમયમાં સ્થાનિક સમસ્યાઓને વાચા આપવાની ખાતરી આપી છે. બીજી તરફ, કોંગ્રેસે પોતાનો ગઢ સાચવી રાખતા બહેરામપુરા વોર્ડમાં આખી પેનલ સાથે વિજય મેળવ્યો છે. કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક રહીશો દ્વારા વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બરવાળા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા યથાવત

April 28, 2026 1:32 pm

બરવાળા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર જ જીત મેળવી શકી છે. વિજેતા ઉમેદવારોએ ગુલાલની છોળો ઉડાવી અને ફટાકડા ફોડીને આ જીતનો જશ્ન મનાવ્યો હતો.

જામનગરમાં વોર્ડ નંબર 6 માં ભાજપનો વિજય

April 28, 2026 1:32 pm

જામનગરમાં પણ ભાજપનો વિજય રથ અવિરત રહ્યો છે. વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલના વિજય બાદ ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના નાદ સાથે વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મતદારોએ ફરી એકવાર વિકાસની રાજનીતિ પર પસંદગીનો કળશ ઢોળ્યો હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા હાર્યા

April 28, 2026 1:13 pm

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની ચૂંટણીમાં આંચકાજનક હાર થઈ છે.

AAP માંથી ભાજપમાં આવેલ મૂળી બેઠક પરથી રાજુ કરપડાની જીત !

April 28, 2026 1:08 pm

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાને જીત મળી છે.

ગાંધીધામમાં ડીજે સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું

April 28, 2026 1:05 pm

કચ્છના ગાંધીધામ મહાનગરપાલિકામાં પણ ભાજપના ઉમેદવારોની જીત થતા આદિપુરની મૈત્રી સ્કૂલ બહાર લોકોની ભીડ ઉમટી હતી અને ડીજે સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

માંડવી નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો ભાજપે જીતી

April 28, 2026 1:05 pm

માંડવી નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 22 બેઠકો જીતીને ભાજપે વિરાટ વિજય મેળવ્યો છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ આ જીત બદલ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

જંગલેશ્વર વિસ્તારમાં થયેલું ડિમોલેશન ભાજપને નડ્યું

April 28, 2026 1:05 pm

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16 માં કોંગ્રેસનો વિજયથયો છે. જંગલેશ્વર વિસ્તારમાં થયેલું ડિમોલેશન ભાજપને નડી ગયું હોય તેમ જણાય છે.

ધોરાજીમાં ભાજપનો દબદબો

April 28, 2026 1:05 pm

રાજકોટના ધોરાજીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. ધોરાજી તાલુકા પંચાયતની 16 માંથી 10 બેઠકો પર ભાજપ વિજયી બન્યું છે, જ્યારે જિલ્લા પંચાયતની બંને બેઠકો પર પણ ભાજપે કબજો જમાવ્યો છે.

બાપુનગરમાં ભાજપની પેનલ તૂટી

April 28, 2026 1:05 pm

અમદાવાદના બાપુનગર વોર્ડમાં મિશ્ર પરિણામ જોવા મળ્યું છે. અહીં ભાજપની આખી પેનલ જીતી શકી નથી; 3 બેઠકો ભાજપને મળી છે જ્યારે એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારજયમન શર્માનો વિજય થયો છે. જયમન શર્માએ જનતાનો આભાર માનતા જણાવ્યું કે, તેઓ કોર્પોરેશનમાં પીવાના પાણી અને ગટરની સમસ્યાઓ દૂર કરવા માટે લડત આપશે.

વોર્ડ નંબર 10 માં પણ ભાજપની પેનલ વિજેતા

April 28, 2026 1:05 pm

સુરતમાં વોર્ડ નંબર 10 માં પણ ભાજપની પેનલ વિજેતા બની છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ જીતને પીએમ મોદીના વિકાસની વિચારધારાની જીત ગણાવી હતી.

અલ્પેશ કથિરીયાના પત્ની કાવ્યા કથિરીયા જીત્યા

April 28, 2026 1:02 pm

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલનો વિજય થયો છે, જેમાં અલ્પેશ કથિરીયાના પત્ની કાવ્યા કથિરીયાજીત્યા છે. આ જીત બાદ અલ્પેશ કથિરીયાએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, જેઓ મેયર બેસાડવાની વાતો કરતા હતા તેઓ ખાતું પણ ખોલાવી શક્યા નથી.

કમલમના પટાવાળા બન્યા કોર્પોરેટર

April 28, 2026 12:57 pm

મહેસાણા ભાજપ કાર્યાલય 'કમલમ'માં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ કોર્પોરેટર બન્યા છે,

મહેસાણામાં ચૂંટણીનું પરિણામ

April 28, 2026 12:57 pm

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે, જેમાં મહેસાણા મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી 32 બેઠકો અંકે કરી ભાજપે ભગવો લહેરાવ્યો છે.

બંગડીઓ વેંચનાર બન્યા કોર્પોરેટર

April 28, 2026 12:57 pm

બંગડીઓ વેંચતા સંશીબેન કાંગશિયા બન્યા બહુચરાજી નગરપાલિકા ના કોર્પોરેટર

પૂર્વ IPS અધિકારી Manoj Ninama ની હાર

April 28, 2026 12:50 pm

પોલીસ સેવામાંથી રાજીનામું આપીને સક્રિય રાજકારણમાં જોડાનાર પૂર્વ IPS અધિકારી Manoj Ninama ની હાર .

ભાજપના ઉમેદવાર અને જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત

April 28, 2026 12:47 pm

વડોદરાની પોર બેઠક પર ભાજપના ઉમેદવાર અને જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર વિજયી બન્યા છે.

પંચમહાલની મોરા બેઠક પર ભાજપના હરદીપ સિંહ જાદવ જીત્યા

April 28, 2026 12:47 pm

પંચમહાલની મોરા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હરદીપ સિંહ જાદવનો ભવ્ય વિજય થયો છે. આ બેઠક પર ભાજપ સામે પક્ષના જ પૂર્વ મહામંત્રી ધવલ દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જંગ રસપ્રદ બન્યો હતો, પરંતુ અંતે ધવલ દેસાઈને કારમો પરાજય મળ્યો છે. અહીં કોંગ્રેસ કે 'આપ' ના કોઈ ઉમેદવાર ન હોવાથી સીધો જંગ ભાજપ અને અપક્ષ વચ્ચે હતો, જેમાં જનતાએ ભાજપ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

લોકપ્રિય ગાયિકા નેહા સુથાર જીત્યા

April 28, 2026 12:36 pm

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ લહેરાયો છે. લોકપ્રિય ગાયિકા નેહા સુથાર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે 1390 થી વધુ મતોની જંગી સરસાઈથી ભવ્ય જીત હાંસલ કરી છે.

Suratમાં DYCM Harshbhai Sanghaviના ગઢમાં BJPની આખી પેનલ જીતી

April 28, 2026 12:36 pm

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના ગઢ ગણાતા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 21 માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. હર્ષભાઈ સંઘવીના મતવિસ્તાર હેઠળ આવતા આ વોર્ડમાં મતદારોએ ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે, જેના પરિણામે તમામ ઉમેદવારો જંગી બહુમતી સાથે વિજેતા જાહેર થયા છે. આ જીત સાથે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

અસારવા વોર્ડમાં ભાજપે જંગી મતોની લીડ સાથે વિજય મેળવ્યો

April 28, 2026 12:33 pm

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અસારવા વોર્ડમાં ભાજપે જંગી મતોની લીડ સાથે વિજય મેળવ્યો છે. આ જીત બાદ મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રજાના કામોને પ્રાધાન્ય આપીને કરવામાં આવેલા વિકાસના કારણે આ સફળતા મળી છે.

અમરાઈવાડી વોર્ડમાં કોંગ્રેસને મોટું નુકસાન

April 28, 2026 12:33 pm

અમરાઈવાડી વોર્ડમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. ગત ચૂંટણીમાં અહીં કોંગ્રેસ પાસે એક બેઠક હતી, પરંતુ આ વખતે ભાજપે આખી પેનલ અંકે કરી છે. વિજેતા ઉમેદવારોએ વિકાસ કાર્યોને અવિરત ચાલુ રાખવાની ખાતરી આપી છે.

ઈસનપુર વોર્ડમાં ભાજપની પેનલનો વિજય

April 28, 2026 12:33 pm

અમદાવાદના ઈસનપુર વોર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્ય વિજય થયો છે. વિજેતા ઉમેદવારોએ વિસ્તારના વિકાસ માટેના લક્ષ્યાંકો જાહેર કરતા જણાવ્યું કે, તેઓ આગામી સમયમાં તળાવ ડેવલપમેન્ટ અને સારા રોડ-રસ્તાના કામો પર ધ્યાન આપશે. ખાસ કરીને ગોવિંદવાડીથી આવકાર હોલ સુધી 'આઈકોનિક રોડ' બનાવવાની મહત્વકાંક્ષી યોજના પર કામ કરવાની નેમ વ્યક્ત કરી છે.

જાંબુઘોડામાં ક્લીન સ્વીપ અને ભાજપનો દબદબો

April 28, 2026 12:33 pm

પંચમહાલ જિલ્લામાં ભાજપનો ભગવો મજબૂત રીતે લહેરાયો છે. જાંબુઘોડા તાલુકાની તમામ 16 તાલુકા પંચાયત બેઠકો અને 1 જિલ્લા પંચાયત બેઠક ભાજપે કબજે કરીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે. આ ઉપરાંત શહેરા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો પર પણ ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે. કાલોલની બેઠકો પણ ભાજપના ફાળે ગઈ છે, જ્યારે હાલોલ અને મોરવા હડફમાં આમ આદમી પાર્ટીએ જૂજ બેઠકો મેળવી છે, પરંતુ મુખ્યત્વે ભાજપનું જોર યથાવત રહ્યું છે. ઘોઘંબામાં ગણતરી ધીમી હોવાથી હજુ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયું નથી.

પોલીસ અને ભાજપના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ

April 28, 2026 12:33 pm

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી દરમિયાન હોબાળો થયો હતો. પોલીસ અને ભાજપના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું છે.

બોડેલી નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ

April 28, 2026 12:26 pm

છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીની પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. યશપાલ ઠાકોર, આજનાબેન બારીયા, ગીતાબેન બારિયા અને છાંયાબેન બારીયા સહિતના તમામ ઉમેદવારો વિજેતા બન્યા છે. આ જીત સાથે બોડેલીમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકામાં ભાજપનો વિજય રથ અવિરત

April 28, 2026 12:26 pm

સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. વોર્ડ નંબર 15 માં મનીષા આહીર સહિત ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે, જેને ઉમેદવારોએ 'મોદી સાહેબના વિશ્વાસની જીત' ગણાવી છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 24 માં પણ ભાવના શાહ, માયા બારડ, કેયુર પટેલ અને રવિન્દ્ર ખેરનારની પેનલે જંગી લીડ સાથે જીત મેળવી છે. સુરતમાં અત્યાર સુધી ભાજપના 16 જેટલા ઉમેદવારો વિજયી બન્યા છે. વિજેતા ઉમેદવારોએ આ જીતને કાર્યકર્તાઓ અને વિકાસની જીત ગણાવી આગામી સમયમાં બમણા વેગથી કામ કરવાની ખાતરી આપી છે.

કમલમ ખાતે ભાજપની જીતની ઉજવણી

April 28, 2026 12:19 pm

ગાંધીનગર કમલમ ખાતે ભાજપની જીતની ઉજવણી, પ્રશાંત કોરાટ સાથે ખાસ વાતચીત

માયાભાઈ આહીરની પુત્રીનો પરાજય

April 28, 2026 12:12 pm

અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રી અને ભાજપના ઉમેદવાર સોનલબેન ડેરની આંચકાજનક હાર થઈ છે. આ પ્રતિષ્ઠાભર્યા જંગમાં કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરે 500થી વધુ મતોની સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં જાણીતા ચહેરાના પરિવારની હાર ચર્ચાનું કેન્દ્ર બની છે.

લોધીકા જિલ્લા પંચાયતમાં ધીરુભાઈ સરવૈયાના પુત્રની જીત

April 28, 2026 12:09 pm

રાજકોટ જિલ્લા પંચાયતની લોધીકા બેઠક પર ભાજપે મોટી જીત હાંસલ કરી છે. જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપભાઈ ધીરુભાઈ સરવૈયા આ બેઠક પરથી 1100 મતોની સરસાઈ સાથે વિજેતા જાહેર થયા છે. પિતાની લોકપ્રિયતા અને ભાજપના ગઢમાં દિલીપભાઈની આ જીત રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

બોડેલી નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ

April 28, 2026 12:09 pm

છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીની પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. યશપાલ ઠાકોર, આજનાબેન બારીયા, ગીતાબેન બારિયા અને છાંયાબેન બારીયા સહિતના તમામ ઉમેદવારો વિજેતા બન્યા છે. આ જીત સાથે બોડેલીમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં મોટો ઉલટફેર

April 28, 2026 12:09 pm

અમદાવાદ મહાનગરપાલિકાના ચાંદખેડા વોર્ડમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. અહીં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. આ વોર્ડમાં મોટો ઉલટફેર એ થયો છે કે, કોંગ્રેસના કદાવર નેતા અને છેલ્લા બે ટર્મથી સતત કાઉન્સિલર રહી ચૂકેલા રાજશ્રી કેસરીને હારનો સામનો કરવો પડ્યો છે. ચાંદખેડામાં કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટરની હાર અને ભાજપની પેનલની જીત એ આ ચૂંટણીનું સૌથી ચર્ચિત પરિણામ રહ્યું છે.

વિરમગામ નગરપાલિકામાં ભાજપની બહુમતી સાથે જીત

April 28, 2026 12:09 pm

વિરમગામ નગરપાલિકાની કુલ 36 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠકો પર વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે. જોકે, આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ પણ જોરદાર દેખાવ કર્યો છે અને 10 બેઠકો અંકે કરી છે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં અપક્ષોએ ગાબડું પાડતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે, પરંતુ અંતે 26 બેઠકો સાથે ભાજપે ભવ્ય વિજય નોંધાવ્યો છે.

મુખ્યમંત્રી નિવાસ્થાને પરિણામો પર રખાઈ રહી છે નજર

April 28, 2026 12:00 pm

સમગ્ર રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ની મતગણતરી હાલ ચાલુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા સંગઠનના રત્નાકરજી પરિણામો પર નજર રાખી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની એકતરફી આગેકૂચ

April 28, 2026 11:57 am

રાજકોટમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. કુલ 72 બેઠકોમાંથી 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી જાહેર થયા છે. ખાસ કરીને વોર્ડ નંબર 7 માં નેહલ શુક્લ સહિતની ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. જીતની ખુશીમાં ધારાસભ્ય રમેશ ટીલાળા અને શહેર પ્રમુખ માધવ દવે વિજય સરઘસમાં જોડાયા હતા. બીજી તરફ, વોર્ડ નંબર 10 માં સૌથી વધુ ચર્ચિત ઉમેદવાર RJ આભા (કોંગ્રેસ) ની હાર થઈ છે અને ભાજપના ઘનશ્યામ હેરભા વિજેતા બન્યા છે.

જામનગર જિલ્લા પંચાયતમાં મોટો ઉલટફેર

April 28, 2026 11:57 am

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ આહીરને જોડિયા બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. વસરામભાઈ અગાઉ કોંગ્રેસના શાસન દરમિયાન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, તેમ છતાં આ વખતે જનતાએ તેમને નકારી દીધા છે.

સુરતના કામરેજમાં આમ આદમી પાર્ટીનો દબદબો

April 28, 2026 11:57 am

સુરત જિલ્લાની કામરેજ તાલુકા પંચાયતની બેઠક નંબર 2 પર આમ આદમી પાર્ટીએ શાનદાર વિજય મેળવ્યો છે. 'આપ' ના ઉમેદવાર શારદાબેન કસાવાળાએ કોંગ્રેસના ઉમેદવારને 3700 મતોની જંગી સરસાઈથી પરાજય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ભાજપના ઉમેદવારે અગાઉ ફોર્મ ખેંચી લેતા અહીં સીધો જંગ કોંગ્રેસ અને આપ વચ્ચે હતો, જેમાં 'આપ' બાજી મારી ગઈ છે.

રાજકોટ વોર્ડ નંબર 10માં RJ આભાની હાર

April 28, 2026 11:57 am

રાજકોટનો વોર્ડ નંબર 10 સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો, જ્યાં કોંગ્રેસના સ્ટાર ઉમેદવાર RJ આભા (આભા સાવલિયા) અને ભાજપના ઘનશ્યામ હેરભા વચ્ચે સીધી ટક્કર હતી. આ પ્રતિષ્ઠાભર્યા જંગમાં RJ આભાની હાર થઈ છે અને ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. RJ આભાએ પોતાની હાર સ્વીકારી લીધી છે, જ્યારે ભાજપ છાવણીમાં આ જીતથી ખુશીનો માહોલ છવાયો છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 11:57 am

રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી એકચક્રી શાસન તરફ આગળ વધી રહી છે. કુલ 72 બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપે 24 બેઠકો પર વિજય પતાકા લહેરાવી દીધી છે. ખાસ કરીને ચર્ચિત વોર્ડ નંબર 7 માં નેહલ શુક્લ સહિત ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. જીત બાદ ધારાસભ્ય રમેશ ટીલાળા અને શહેર પ્રમુખ માધવ દવે સહિતના નેતાઓ વિજય સરઘસમાં જોડાયા હતા અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાવલ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન

April 28, 2026 11:57 am

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રાવલ નગરપાલિકામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે અને કોંગ્રેસે સત્તા કબજે કરી છે. કુલ 22 બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા 4 વોર્ડના પરિણામોમાં કોંગ્રેસે 13 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, જ્યારે ભાજપના ફાળે માત્ર 3 બેઠકો આવી છે. હજુ બાકીના વોર્ડની ગણતરી ચાલુ છે, પરંતુ કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કરી લેતા રાવલ પાલિકા પર પંજો મજબૂત થયો છે.

અમદાવાદના સૈજપુર બોઘામાં કોંગ્રેસનો પરાજય

April 28, 2026 11:57 am

અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ હારી ગઈ છે. હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર ભાવિક સોલંકીએ સંયમિત પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેઓ જનતાના ચુકાદાને સ્વીકારે છે. તેમણે મતદારોનો આભાર માનતા કહ્યું કે, પરિણામ ગમે તે આવ્યું હોય પણ તેઓ ભવિષ્યમાં પણ લોકોના પ્રશ્નો માટે લડત ચાલુ રાખશે.

ઈસનપુર વોર્ડમાં ભાજપની શાનદાર જીત

April 28, 2026 11:48 am

ઈસનપુર વોર્ડમાં ભાજપની શાનદાર જીત થઈ છે. વિજેતા ઉમેદવારોએ જણાવ્યા આગામી વિકાસના કામો અને મહિલા સુરક્ષાના પ્લાન!

AAP નેતા મનોજ સોરઠિયાની હાર

April 28, 2026 11:47 am

સુરત મહાનગરપાલિકા પરિણામ: વોર્ડ નં. 4 માં AAP નેતા મનોજ સોરઠિયાની હાર

ઉનામાં લોકગાયિકા રાજલ બારોટ સહિત ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય.

April 28, 2026 11:35 am

ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની વિજયકૂચ જારી છે. વોર્ડ નંબર 7 માં ભાજપની આખી પેનલે શાનદાર પ્રદર્શન કરતા ચારેય બેઠકો કબજે કરી લીધી છે. વિજેતા ઉમેદવારોમાં રાજલબેન બારોટ 2313 મતો સાથે મોખરે રહ્યા છે, જ્યારે કિરણબેન બાંભણીયાએ 2243, પરેશભાઈ બાંભણીયાએ 2159 અને કેયુર મૈયાએ 2091 મતો મેળવી વિજય મેળવ્યો છે. ભાજપની આ ક્લીન સ્વીપથી સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના જોધપુરમાં ભાજપની પેનલ વિજેતા

April 28, 2026 11:33 am

અમદાવાદ મહાનગરપાલિકાના જોધપુર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલે ભવ્ય જીત હાંસલ કરી છે. વિજેતા ઉમેદવારોએ જનતા અને પક્ષના સંગઠનનો આભાર માનતા જણાવ્યું હતું કે, લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે તેના પર તેઓ ખરા ઉતરશે. તેમણે આગામી સમયમાં વિકાસના કામોને વધુ ગતિ આપવાની અને વિસ્તારના પ્રશ્નો ઉકેલવાની નેમ વ્યક્ત કરી હતી.

મહુવામાં કોંગ્રેસની પેનલનો વિજય

April 28, 2026 11:33 am

ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકામાં કોંગ્રેસે મજબૂત પકડ દર્શાવી છે. અહીંના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે, જેમાં આરીફભાઈ કલાણીયા, ઈરમબેન સમા, ભરતભાઈ બારૈયા અને અજુબેન બોરીચાનો સમાવેશ થાય છે. આ જીત સાથે મહુવા નગરપાલિકામાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અંબાજીમાં કોંગ્રેસની ક્લીન સ્વીપ

April 28, 2026 11:33 am

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા હેઠળ આવતી અંબાજીની તમામ 4 બેઠકો પર કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો છે. જેમાં જિલ્લા પંચાયતની 1 બેઠક પર જયાબેન ગઢવી અને તાલુકા પંચાયતની અંબાજી તથા કુંભારિયાની 3 બેઠકો પર રવિ સોલંકી, અરુણાબેન અગ્રવાલ અને રામીબેન ખરાડી વિજેતા જાહેર થયા છે. વિજેતા ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે આ જીતને જનતાનો વિશ્વાસ ગણાવી લોકોના કામ કરવાની ખાતરી આપી હતી.

પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર

April 28, 2026 11:27 am

જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. અત્યંત રસાકસીભરી આ ચૂંટણીમાં ભૂપત ભાયાણી આશરે 1500 જેટલા મતોના અંતરથી હારી ગયા છે. પૂર્વ ધારાસભ્ય હોવા છતાં અને ભાજપની ટિકિટ પર લડ્યા હોવા છતાં તેમને મળેલી આ હાર સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

Ahmedabad ના Gota વોર્ડમાં ભાજપનો વિજય

April 28, 2026 11:21 am

Ahmedabad Municipal Corporation (AMC) ના Gota વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે.

Surat માં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ

April 28, 2026 11:21 am

Surat માં મત ગણતરી દરમિયાન BJP અને Congress ના કાર્યકરો સામસામે આવી ગયા હતા.

પાદરામાં કોંગ્રેસની જીત

April 28, 2026 11:18 am

વડોદરા જિલ્લાની પાદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે સફળતા મેળવી છે. પાદરા તાલુકાની આંતી પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મલેક શબ્બીરભાઈ અહેમદભાઈનો વિજય થયો છે. આ બેઠક પર જીત સાથે કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી છે.

રાજકોટના ધોરાજીમાં ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 11:18 am

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જિલ્લા પંચાયતની મતગણતરીના પરિણામો સામે આવ્યા છે. ધોરાજીની મોટી મારડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર અંજુબેન મનસુખભાઈ મુછડીયાની શાનદાર જીત થઈ છે. ધોરાજી તાલુકાની કુલ 2 જિલ્લા પંચાયત બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપે 1 બેઠક પર ખાતું ખોલાવી લીધું છે. જીતની સત્તાવાર જાહેરાત થતા જ ભાજપ છાવણીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો.

આણંદ મનપામાં ભાજપનો દબદબો

April 28, 2026 11:18 am

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મજબૂત દેખાવ કર્યો છે. વોર્ડ નંબર 7 માં ભાજપના બે ઉમેદવારો વિજયી થયા છે. ભાજપના ઉમેદવાર પ્રભાત પ્રજાપતિએ 3320 મતોની મોટી સરસાઈથી વિજય મેળવ્યો છે, જ્યારે મયુર પટેલ 1488 મતોથી વિજેતા જાહેર થયા છે. આ વિજય સાથે આણંદ શહેરમાં ભાજપનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે.

બોટાદની પાટી બેઠક પર ભાજપનો વિજય

April 28, 2026 11:10 am

બોટાદ તાલુકા પંચાયતની પાટી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કીરીટભાઈ પરમારે જીત હાંસલ કરી છે. આ જીત સાથે બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે.

નવસારીના વાંસદામાં કોંગ્રેસની જીત

April 28, 2026 11:10 am

નવસારી જિલ્લાની વાંસદા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. અહીંની રૂપવેલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. વાંસદાની કુલ 28 બેઠકોમાંથી અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ 4 અને કોંગ્રેસ 2 બેઠકો પર વિજયી બની છે.

પંચમહાલમાં રામેશરા અને ખાબડા બેઠક પર ભાજપ

April 28, 2026 11:10 am

પંચમહાલ જિલ્લામાં ભાજપનો વિજયી સિલસિલો યથાવત છે. હાલોલ તાલુકાની રામેશરા બેઠક પર ચેતનસિંહ સોલંકી અને મોરવા હડફ તાલુકાની ખાબડા બેઠક પર ખુમાનસિંહ પટેલ ભાજપની ટિકિટ પર વિજેતા થયા છે.

વેરાવળમાં કોંગ્રેસની પેનલ અને ગીર ગઢડામાં ભાજપ

April 28, 2026 11:10 am

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં યુવા ઉમેદવાર બશીર ગોહેલ સહિત કોંગ્રેસની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. વોર્ડ 1 અને 2 ની ગણતરી પૂર્ણ થતા અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બંનેના ફાળે 4-4 બેઠકો આવી છે. બીજી તરફ, ગીર ગઢડા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપે 7 બેઠકો અંકે કરી છે, જેમાં ગીર ગઢડા-2 બેઠક પર કિશોરભાઈ જોળીયા 376 મતે વિજયી થયા છે.

Karamsad-Anand માં ભાજપનો વિજય

April 28, 2026 11:07 am

Karamsad-Anand Municipal Corporation ના Ward No. 10 માં ભાજપનો ભવ્ય વિજય થયો છે.

Ahmedabad ના Navrangpura માં ભાજપનો દબદબો

April 28, 2026 11:07 am

Ahmedabad Municipal Corporation (AMC) ના Navrangpura વોર્ડમાં ચાર રાઉન્ડ બાદ ભાજપની આખી પેનલ આગળ ચાલી રહી છે.

સુરેન્દ્રનગરના સાયલામાં ભાજપની જીત

April 28, 2026 10:59 am

સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા તાલુકા પંચાયતમાં ભાજપની આગેકૂચ ચાલુ છે. અહીંની ધજાળા‌ અને ધાંધલપુર બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવીને વિરોધ પક્ષોને પછડાટ આપી છે.

મોરબી, આણંદ અને બોટાદમાં મિશ્ર પરિણામો

April 28, 2026 10:59 am

મોરબી જિલ્લા પંચાયતની બગથળા બેઠક પર કોંગ્રેસના સતીશ મેરજાએ ભાજપના અનિલ વડાવિયાને હરાવીને જીત મેળવી છે. આણંદ જિલ્લાની પેટલાદ તાલુકા પંચાયતની માણેજ બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં અપક્ષ ઉમેદવાર અમિતાબેન 1993 મતો સાથે વિજેતા થયા છે. બોટાદ તાલુકા પંચાયતની ભાંભણ બેઠક પર ભાજપના કિશોરભાઈ મેર વિજયી બન્યા છે.

અરવલ્લીમાં ભાજપે અનેક બેઠકો પર વિજય મેળવ્યો

April 28, 2026 10:59 am

અરવલ્લી જિલ્લામાં ભાજપે અનેક બેઠકો પર વિજય મેળવ્યો છે. સાઠંબા તાલુકા પંચાયતની પીપોદરા-9 બેઠક પર પીનલબેન પટેલ અને કઉ જિલ્લા પંચાયત બેઠક પર કંચનબેન ગાયકવાડ વિજેતા થયા છે.

સુરત અને કડોદરામાં ભાજપનો જશ્ન

April 28, 2026 10:59 am

સુરત જિલ્લાની કડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર દેખાવ કરતા આખી પેનલ અંકે કરી છે. અનિલસિંહ (952 મત), રશ્મિ ધીમ્મર (872 મત), નીતિન રાઠોડ (849 મત) અને સરલા પાટીલ (782 મત) વિજેતા જાહેર થયા છે. ભાજપની આ જીત બાદ કડોદરામાં કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.

નડિયાદમાં વોર્ડ નંબર 1 માં ભાજપની ક્લીન સ્વીપ

April 28, 2026 10:59 am

નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની આખી પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે, જેમાં પરેશભાઈ પટેલ અને ભાવિષાબેન પટેલ સહિતના ઉમેદવારો જીત્યા છે.

પંચમહાલમાં પહેલીવાર ઝાડુ ચાલ્યું

April 28, 2026 10:59 am

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલ્યું છે. હાલોલની બાસ્કા તાલુકા પંચાયત બેઠક પર ‘આપ’ ના ઉમેદવાર સાહિસ્તાબાનું કાદરઅલી મકરાણી 354 મતોથી વિજયી થયા છે.

છોટાઉદેપુર

April 28, 2026 10:59 am

બોડેલી નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલની જીત

રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની મોટી લીડ

April 28, 2026 10:47 am

રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકોના પરિણામોમાં ભાજપ જીત તરફ અગ્રેસર છે. અત્યાર સુધી જાહેર થયેલા આંકડા મુજબ, ભાજપે 20 બેઠકો પર વિજય પતાકા લહેરાવી દીધી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 4 બેઠકો ગઈ છે. રાજકોટમાં ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા માટે મજબૂત સ્થિતિમાં જણાઈ રહ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપની પેનલ ટુ પેનલ જીત

April 28, 2026 10:47 am

ભાવનગર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ચાલી રહેલી ગણતરીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 7 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. આ વોર્ડમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે અને ભાજપે ચારેય બેઠકો કબજે કરી લીધી છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં AAP નો વિજય

April 28, 2026 10:47 am

જૂનાગઢ જિલ્લા પંચાયતના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ પોતાની હાજરી નોંધાવી છે. ડુંગરપુર જિલ્લા પંચાયત બેઠક પર 'આપ' ના ઉમેદવાર કાળુભાઈ ભાદરકાએ ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ધોલેરા, ધંધુકા અને વિરમગામ અપડેટ

April 28, 2026 10:47 am

અમદાવાદ જિલ્લામાં ભાજપે મજબૂત પકડ જાળવી રાખી છે. ધોલેરા તાલુકા પંચાયતની આંબલી બેઠક અને ધંધુકા તાલુકા પંચાયતની અડવાળ બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. વિરમગામ નગરપાલિકામાં ભાજપે અત્યાર સુધી કુલ 19 બેઠકો પર જીત મેળવી છે, જોકે અહીં અપક્ષોએ પણ જોરદાર ટક્કર આપી છે. વિરમગામના વોર્ડ નંબર 4 અને 5 માં અપક્ષની આખી પેનલ વિજયી બની છે, જેના કારણે નગરપાલિકામાં અત્યાર સુધી અપક્ષોના ફાળે 8 બેઠકો ગઈ છે.

Vadodara માં ભાજપનો વિજય

April 28, 2026 10:45 am

Vadodara Municipal Corporation (VMC) ના Ward No. 4 માં BJP ની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે.

અરવલ્લી અને સાબરકાંઠા

April 28, 2026 10:41 am

અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાની આકરૂન્દ બેઠક પર ભાજપના બળવંતભાઈ ભોઈએ 3300 મતોની જંગી લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી તરફ સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર તાલુકા પંચાયતની ગઢોડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે વિજય મેળવીને પોતાની પકડ સાબિત કરી છે.

પંચમહાલમાં ભાજપની જીત અને અપક્ષનો આંચકો

April 28, 2026 10:41 am

પંચમહાલ જિલ્લામાં મિશ્ર પરિણામો જોવા મળ્યા છે. હાલોલ તાલુકાની ચાંપાનેર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના મિતલબેન પરમાર વિજેતા થયા છે. જોકે, ગોધરા તાલુકાની ઓરવાડા તાલુકા પંચાયત બેઠક પર રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં ભાજપ-કોંગ્રેસને પછાડીને અપક્ષ ઉમેદવાર અરુણાબેન વણજારાએ જીત હાંસલ કરી છે.

નવસારી અને વાપી મહાનગરપાલિકા

April 28, 2026 10:41 am

નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપે પ્રચંડ જીત મેળવી આખી પેનલ અંકે કરી છે. વાપી મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકોમાંથી ભાજપે અત્યાર સુધી 17 બેઠકો પર કબજો કર્યો છે, જેમાં વોર્ડ નંબર 1, 5, 6 અને 9 માં ભાજપની પેનલ વિજેતા થઈ છે. કોંગ્રેસે વાપીમાં લડત આપતા વોર્ડ નંબર 10 ની આખી પેનલ જીતી લીધી છે.

દાહોદ અને નડિયાદમાં ભાજપનો દબદબો

April 28, 2026 10:41 am

દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપની આખી પેનલ વિજેતા બની છે, જેમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં પણ ભાજપની આખી પેનલ વિજયી થઈ છે, જેમાં ભૂમિકાબેન પટેલ, હિરેનભાઈ પટેલ, પ્રકાશભાઈ મિસ્ત્રી અને મેઘનાબેન પટેલનો સમાવેશ થાય છે.

તાપી, છોટાઉદેપુર અને બોટાદ

April 28, 2026 10:41 am

છોટાઉદેપુરના નસવાડીમાં બગલીયા તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીના સવિતાબેન ભીલે 1441 મતોથી ભવ્ય વિજય મેળવી 'આપ'ની તાકાત બતાવી છે. તાપીના કુકરમુંડામાં મટાવલ બેઠક પર કોંગ્રેસના આદર્શભાઈ વિજેતા થયા છે. બોટાદના બરવાળા તાલુકા પંચાયતની કુંડળ બેઠક પર ભાજપના ભાવનાબેન ડેડાણીયા જીત્યા છે, અહીં કુલ 16 બેઠકોમાંથી ભાજપે 7 અને કોંગ્રેસે 2 બેઠકો મેળવી છે.

ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું

April 28, 2026 10:41 am

ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો પૈકી શરૂઆતી પરિણામોમાં ભાજપે 2 બેઠકો અંકે કરી છે. કોડીનારની આલીદર અને વેરાવળની આદ્રી જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. હાલમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સુધી કોઈ બેઠક મેળવી શક્યા નથી.

સુરેન્દ્રનગર મનપામાં ભાજપની મજબૂત આગેકૂચ

April 28, 2026 10:41 am

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપનો વિજય રથ તેજીથી આગળ વધી રહ્યો છે. વોર્ડ નંબર 6 માં ભાજપની આખી પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. કુલ 52 બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપે 11 બેઠકો પર કબજો જમાવી દીધો છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ હજુ પણ શૂન્ય પર છે.

બોટાદ અને પંચમહાલ

April 28, 2026 10:41 am

બોટાદ જિલ્લાની રાણપુર તાલુકા પંચાયતની ગુંદા બેઠક પર ભાજપના ઉમેદવાર સંગીતાબેન બાવળવા વિજયી થયા છે. રાણપુરની કુલ 18 બેઠકોમાંથી અત્યાર સુધી ભાજપે 4 બેઠકો જીતી છે, જ્યારે 1 બેઠક અન્યના ફાળે ગઈ છે. બીજી તરફ, પંચમહાલના ગોધરા તાલુકાની ગદુકપુર બેઠક પર ભાજપના સુનિતાબેન બારીયાએ જીત હાંસલ કરી છે.

ખેડાના ગળતેશ્વરમાં રસાકસી

April 28, 2026 10:41 am

ખેડા જિલ્લાની ગળતેશ્વર તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી અત્યાર સુધીના રુઝાનમાં ભાજપ 2 બેઠકો પર અને કોંગ્રેસ 1 બેઠક પર વિજયી બની છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે.

વિરમગામ નગરપાલિકામાં ભાજપનું શાસન નિશ્ચિત

April 28, 2026 10:41 am

અમદાવાદ જિલ્લાની વિરમગામ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય બહુમતી સાથે સત્તાના દ્વાર ખોલી નાખ્યા છે. મતગણતરીના શરૂઆતના તબક્કામાં વધુ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. નોંધનીય છે કે, વિરમગામમાં અગાઉ જ ભાજપની 13 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી, જેના કારણે હવે સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ નગરપાલિકામાં વિજેતા બન્યું છે.

ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતનું ખાતું ખુલ્યું

April 28, 2026 10:41 am

ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો માટે ચાલી રહેલી ગણતરીમાં ભાજપે પ્રથમ બે બેઠકો અંકે કરી છે. કોડીનાર તાલુકાની આલીદર અને વેરાવળ તાલુકાની આદ્રી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી કેસરીયો લહેરાવ્યો છે. હાલના તબક્કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ખાતા ખુલવાની રાહ જોવાઈ રહી છે.

સોશિયલ મીડિયા સ્ટાર RJ આભાની હાર

April 28, 2026 10:41 am

આ વખતની ચૂંટણીમાં એક મોટો ઉલટફેર પણ જોવા મળ્યો છે, જેમાં જાણીતા ચહેરા આર. જે. આભાનીને હારનો સામનો કરવો પડ્યો છે.

ભીલવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર કનુભેન વસાવાની જીત

April 28, 2026 10:34 am

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની ભીલવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર કનુભેન વસાવાએ જીત નોંધાવી છે, જેનાથી દક્ષિણ ગુજરાતમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે.

ગોતા, ઇસનપુર અને જોધપુર જેવા મહત્વના વોર્ડમાં ભાજપના ઉમેદવારો આગળ

April 28, 2026 10:34 am

અમદાવાદ મહાનગરપાલિકામાં ગોતા, ઇસનપુર અને જોધપુર જેવા મહત્વના વોર્ડમાં ભાજપના ઉમેદવારો મજબૂત સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે.

રાજકોટ મનપામાં ભાજપનું એકહથ્થુ શાસન તરફ પ્રયાણ

April 28, 2026 10:34 am

રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની વિજયકૂચ જારી છે. શહેરના વોર્ડ નંબર 7 માં ભાજપનો વિજય થયો છે, જ્યારે વોર્ડ નંબર 4, 10 અને 13 માં ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. જોકે, કોંગ્રેસે પણ લડત આપી છે અને વોર્ડ નંબર 16 માં કોંગ્રેસના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે.

ગોંડલ તાલુકા પંચાયત અને પાલિકામાં ભાજપનો કેસરીયો

April 28, 2026 10:34 am

ગોંડલ તાલુકા પંચાયતની ચરખડી બેઠક પર ભાજપના ઉમેદવાર પુષ્પાબેન લીલાએ પ્રચંડ જીત હાંસલ કરી છે. તેમને કુલ 2077 મત મળ્યા હતા, જ્યારે 'આપ'ના ઉમેદવારને 871 અને કોંગ્રેસને માત્ર 301 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. પુષ્પાબેન 1206 મતોની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. આ સાથે ગોંડલ નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં પણ ભાજપની પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે, જેમાં ભરતસિંહ જાડેજા અને ભરતભાઈ ઢોલરીયા સહિતના ઉમેદવારો જંગી મતોથી જીત્યા છે.

વલસાડની કલવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય

April 28, 2026 10:34 am

વલસાડની કલવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયસિંહ ઠાકોરનો વિજય થયો છે.152 મતે કોંગ્રેસના ઉમેદવારને હાર આપી.

ગીર સોમનાથ

April 28, 2026 10:34 am

કોડીનાર તાલુકા પંચાયતમાં આલિદર બેઠક પર ભાજપનો વિજય જ્યારે અરણેજ બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજય

પાલનપુર

April 28, 2026 10:24 am

પાલનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય પ્રારંભ કર્યો છે. વોર્ડ નંબર 1 માં ભાજપની આખી પેનલ વિજયી બની છે અને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. પાલનપુર પાલિકાની કુલ 44 બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપે 8 બેઠકો અંકે કરી લીધી છે, જ્યારે કોંગ્રેસ કે અન્ય પક્ષો હજુ સુધી ખાતું ખોલાવી શક્યા નથી.

અમદાવાદ મહાનગરપાલિકા

April 28, 2026 10:24 am

અમદાવાદ મહાનગરપાલિકાના જોધપુર વોર્ડમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. જોધપુર વોર્ડની તમામ બેઠકો પર ભાજપની પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. આ ઉપરાંત, સાણંદ તાલુકાની ચાંગોદર બેઠક પર ભાજપના શીલાબેન મહેશભાઈ સોલંકીએ 1640 મતો મેળવી, કોંગ્રેસના ઉમેદવારને 313 મતોની સરસાઈથી હરાવીને જીત હાંસલ કરી છે.

ગાંધીનગર

April 28, 2026 10:24 am

ગાંધીનગર જિલ્લા પંચાયતની છત્રાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન સોલંકીનો વિજય થયો છે. ગાંધીનગરની કુલ 28 બેઠકોની સ્થિતિ જોઈએ તો, 3 બેઠકો બિનહરીફ થયા બાદ અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ 2 અને કોંગ્રેસ 1 બેઠક પર વિજયી બન્યા છે.

વડોદરા મહાનગરપાલિકા

April 28, 2026 10:24 am

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપને મોટી સફળતા મળી છે. વોર્ડ નંબર 13 માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. આ ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં કોંગ્રેસના બે ટર્મના સિનિયર કોર્પોરેટર બાળુ સુર્વેને હારનો સામનો કરવો પડ્યો છે.

જામનગર

April 28, 2026 10:24 am

જામનગર મહાનગરપાલિકામાં ભાજપની વિજયકૂચ જારી છે. જામનગરના વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલે શાનદાર દેખાવ કરતા ચારેય બેઠકો કબજે કરી લીધી છે. વિપક્ષી ઉમેદવારોને હરાવીને ભાજપે આ વોર્ડમાં ક્લીન સ્વીપ કર્યું છે.

વિસાવદર (જૂનાગઢ)

April 28, 2026 10:24 am

વિસાવદરની કાલસારી જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીએ બાજી મારી છે. 'આપ' ના ઉમેદવાર રાજુભાઈ પાટડિયાએ 1021 મતોની મોટી સરસાઈથી વિજય મેળવ્યો છે. તેમણે ભાજપના વાસુદેવભાઈ નિમાવત અને કોંગ્રેસના ખીમજીભાઇ બલદાણીયાને પરાજય આપ્યો છે.

મહેસાણા (બહુચરાજી)

April 28, 2026 10:24 am

મહેસાણા જિલ્લાની બહુચરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. વિજેતા ઉમેદવારોમાં અલકાબેન પટેલ (1151 મત), છનાભાઈ પ્રજાપતિ (1082 મત), ધર્મરાજસિંહ જાડેજા (991 મત) અને મીનાબેન જોષી (967 મત) નો સમાવેશ થાય છે.

ગામડાઓમાં પક્ષોની સ્થિતિ (પાટણ, દાહોદ, મોરબી)

April 28, 2026 10:21 am

પાટણ તાલુકા પંચાયતની ધારપુર બેઠક પર ભાજપ 385 મતે વિજયી થયું છે, જ્યારે દાહોદના ઝાલોદમાં ફુલપુરા બેઠક પર ભાજપના કાંતિભાઈ વાગોણા જીત્યા છે. મોરબીના હળવદમાં તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપ અને આપ વચ્ચે બરાબરીનો જંગ જોવા મળી રહ્યો છે. નવસારીના જલાલપોરની ડાભેલ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.

વલસાડ

April 28, 2026 10:21 am

વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકા પંચાયતમાં અંભેટી અને જીરવલ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. આસોદર જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસના મનુભાઈ પઢીયારે ભાજપને હરાવીને જીત મેળવી છે.

ગીર સોમનાથ

April 28, 2026 10:21 am

ગીર સોમનાથના ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા થયા છે, જેમાં બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.

પાલીતાણા નગરપાલિકા

April 28, 2026 10:20 am

પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય થયો છે, જેમાં અગાઉ બે બેઠકો બિનહરીફ થયા બાદ હવે બાકીની બેઠકો પર પણ કમળ ખીલ્યું છે.

વડોદરા મહાનગરપાલિકા

April 28, 2026 10:20 am

વડોદરા મહાનગરપાલિકામાં મતગણતરીના ત્રીજા રાઉન્ડના અંતે વોર્ડ નંબર 7 અને 13 માં ભાજપની પેનલ મજબૂત લીડ સાથે આગળ ચાલી રહી છે.

સિદ્ધપુરના ચાંદણસર સીટ

April 28, 2026 10:20 am

સિદ્ધપુરના ચાંદણસર સીટ પર કોંગ્રેસના ભારતીબેન સેનમા 1552 મતો સાથે વિજેતા થયા છે. અમરેલીના નાના આકડીયા બેઠક પર આમ આદમી પાર્ટીના જયાબેન જાવીયાએ માત્ર 50 મતોના રસાકસીભર્યા અંતરે ભાજપને પછાડી જીત મેળવી છે. અરવલ્લીના મોડાસામાં બામણવાડ બેઠક પર કોંગ્રેસના પૂજાબેન પટેલ વિજેતા જાહેર થયા છે.

વાપી અને કરમસદ-આણંદ મનપા અપડેટ

April 28, 2026 10:20 am

વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં કોંગ્રેસે ગાબડું પાડીને આખી પેનલ સાથે ખાતું ખોલાવ્યું છે, જેમાં દિગ્ગજ નેતા પીરુ મકરાણીનો પણ વિજય થયો છે. બીજી તરફ, આણંદ-કરમસદ મનપાના વોર્ડ નંબર 7 માં ભાજપના મયુર પટેલ અને પ્રભાત પ્રજાપતિએંગી મતોની સરસાઈ સાથે જીત હાંસલ કરી છે.

પંચમહાલ અને શહેરા નગરપાલિકામાં ભાજપનો દબદબો

April 28, 2026 10:20 am

પંચમહાલના શહેરા નગરપાલિકામાં ભાજપનો વિજયી રથ આગળ વધી રહ્યો છે. વોર્ડ નંબર 3 માં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે, જેમાં અનુબેન શાહ, વિવેક પંચાલ, હિતેશ પરમાર અને ગીતાબેન સોલંકીનો સમાવેશ થાય છે. તેવી જ રીતે વોર્ડ નંબર 4 માં પણ ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે, જેમાં બે મહિલા ઉમેદવારો બિનહરીફ થયા હતા.

સમર્થકોએ અનોખી રીત અપનાવી

April 28, 2026 10:20 am

શીતલબેનની આ જીતને વધાવવા માટે તેમના સમર્થકોએ અનોખી રીત અપનાવી હતી

ગોંડલ નગરપાલિકામાં ભાજપની જીત અને અનોખી ઉજવણી

April 28, 2026 10:12 am

ગોંડલ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભાજપનો કેસરીયો લહેરાયો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર શીતલબેન કોટડીયા વિજેતા જાહેર થયા છે. શીતલબેનની આ જીતને વધાવવા માટે તેમના સમર્થકોએ અનોખી રીત અપનાવી હતી

વાપીમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા

April 28, 2026 10:12 am

વાપી મહાનગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસે ચોંકાવનારું પ્રદર્શન કર્યું છે. વાપીના વોર્ડ નંબર 10 માં કોંગ્રેસના તમામ ઉમેદવારોની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં કોંગ્રેસે ગાબડું પાડીને મજબૂત હાજરી નોંધાવી છે, જે વિપક્ષ માટે રાહતના સમાચાર છે.

કલોલ નગરપાલિકામાં ભાજપનો વિજય

April 28, 2026 10:12 am

કલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત શરૂઆત કરી છે. મતગણતરીના અંતે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. આ બેઠકો પર જીત સાથે ભાજપે કલોલમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Visavadar માં AAP નો વિજય

April 28, 2026 10:09 am

Visavadar માં AAP નો વિજય: Visavadar Taluka Panchayat ની Baradiya બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.

ગણદેવી નગરપાલિકામાં ભાજપે વિપક્ષના સુપડા સાફ કર્યા

April 28, 2026 10:07 am

ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ અકલ્પનીય વિજય મેળવીને સમગ્ર શહેરમાં ભગવો લહેરાવી દીધો છે. પાલિકાના તમામ 6 વોર્ડની કુલ 24 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ભવ્ય જીત નોંધાવી છે. વિપક્ષ અને અપક્ષ ઉમેદવારોને કારમી હાર આપીને ભાજપે તમામ 24 બેઠકો અંકે કરી ક્લીન સ્વીપ કર્યું છે. આ પ્રચંડ જીત સાથે ગણદેવી પાલિકામાં ભાજપનું એકહથ્થુ શાસન સ્થપાયું છે.

મહીસાગરના કોઠંબા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું વર્ચસ્વ

April 28, 2026 10:07 am

મહીસાગર જિલ્લાની કોઠંબા તાલુકા પંચાયતની ભોજા બેઠક પર કોંગ્રેસે જીતનો સ્વાદ ચાખ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર રાધાબેન પટેલીયાએ શાનદાર પ્રદર્શન કરતા વિજય મેળવ્યો છે. મતોની વિગત જોઈએ તો, કોંગ્રેસના ઉમેદવારને કુલ 1083 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે લડી રહેલા ભાજપના ઉમેદવારને 683 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આમ, કોંગ્રેસે આ બેઠક પર ભાજપને હરાવીને વિજયધ્વજ લહેરાવ્યો છે.

ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં આમ આદમી પાર્ટીનું શાનદાર પ્રદર્શન

April 28, 2026 10:05 am

ધારીના વોર્ડ નંબર 1 માં 'આપ' ના ઉમેદવારોએ મજબૂત પકડ જમાવીને 3 બેઠકો અંકે કરી છે, જ્યારે ભાજપને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ આ વોર્ડમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.

Surat માં Kavya Kathiria ની આગેકૂચ

April 28, 2026 10:02 am

Surat Municipal Corporation ના Ward No. 3 માં Alpesh Kathiria ના પત્ની Kavya Kathiria અત્યારે મતોની ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે.

Limkheda માં AAP નો દબદબો

April 28, 2026 10:02 am

Limkheda Taluka Panchayat ની Chedia બેઠક પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે.

Vansda માં કોંગ્રેસનો વિજય

April 28, 2026 9:59 am

Vansda Taluka Panchayat ની Anklach બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.

Sutrapada માં ભાજપનો વિજય

April 28, 2026 9:59 am

Sutrapada Taluka Panchayat ની Dhamlej-1 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.

Raju Karpada ની આગેકૂચ

April 28, 2026 9:59 am

Muli-2 બેઠક પર ભાજપના ઉમેદવાર Raju Karpada અત્યારે મતોની ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટ જસદણ તાલુકા પંચાયતનું પરિણામ જાહેર

April 28, 2026 9:59 am

રાજકોટ જિલ્લાની જસદણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે, જેમાં આંબરડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઇલાબેન બાલાભાઈ મકવાણાએ જીત હાંસલ કરી કેસરીયો લહેરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જસદણ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેના પરિણામો પર અત્યારે સૌની નજર ટકેલી છે.

RJ Abha Desai પાછળ

April 28, 2026 9:59 am

જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર RJ Abha Desai આ ચૂંટણીમાં પાછળ ચાલી રહ્યા છે.

Rajkot માં ભાજપનો દબદબો

April 28, 2026 9:59 am

Rajkot ના વોર્ડ નં-10 માં અત્યારે ભાજપની આખી પેનલ આગળ ચાલી રહી છે.

રાજકોટમાં કોંગ્રેસનો દબદબો

April 28, 2026 9:49 am

રાજકોટ મનપાના વોર્ડ નંબર 16 માં મતગણતરીના પ્રથમ તબક્કાના અંતે કોંગ્રેસના તમામ ઉમેદવારો હરીફ પક્ષો કરતા આગળ ચાલી રહ્યા છે

સુરતમાં રસાકસી , અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા પટેલ લીડમાં

April 28, 2026 9:49 am

સુરત મહાનગરપાલિકામાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા પટેલ સરસાઈ ભોગવી રહ્યા છે, જ્યારે સુરતના જ વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલ મજબૂત સ્થિતિમાં છે

બેલેટ પેપરના પરિણામોમાં ભાજપના ઉમેદવારો હરીફ પક્ષો કરતા આગળ

April 28, 2026 9:40 am

મતગણતરીના શરૂઆતના તબક્કે બેલેટ પેપરના પરિણામોમાં ભાજપના ઉમેદવારો હરીફ પક્ષો કરતા આગળ નીકળી રહ્યા છે

ગાંધીનગરમાં મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ

April 28, 2026 9:44 am

ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું છે, જ્યાં મંજુલાબેને 1374 મતોની સરસાઈ સાથે શાનદાર જીત હાંસલ કરી છે.

સિદ્ધપુર

April 28, 2026 9:41 am

સિદ્ધપુર પાલિકાના વોર્ડ 1માં ભાજપનો ભગવો લહેરાયો

મહેસાણા

April 28, 2026 9:41 am

મહેસાણા મહાનગરપાલિકાની મતગણતરીમાં વોર્ડ નંબર 1 અને 6 માં ભાજપના ઉમેદવારો હરીફ પક્ષો કરતા આગળ ચાલી રહ્યા છે

તાલાલા પાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપે શાનદાર દેખાવ કર્યો

April 28, 2026 9:40 am

તાલાલા પાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે અને તમામ 4 બેઠકો પર જીત હાંસલ કરી છે

ઈવીએમ મશીનો દ્વારા મતો ગણવાની પ્રક્રિયા શરુ

April 28, 2026 9:40 am

ગાંધીનગર જિલ્લામાં ટપાલ મતોની ગણતરી પૂર્ણ થયા બાદ હવે ઈવીએમ મશીનો દ્વારા મતો ગણવાની પ્રક્રિયા ગતિમાં છે

બેલેટ પેપરના પરિણામોમાં ભાજપના ઉમેદવારો હરીફ પક્ષો કરતા આગળ

April 28, 2026 9:40 am

મતગણતરીના શરૂઆતના તબક્કે બેલેટ પેપરના પરિણામોમાં ભાજપના ઉમેદવારો હરીફ પક્ષો કરતા આગળ નીકળી રહ્યા છે

April 28, 2026 9:40 am

રાજકોટના વોર્ડ નંબર 7 માં બેલેટ પેપરની ગણતરી દરમિયાન નેહલ શુકલની પેનલ અત્યારે સરસાઈ મેળવી રહી છે

રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી

April 28, 2026 9:40 am

રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે જેમાં વોર્ડ નંબર 16 ની ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે

ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો ભગવો લહેરાયો

April 28, 2026 9:40 am

ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો ભગવો લહેરાયો છે અને આખી પેનલ વિજેતા જાહેર થઈ છે

અડાલજ બેઠક પર ભાજપનો દબદબો ર

April 28, 2026 9:40 am

ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે અને 5600 મતોની મોટી સરસાઈ સાથે વિજય મેળવ્યો છે

ચૂંટણી પરિણામ અગાઉ અલ્પેશ કથિરીયાનું નિવેદન

April 28, 2026 9:34 am

સુરત મહાનગરપાલિકાના પરિણામો જાહેર થાય તે પૂર્વે પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ ભાજપની જીત અંગે મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જનતા તરફથી જે પ્રકારનું પ્રચંડ સમર્થન મળ્યું છે તે જોતા પાલિકામાં ભાજપનું બોર્ડ બનવું નિશ્ચિત છે અને સાંજ સુધીમાં સમગ્ર શહેરમાં કેસરીયો લહેરાશે. વધુમાં તેમણે વિપક્ષના મેયર બનવાના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, વિપક્ષી નેતાઓના નિવેદનો માત્ર 'જોક્સ' સમાન છે અને સાંજ સુધીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

દાંતીવાડામા ભાજપના ઉમેદવારની જંગી લીડથી જીત

April 28, 2026 9:26 am

બનાસકાંઠાના દાંતીવાડામાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે. દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર મોટી બેઠક પર ભાજપના ઉમેદવાર વનારસિંહ વાઘેલાનો શાનદાર વિજય થયો છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી સામે 704 મતોની નોંધપાત્ર લીડ મેળવીને આ બેઠક અંકે કરી છે.

વાપીમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય

April 28, 2026 9:26 am

વાપીમાં ભાજપે વિજયી પ્રારંભ કરતા વોર્ડ નંબર 9માં પોતાની આખી પેનલને જીતાડીને ખાતું ખોલાવ્યું છે. આ વિજેતા પેનલમાં ટીનાબેન ભુપેન્દ્રભાઇ હળપતિ (અનુસૂચિત આદિજાતિ સ્ત્રી), મિતલબેન કુંજલ શાહ (સામાન્ય સ્ત્રી), વિપુલચંદ્ર લાલુભાઈ પટેલ (પછાતવર્ગ) અને મિતેષ નવનીતલાલ દેસાઇ (સામાન્ય)નો સમાવેશ થાય છે. ભાજપના આ ભવ્ય વિજયથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાદરામાં ત્રિસ્તરીય મતગણતરીનો પ્રારંભ

April 28, 2026 9:26 am

પાદરા ખાતે એમ.કે. અમીન કોલેજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નગરપાલિકાના 5 વોર્ડની 15 બેઠકો માટે પાંચ રાઉન્ડમાં ગણતરી યોજાશે, જ્યારે તાલુકા પંચાયતની 26 બેઠકો માટે બે અલગ વિભાગોમાં અનુક્રમે 16 અને 17 રાઉન્ડમાં મતોની ગણતરી કરવામાં આવી રહી છે. આ સાથે જિલ્લા પંચાયતની છ બેઠકો માટે પણ અલગ વિભાગમાં એકસાથે ગણતરી હાથ ધરાઈ છે, જેને પગલે કેન્દ્ર પર સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.

સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતગણતરી શરૂ

April 28, 2026 9:12 am

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં વહીવટી તંત્ર દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા છે. કડક સુરક્ષા ઘેરા વચ્ચે મતપેટીઓ અને ઈવીએમ મશીનોને ગણતરી હોલ સુધી લાવવામાં આવ્યા છે, જેને પગલે મતગણતરી કેન્દ્રો પર ભારે ચહલપહલ અને રાજકીય ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવી છે અને ગણતરીના કલાકોમાં જ હાર-જીતનો પ્રાથમિક ટ્રેન્ડ અને પરિણામની દિશા સ્પષ્ટ થઈ જશે.

ગાંધીનગરમાં બેલેટ પેપરની ગણતરીનો પ્રારંભ

April 28, 2026 9:08 am

ગાંધીનગર જિલ્લા પંચાયતની મતગણતરી માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમ ખુલ્યા બાદ બેલેટ પેપરની પેટીઓને સુરક્ષિત રીતે ગણતરી હોલ સુધી લાવવામાં આવી હતી. નિયમ મુજબ સૌથી પહેલા બેલેટ પેપર (ટપાલ મત)ની ગણતરી શરૂ કરવામાં આવી છે, ત્યારબાદ મશીનો દ્વારા મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.

બનાસકાંઠાના દાંતામાં ગણતરી પૂર્વે ઘર્ષણ

April 28, 2026 9:08 am

બનાસકાંઠાના દાંતામાં મતગણતરી શરૂ થાય તે પહેલા આદર્શ નિવાસી આશ્રમ શાળાના ગેટ પર ભારે હોબાળો અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. હેમરાજ રાણા નામના વ્યક્તિ મતગણતરી સેન્ટરની અંદર ગયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જોકે, હેમરાજ રાણા અંદર હોવાના કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા અને પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવતા હાલ મતગણતરી શાંતિપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવી છે.

સુરતમાં વિપક્ષનો મેયર બેસવાનો આશાવાદ

April 28, 2026 9:08 am

સુરતમાં પાલિકાની ચૂંટણીના પરિણામોને લઈને રાજકીય પક્ષોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ દાવો કર્યો છે કે જનતા સત્તા પક્ષથી કંટાળી ગઈ છે અને આ વખતે પરિવર્તન નિશ્ચિત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામોનું ફળ આજે મળશે અને સુરત પાલિકામાં વિપક્ષનો મેયર બેસશે. લોકોના સતત આવી રહેલા ફોન કોલ્સ ઉમેદવારોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

આણંદમાં પોલીસ બંદોબસ્ત અને સ્ટ્રોંગરૂમની પ્રક્રિયા

April 28, 2026 9:08 am

આણંદ જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોના પરિણામોને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. એમ.બી. પટેલ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે, જેને પગલે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતગણતરીની પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમામ ઉમેદવારોને સ્ટ્રોંગરૂમ ખાતે બોલાવવામાં આવ્યા હતા, જેથી તેમની હાજરીમાં પારદર્શક રીતે આગળની કાર્યવાહી હાથ ધરી શકાય.

અમદાવાદ કલેક્ટર સુજીત કુમારનું નિવેદન

April 28, 2026 9:08 am

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારના જણાવ્યા અનુસાર, મતગણતરી માટે એલ.ડી. એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ ખાતે કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં ચૂંટણી સ્ટાફની નિમણૂક કરી તેમને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. દરેક વિભાગમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે અને સુચારૂ મતગણતરી માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવાઈ હોવાનું કલેક્ટરે ઉમેર્યું હતું.

કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

April 28, 2026 9:01 am

કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય હવે જનતા અને ભગવાનના હાથમાં છે.

રાજકોટમાં મહાનગરપાલિકાની ગણતરી

April 28, 2026 9:01 am

રાજકોટમાં 18 વોર્ડની મતગણતરી માટે 6 ઝોન બનાવીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટમાં બપોર સુધીમાં મોટાભાગની બેઠકોનું પરિણામ સ્પષ્ટ થવાની સંભાવના છે.

સુરેન્દ્રનગરમાં 30થી વધુ સ્થળો પર ગણતરીનો પ્રારંભ

April 28, 2026 9:01 am

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 339 બેઠકો માટે સવારે 9 વાગ્યાથી 30થી વધુ સ્થળોએ મતગણતરી શરૂ થશે, જેમાં ગત 26 એપ્રિલના રોજ સરેરાશ 63% મતદાન નોંધાયું હતું. મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે આર્ટસ કોલેજ અને જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે મહિલા ITI ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 939 ઉમેદવારોના ભાવિ આજે સ્પષ્ટ થશે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બપોર સુધીમાં હાર-જીતનું ચિત્ર સામે આવી જશે.

નવસારીમાં વહીવટી તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા

April 28, 2026 9:01 am

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા 8 અલગ-અલગ સ્થળોએ મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં અને ગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તંત્ર તૈયાર છે.

રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થા

April 28, 2026 8:19 am

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની મતગણતરી માટે સમગ્ર વહીવટી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેમાં ગણતરીની કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે 6 ઝોન બનાવવામાં આવ્યા છે. દરેક ઝોનમાં 3-3 વોર્ડના મતોની ગણતરી કરવામાં આવશે અને એવી સંભાવના છે કે બપોર સુધીમાં તમામ વોર્ડના પરિણામો જાહેર થઈ જશે. ક્રાઈમ DCP જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે સુરક્ષા અને માહોલ

April 28, 2026 8:19 am

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 1 DCP, 2 ACP અને 13 PI સહિત અંદાજે 600 જેટલા પોલીસકર્મીઓ તૈનાત છે. ઉમેદવારોની જીત બાદ સરઘસ અને ઉજવણી માટે વિશેષ શાખા અને સ્થાનિક પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંગે ઝોન 1 ના DCP ડૉ. હર્ષદ પટેલે માહિતી આપી હતી. કોલેજ ખાતે વિવિધ પક્ષના ઉમેદવારો પહોંચી રહ્યા છે, જેમાં સૈજપુર બોઘા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ભાવિક સોલંકી અને વસ્ત્રાલ વોર્ડના ભાજપના ઉમેદવાર પરેશ પટેલે પોતાની જીતનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

નર્મદા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ

April 28, 2026 8:19 am

નર્મદા જિલ્લામાં આજે 22 જિલ્લા પંચાયત, 102 તાલુકા પંચાયત અને 26 નગરપાલિકાની બેઠકોનું પરિણામ જાહેર થશે, જેના માટે 6 તાલુકા મથકો પર મતગણતરી કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં પંચાયતો માટે અંદાજે 84% અને રાજપીપલા નગરપાલિકામાં 75.66% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. સવારે 8 વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ 9 વાગ્યાથી ઈવીએમ મશીનના મતોની ગણતરી શરૂ કરી પરિણામો સ્પષ્ટ કરવામાં આવશે.

અરવલ્લી જિલ્લામાં પરિવર્તન કે પુનરાવર્તનની લડાઈ

April 28, 2026 8:19 am

અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયતની 30, તાલુકા પંચાયતની 140 અને નગરપાલિકાની 42 બેઠકો માટે વિવિધ રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોડાસા, બાયડ અને ભિલોડા સહિતના વિવિધ કેન્દ્રો પર 6124 જેટલા સ્ટાફના કર્મચારીઓ કાર્યરત છે અને સુરક્ષા માટે 1500 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં પંચાયતો અને પાલિકાના ભાવિ નક્કી કરવા માટે કુલ 585 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેમનું નસીબ આજે જાહેર થનારા પરિણામો પર ટકેલું છે.

સુરતમાં પક્ષપલટા બાદ પ્રથમ મોટી કસોટી

April 28, 2026 7:53 am

સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે આજે 483 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે. 2021 ની સરખામણીએ આ વખતે મતદાનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. સવારે 8:00 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થનારી મતગણતરી બપોર સુધીમાં સુરતના નવા 'સરકાર' કોણ બનશે તે નક્કી કરી નાખશે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની મત ગણતરી

April 28, 2026 7:53 am

ગાંધીનગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં જિલ્લા પંચાયતની 25 બેઠકો સહિત કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓના ભાવિ નક્કી થશે.

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાનો સંગ્રામ

April 28, 2026 7:53 am

રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજકોટના કુલ 18 વોર્ડની મતગણતરી માટે 6 ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક ઝોનમાં 3-3 વોર્ડની ગણતરી એકસાથે કરવામાં આવશે

અમદાવાદ

April 28, 2026 7:53 am

અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી માટે બે મુખ્ય કેન્દ્રો નક્કી કરાયા છે: એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ. આ બંને સ્થળોએ 24-24 વોર્ડની ગણતરી થશે. સવારથી જ ઉમેદવારો અને તેમના ટેકેદારો કેન્દ્રો પર પહોંચવા લાગ્યા છે.

વડોદરા

April 28, 2026 7:53 am

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 390 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 940 ઉમેદવારો મેદાનમાં છે. વડોદરા મહાનગરપાલિકાની ગણતરી પોલીટેકનિક કોલેજ ખાતે થશે. સુરક્ષા માટે 2,000 પોલીસ જવાનો તૈનાત છે.

જામનગર

April 28, 2026 7:53 am

જામનગરમાં મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો, જિલ્લા પંચાયતની 23 બેઠકો, તાલુકા પંચાયતની 108 બેઠકો અને સિક્કા નગરપાલિકાની 28 બેઠકો માટે ગણતરી થશે. મહાનગરપાલિકા માટે હરિયા કોલેજ અને જિલ્લા પંચાયત માટે ઓસવાલ સેન્ટર ખાતે વ્યવસ્થા કરાઈ છે.

કચ્છ અને ગાંધીધામ

April 28, 2026 7:53 am

કચ્છમાં જિલ્લા પંચાયતની 37 બેઠકો અને ગાંધીધામ મહાનગરપાલિકાની 51 બેઠકો માટે ગણતરી થશે. ભુજ 38, માંડવી 36, મુંદ્રા 28 અને નખત્રાણા 26 નગરપાલિકાઓના પરિણામ પણ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં કુલ 26 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

સુરતમાં પક્ષપલટા બાદ પ્રથમ મોટી કસોટી

April 28, 2026 7:53 am

સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે આજે 483 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે. 2021 ની સરખામણીએ આ વખતે મતદાનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

ભાવનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગનું આજે પરિણામ

April 28, 2026 6:58 am

આજે સવારે 9:00 AM થી વિદ્યાનગર સ્થિત GEC અને BPTI કોલેજ ખાતે અલગ-અલગ 4 ઝોનમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.શહેરના 13 વોર્ટની કુલ 52 સીટ પર ચૂંટણી લડી રહેલા 150 ઉમેદવારોનું ભાવિ આજે સ્પષ્ટ થશે. ત્યારે ભાવનગરમાં ભાજપનું 30 વર્ષનું શાસન જળવાઈ રહેશે કે કોંગ્રેસ અને અન્ય પક્ષો ગાબડું પાડવામાં સફળ થશે, તેના પર સૌની નજર છે.

કચ્છ જિલ્લામાં આજે વિવિધ સ્થાનિક સ્વરાજ્ય માટે મત ગણતરી

April 28, 2026 6:58 am

કચ્છમાં આજે જિલ્લા પંચાયતની 37, ગાંધીધામ મહાનગરપાલિકાની 51, અને વિવિધ નગરપાલિકાઓ (ભુજ, મુંદ્રા, માંડવી, નખત્રાણા) ની કુલ 128 થી વધુ બેઠકો માટે મતગણતરી થશે. જો કે, ગણતરી શરૂ થાય તે પહેલા જ જિલ્લાની કુલ 26 સીટ પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જે ભાજપ માટે શરૂઆતની લીડ સમાન છે.સમગ્ર જિલ્લામાં સવારે 9:00 AM થી પારદર્શક રીતે મતગણતરી શરૂ કરવામાં આવશે .

This Live Blog has Ended
Advertisement

.

×