Gujarat Medical College : રાજ્યમાં મેડિકલનો અભ્યાસ હવે વધુ મોંઘો થયો, 19 મેડિકલ કોલેજની ફીમાં વધારો
- રાજ્યમાં 19 મેડિકલ કોલેજની ફીમાં વધારો (Gujarat Medical Colleges)
- FRC એ મેડિકલ કોલેજની ફીમાં વધારો કર્યો
- ફીમાં 8 થી 12 ટકા સુધીનો જંગી વધારો ઝીંકાયો
- અમદાવાદની નરેન્દ્ર મેડિકલ કોલેજની ફીમાં 2.76 લાખનો વધારો
Gujarat Medical College : રાજ્યમાં મેડિકલનાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતા વધારે એવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 19 મેડિકલ કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. FRC એ મેડિકલ કોલેજની ફીમાં 8 થી 12 ટકા સુધીનો જંગી વધારો ઝીંકાયો હોવાની માહિતી છે. અમદાવાદની નરેન્દ્ર મોદી કોલેજની (Narendra Modi Medical College) ફીમાં 2.76 લાખનો વધારો કરાયો હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Rajkot માં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, 3 પુરુષ અને 4 સ્ત્રીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ
રાજ્યની 19 મેડિકલ કોલેજની ફીમાં વધારો કરાયો
રાજ્યમાં મેડિકલનો અભ્યાસ હવે વધુ મોંઘો થયો છે. કારણ કે, રાજ્યની 19 મેડિકલ કોલેજની (Gujarat Medical College) ફીમાં વધારો કરાયો છે. માહિતી અનુસાર, FRC એ મેડિકલ કોલેજની ફીમાં 8 થી 12 ટકા સુધીના વધારાને મંજૂરી અપાઈ છે. અમદાવાદની (Ahmedabad) નરેન્દ્ર મોદી કોલેજની ફીમાં રૂ. 2.76 લાખનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની 1 વર્ષની ફી 23 લાખથી વધારીને રૂ. 25.76 લાખ સુધી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Gujarat Rain Ambalal Patel : રાજ્યમાં વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી સામે આવી
સરકારી ક્વોટામાં 2 કોલેજની ફી રૂ.8.30 લાખ વધીને રૂ. 11.20 લાખ કરાઈ
ઉપરાંત, સરકારી ક્વોટાની વાત કરીએ તો સરકારી ક્વોટામાં 2 કોલેજની ફી રૂ. 8.30 લાખથી વધીને રૂપિયા 11.20 લાખ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હસ્તકની મેડિકલ કોલેજમાં સૌથી વધારે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, રાજ્યમાં હાલ માત્ર 6 જ સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ છે અને 13 અર્ધસરકારી (GMERS) કોલેજ છે. 20 સંપૂર્ણ ખાનગી કોલેજ છે.
આ પણ વાંચો - Junagadh : કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ ઉમેદવારી નોંધાવી, BJP-AAP અંગે આપ્યું મોટું નિવેદન!