Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 24 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: આજે રવિવારે રાજ્યભરમાં વિવિધ ઘટનાઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક તરફ અમદાવાદમાં સાયકલિંગ દ્વારા ફિટનેસ અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો છે, તો બીજી તરફ સુરતમાં મુખ્યમંત્રીની મુલાકાત અને સાબરકાંઠામાં પેટાચૂંટણીનું મતદાન મુખ્ય આકર્ષણ રહ્યા છે. આ ઉપરાંત, હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા છે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની આશા છે.
gujarat news today  આજે 24 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: આજે રવિવારે રાજ્યભરમાં વિવિધ ઘટનાઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક તરફ અમદાવાદમાં સાયકલિંગ દ્વારા ફિટનેસ અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો છે, તો બીજી તરફ સુરતમાં મુખ્યમંત્રીની મુલાકાત અને સાબરકાંઠામાં પેટાચૂંટણીનું મતદાન મુખ્ય આકર્ષણ રહ્યા છે. આ ઉપરાંત, હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા છે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

અમદાવાદ (Ahmedabad)

આજે 'કોમનવેલ્થ ડે' (Commonwealth Day) નિમિત્તે અમદાવાદમાં અનેક યુવાનોએ 'સન્ડે ઓન સાયકલ' (Sunday on Cycle) અભિયાનમાં જોડાઈને ફિટનેસ અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. સાયકલિંગ એ ફિટ રહેવાનો ઉત્તમ મંત્ર છે અને પ્રદૂષણના ઘટાડા (Pollution solution) માટે પણ તે ખૂબ જરૂરી છે. આ અભિયાન દ્વારા ઇંધણની બચત કરીને આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) ના સપનાને સાકાર કરવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Advertisement

બીજી તરફ, કાલુપુર વિસ્તારમાં બેંક કર્મચારી દ્વારા રૂપિયા 8 કરોડની ચોરીના મામલે વધુ બે વ્યક્તિઓની સંડોવણી બહાર આવતા પોલીસે તેમની અટકાયત કરી છે, જેમની આવતીકાલે સત્તાવાર ધરપકડ (Arrest) બતાવવામાં આવશે. સાથે જ, વસ્તી ગણતરીના નામે વધી રહેલા સાયબર ફ્રોડ (Cyber Fraud) થી બચવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન અને ડેમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

સુરત (Surat)

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra patel) આજે 'વંદે ભારત' (Vande Bharat) ટ્રેન મારફતે સુરતની મુલાકાતે આવશે. મુખ્યમંત્રી વાલક પાટીયા ખાતે 'જમનાબા વિદ્યાર્થી ભવન' (Jamnaba Vidyarthi Bhavan) નું લોકાર્પણ કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે.

રાજકોટ (Rajkot)

રાજકોટ જિલ્લા પંચાયતને સોમવારે નવા પ્રમુખ અને ઉપ-પ્રમુખ મળવા જઈ રહ્યા છે. આ પદો માટેની ચૂંટણી માટે આજે રવિવારે રજા હોવા છતાં જિલ્લા પંચાયતની કચેરી ખુલ્લી રાખવામાં આવી છે. આજે બપોરે 11 થી 2 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સાબરકાંઠા (Sabarkantha)

સાબરકાંઠાના વિજયનગર તાલુકા પંચાયતની 'ચિતરિયા' (Chitaria) બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભાજપના ઉમેદવારનું દુઃખદ અવસાન થતા આ બેઠક પર મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું, જે આજે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

હવામાન (Weather)

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. રાજ્યમાં 'પ્રિ-મોન્સૂન એક્ટિવિટી' (Pre-monsoon activity) ની શરૂઆત થઈ ચૂકી છે. આગામી 24 થી 25 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદને કારણે રાજ્યમાં પડી રહેલી ભારે ગરમીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Rashifal 24 May 2026 : મેષથી મીન સુધીના જાતકો માટે ખાસ ભવિષ્યવાણી

Tags :
Advertisement

.

×