Gujarat News: આજે 17 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 17 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાત (Gujarat) ના સમાચાર - :
Gujarat News: આજે ગુજરાત (Gujarat) માં રાજકીય, શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે અનેક મોટી ગતિવિધિઓ જોવા મળશે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) વિધાનસભામાં ગુજરાતનું બજેટ 2026 (Gujarat Budget 2026) રજૂ કરશે, જ્યારે પ્રશ્નોત્તરી કાળમાં મુખ્યમંત્રી હસ્તકના વિભાગો અને બે નવા સુધારા વિધેયકો પર ચર્ચા થશે. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ (Amit shah) ગાંધીનગર (Gandhinagar) માં 'સહકાર મંથન બેઠક' ની અધ્યક્ષતા કરશે અને બ્લડ બેંક વાન સહિતના પ્લાન્ટ્સનું લોકાર્પણ કરશે. શિક્ષણ ક્ષેત્રે, આજથી દેશભરમાં CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં ગુજરાત (Gujarat) ના 1.5 લાખ વિદ્યાર્થીઓ સામેલ છે. રમતગમતમાં, 18 ફેબ્રુઆરીએ અમદાવાદ (Ahmedabad) માં રમાનારા T20 વર્લ્ડકપના ભારત-નેધરલેન્ડ મુકાબલા પૂર્વે કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. આ ઉપરાંત, સાયલામાં ક્વોરી એસોસિએશનની બેઠક, અંબાજીમાં દિવ્યાંગોની રજૂઆત અને જામનગરમાં સૂર્યગ્રહણ અંગેના કાર્યક્રમો પણ આજના દિવસનું વિશેષ આકર્ષણ રહેશે.
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) વિધાનસભામાં ગુજરાત (Gujarat ) સરકારનું બજેટ રજૂ કરશે
આજે ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે અનેક મહત્વની ગતિવિધિઓ જોવા મળશે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભામાં ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે. બપોરે 12 વાગ્યાથી શરૂ થનારી વિધાનસભાની બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મુખ્યમંત્રી હસ્તકના મહત્વના વિભાગો જેવા કે મહેસુલ, માર્ગ-મકાન, નર્મદા અને પાટનગર યોજના પર વિસ્તૃત ચર્ચા થશે. આ ઉપરાંત, મંત્રી કુંવરજી બાવળિયા અને સંજયસિંહ મહિડા દ્વારા બે મહત્વના સુધારા વિધેયકો રજૂ કરી પસાર કરવામાં આવશે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેસ કોન્ફરન્સ
બીજી તરફ, પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના પ્રવાસે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે'સહકાર મંથન બેઠક' માં હાજરી આપશે, જેમાં દેશના 17 રાજ્યોના સહકાર મંત્રીઓ અને સચિવો સહકારી ક્ષેત્રના ઉત્થાન માટે ચર્ચા કરશે. અમિત શાહ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નવી બ્લડ બેંક વાનનું લોકાર્પણ કરશે અને ધારીખેડા ખાતે નર્મદા સુગર ફેક્ટરીના બે નવા પ્લાન્ટ્સનું ઈ-લોકાર્પણ પણ કરશે.
CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ
શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો, આજથી દેશભરમાં CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેમાં ગુજરાતના 1.5 લાખ સહિત કુલ 35 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજરાત બોર્ડની 26 ફેબ્રુઆરીથી શરૂ થતી પરીક્ષાઓ માટે પણ આજે અમદાવાદ ગ્રામ્ય કચેરી ખાતે કેન્દ્ર સંચાલકોની મહત્વની બેઠક યોજાશે.
ભારત અને નેધરલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડકપ મેચ પૂર્વે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ કરશે પ્રેસ કોન્ફરન્સ
રમતગમત જગતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 18 ફેબ્રુઆરીએ રમાનારી ભારત અને નેધરલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડકપ મેચ પૂર્વે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે.
આ પણ વાંચો: Rashifal 17 February 2026: આજે ગ્રહોના રાજાને લાગશે ગ્રહણ, આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે!


