Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat News: આજે 11 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News: આજે રાજ્ય બજેટ (Budget) ના આખરી મુસદ્દા માટે મુખ્યમંત્રીની બેઠક યોજાશે, જ્યારે જૂનાગઢમાં ભવનાથ મેળાનો પ્રારંભ થશે. લાખણીમાં અશ્વ મેળો અને પંચમહાલમાં ભાજપનું સંમેલન યોજાશે. સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લીંબડી (Limbdi) ના જાખણ ગામે આવેલ રાજરાજેશ્વર ધામ ખાતે પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે. અમદાવાદ (Ahmedabad) માં મેન્ટેનન્સની કામગીરીના કારણે આજે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી કાપ રહેશે.
gujarat news  આજે 11 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 11 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat News: આજે રાજ્ય બજેટ (Budget) ના આખરી મુસદ્દા માટે મુખ્યમંત્રીની બેઠક યોજાશે, જ્યારે જૂનાગઢમાં ભવનાથ મેળાનો પ્રારંભ થશે. લાખણીમાં અશ્વ મેળો અને પંચમહાલમાં ભાજપનું સંમેલન યોજાશે. સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લીંબડી (Limbdi) ના જાખણ ગામે આવેલ રાજરાજેશ્વર ધામ ખાતે પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે. અમદાવાદ (Ahmedabad) ના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Kotarpur Water Treatment Plant) માં મેન્ટેનન્સની કામગીરીના કારણે આજે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી કાપ રહેશે.

Advertisement

1. બજેટ બેઠક અને સરકારી આયોજન

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Finance Minister Kanubhai Desai) ની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના બજેટ (Budget) ને લઈને આખરી તબક્કાની બેઠક યોજાશે. આ બેઠકમાં દરેક વિભાગના મંત્રીઓ તબક્કાવાર ઉપસ્થિત રહેશે. બજેટના આખરી મુસદ્દા માં નવી યોજનાઓ અને જૂની યોજનાઓના અમલીકરણ સંદર્ભે મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

Advertisement

2. ભવનાથ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

જૂનાગઢ (Junagadh) ખાતે આજથી ભવનાથ મહાશિવરાત્રી મેળા (Bhavnath Mahashivratri Mela) નું આયોજન થઈ રહ્યું છે.સવારે ભવનાથ મંદિર અને વિવિધ અખાડાઓમાં ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) બપોર બાદ જૂનાગઢ જવા રવાના થશે અને સાંજે સાધુ-સંતો દ્વારા આયોજિત 'ડમરૂ યાત્રા'માં જોડાશે. ત્યારબાદ ભવનાથ ખાતે મહાઆરતી કરવામાં આવશે.

3. સુરેન્દ્રનગર: રાજરાજેશ્વર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લીંબડી (Limbdi) ના જાખણ ગામે આવેલ રાજરાજેશ્વર ધામ ખાતે પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે.આજે બ્રહ્મલીન રાજર્ષિ મુનિ (Rajarshi Muni) ની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ અને મહોત્સવની પૂર્ણાહુતિ વિધિ યોજાશે.આ ધાર્મિક કાર્યક્રમમાં મહાપ્રસાદ સાથે રાજ્યભરમાંથી સંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.

4. લાખણી: અશ્વ મેળાની શરૂઆત

બનાસકાંઠાના લાખણી (Lakhani) તાલુકાના જસરા (Jasra) ગામમાં આજથી ત્રણ દિવસીય અશ્વ મેળાનો પ્રારંભ થશે. મેળાના પ્રથમ દિવસે ગૌ વંશની હરિફાઈ યોજાશે.આ મેળામાં વિવિધ રાજ્યોમાંથી પશુપાલકો તેમના અશ્વ, ગૌ વંશ અને ઊંટ સાથે સહભાગી થશે.

5. પંચમહાલ: ભાજપ કાર્યકર્તા સંમેલન

પંચમહાલ (Panchmahal) જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારોની જાહેરાત બાદ આજે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) ની ઉપસ્થિતિમાં ભવ્ય સંમેલન યોજાશે.બપોરે 1 કલાકે કાલોલ (Kalol) ના મલાવ ખાતે અને ત્યારબાદ ગોધરા (Godhra) સ્થિત મહેંદી બંગલો પાર્ટીપ્લૉટ ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કરવામાં આવશે.

6. અમદાવાદ: પાણી કાપની સૂચના

અમદાવાદ (Ahmedabad) ના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Kotarpur Water Treatment Plant) માં મેન્ટેનન્સની કામગીરીના કારણે આજે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી કાપ રહેશે.અસરગ્રસ્ત વિસ્તારો:નરોડા (Naroda), બાપુનગર (Bapunagar), ઓઢવ (Odhav), નિકોલ (Nikol), શાહીબાગ (Shahibaug), ચાંદખેડા (Chandkheda) અને સાબરમતી (Sabarmati) સહિતના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ઓછો અથવા બંધ રહેશે.

આ પણ વાંચો:  Ahmedabad: મોંઘા લગ્નને સાઇડ પર મૂકી સમૂહ લગ્નને જૈન સમાજે પણ આપ્યું પ્રોત્સાહન

Tags :
Advertisement

.

×