WeatherForecast News: કેરળમાં ચોમાસું બેઠું! Gujarat માં પણ વાતાવરણમાં પલટો, જાણો હવામાન વિભાગનું સાત દિવસનું લેટેસ્ટ અનુમાન
Gujarat WeatherForecast News: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં પણ હવે વાતાવરણમાં મોટો પલટો આવવાની તૈયારી છે.
Gujarat માં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ
દેશમાં ચોમાસાએ કેરળમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે, અને ચોમાસાને આગળ વધવા માટેની પરિસ્થિતિઓ અત્યંત સાનુકૂળ જણાય છે. આ સાથે જ ગુજરાતમાં પણ વાતાવરણમાં બદલાવના સંકેતો મળ્યા છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થઈ છે અને દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.
આજે અને કાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદની વાત કરીએ તો, આજે અને આવતીકાલે વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની પ્રબળ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જાણો ગુજરાતમાં તાપમાનની સ્થિતિ
રાજ્યના તાપમાનની સ્થિતિ જોઈએ તો, રાજકોટમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે, પરંતુ વરસાદી ઝાપટાં રાહત અપાવી શકે છે.
આ પણ વાંચો: Surendranagar ના સાયલા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબકયો


