Gujarat: ત્રણ જિલ્લાના ત્રણ તબીબોના લાયસન્સ સસ્પેન્ડ કેમ કરાયા? જાણો
- Gujarat ના ત્રણ જિલ્લાના ત્રણ તબીબોના લાયસન્સ સસ્પેન્ડ
- અમદાવાદ, રાજકોટ, ગીરસોમનાથના તબીબોના લાયસન્સ સસ્પેન્ડ
- ગુજરાત મેડિકલ કાઉન્સિલે કરી તબીબો પર કાર્યવાહી
Gujarat Doctors License Suspended: ગુજરાતમાં તબીબી ક્ષેત્રે નિયમોનું ઉલ્લંઘન કરનારા ડૉક્ટરો સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલ (Gujarat Medical Council) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ત્રણ અલગ-અલગ જિલ્લાઓના ત્રણ તબીબોને વિવિધ ગેરરીતિઓ બદલ દોષિત ઠેરવી તેમના પ્રેક્ટિસ કરવાના લાયસન્સ સસ્પેન્ડ (License Suspended) કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી મેડિકલ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Gujarat: અમદાવાદમાં ખોટી સ્પેશિયાલિટીની પ્રેક્ટિસ બદલ કાર્યવાહી
મળતી જાણકારી અનુસાર અમદાવાદ (Ahmedabad) શહેરમાં વેલીસ હોસ્પિટલ (Valis Hospital) ના સંચાલક ડૉ. ભાર્ગવ પટેલ (Dr. Bhargav Patel) સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. ભાર્ગવ પટેલ પાસે MBBS ની સમકક્ષ વિદેશની ડિગ્રી હોવા છતાં, તેઓ MD (Doctor of Medicine) તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. નિયમ મુજબ સ્પેશિયાલિટીની યોગ્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરવી એ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન ગણાય છે, જેના આધારે તેમનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.
Gujarat: રાજકોટમાં મેડિક્લેમમાં ગેરરીતિ બદલ એક્શન
રાજકોટ (Rajkot) ની જાણીતી ગોકુલ હોસ્પિટલ (Gokul Hospital) ના ડૉ. મનોજ સીડા (Dr. Manoj Sida) પણ મેડિકલ કાઉન્સિલની ઝપેટમાં આવ્યા છે. તેમની સામે આરોપ છે કે તેમણે મેડિક્લેમ (Mediclaim) મેળવવા માટે ખોટા મેડિકલ રેકોર્ડ્સ (Medical Records) તૈયાર કર્યા હતા. નાણાકીય લાભ મેળવવા માટે તબીબી દસ્તાવેજોમાં છેડછાડ કરવી એ નૈતિકતાની વિરુદ્ધ હોવાનું જણાવી કાઉન્સિલે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે.
ગીરસોમનાથમાં પ્રોટોકોલનો ભંગ
ગીરસોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા (Talala) ખાતે પ્રેક્ટિસ કરતા ડૉ. અક્ષય હડીયલ (Dr. Akshay Hadiyal) નું લાયસન્સ પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમની સામે ગંભીર લાપરવાહીનો આરોપ છે. ઓપરેશન કે સારવાર દરમિયાન એનેસ્થેટીક (Anaesthetic) ની ગેરહાજરીમાં તબીબી પ્રોટોકોલ (Medical Protocol) નું પાલન ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ કાઉન્સિલના મતે, નિષ્ણાતની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવી એ દર્દીના જીવને જોખમમાં મૂકવા સમાન છે.
આ પણ વાંચોઃ Rajkot: જેતપુર અને ગોંડલમાં બે ગંભીર અકસ્માતોમાં એકનું મોત, બાળકો સહિત 5 ઈજાગ્રસ્ત


