Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 12 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આજથી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) દ્વારા રાજ્યભરમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપ દ્વારા 'જનસેવા સંકલ્પ' (Janseva Sankalp) કાર્યક્રમનું આયોજન કરીને પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે.
gujarat news today  આજે 12 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: 12 એપ્રિલ 2026 ના ગુજરાત (Gujarat) ના સમાચાર - :

Gujarat News Today: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat Local Government Elections) ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આજથી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્યભરમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપ દ્વારા 'જનસેવા સંકલ્પ' (Janseva Sankalp) કાર્યક્રમનું આયોજન કરીને પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ અલગ-અલગ શહેરોમાં ઉપસ્થિત રહીને પ્રચારની કમાન સંભાળશે અને ઉમેદવારોને જનસેવા માટે સંકલ્પ લેવડાવશે.

Advertisement

અમદાવાદ (Ahmedabad)

અમદાવાદ (Ahmedabad) શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રચારની શરૂઆત કરાવશે. આ માટે કર્ણાવતી મહાનગર દ્વારા ખાસ 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મનપાના તમામ 192 ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, અમદાવાદના ખોખરા (Khokhra) વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારો આજે સવારે 10 કલાકે મદ્રાસી મંદિર (Madrasi Temple) થી રામજી મંદિર (Ramji Temple) સુધી ઢોલ-નગારા સાથે પદયાત્રા યોજી પ્રચાર કરશે. આ રેલીમાં શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ (Prerak Shah), સાંસદ દિનેશભાઈ મકવાણા (Dinesh Makwana) અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ (Amul Bhatt) ખાસ હાજર રહેશે.

Advertisement

રાજકોટ (Rajkot)

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકામાં ભાજપના પ્રચાર અભિયાનનો આરંભ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) કરાવશે. રેસકોર્સ રોડ (Race Course Road) ખાતે સવારે 9:30 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાંથી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવશે. વડોદરા (Vadodara) શહેરમાં પ્રચારની જવાબદારી હર્ષ સંઘવી (Harsh Sanghavi) સંભાળશે અને ત્યાંથી પક્ષના પ્રચાર કાર્યોની શરૂઆત કરાવશે.

મહેસાણા (Mehsana)

ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana) માં પણ ભાજપ દ્વારા આજે સવારે 9 કલાકે તોરણવાળી માતાના ચોક (Toranwali Mata Chowk) ખાતે 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) ઉપસ્થિત રહીને કાર્યકરો અને ઉમેદવારોને માર્ગદર્શન આપશે.

વાપી (Vapi)

દક્ષિણ ગુજરાતના વાપી (Vapi) મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આજે 'જનસેવા સંપર્ક' કાર્યક્રમ યોજાશે. પ્રદેશના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવા (Ganpat Vasava) ની અધ્યક્ષતામાં વાપીના તમામ ઉમેદવારો એક મંચ પરથી પ્રચાર માટેના સંકલ્પ લેશે.

અમદાવાદ

અમદાવાદ જિલ્લાની બારેજા (Bareja) નગરપાલિકામાં ચૂંટણીની સ્થિતિ ખૂબ જ રસપ્રદ બની છે. અહીં ભાજપ સામે સીધો જંગ અપક્ષ (Independent) ઉમેદવારો સાથે થશે, કારણ કે બારેજામાં કોંગ્રેસ (Congress) કે આમ આદમી પાર્ટી (AAP) ના એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. આ સંજોગોમાં બારેજામાં ભાજપ અને અપક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Rashifal 12 April 2026: સૂર્યદેવની કૃપાથી આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા!

Tags :
Advertisement

.

×