Gujarat News: આજે 28 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 28 ફેબ્રુઆરી 2026 ના દિવસે ગુજરાત (Gujarat) ના સમાચાર - :
Gujarat News: આજે ગુજરાત (Gujarat) માં રાજકીય અને શૈક્ષણિક ગતિવિધિઓનો ધમધમાટ રહેશે. પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્રભાઈ મોદી (PM Modi) સાણંદ ખાતે નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન (Inauguration) કરશે. બીજી તરફ, વિધાનસભામાં (Assembly) બજેટ પર અંતિમ ચર્ચા થશે અને રાજ્યભરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ મહત્વના વિષયોની બોર્ડ પરીક્ષા (Board Exams) આપશે.
પ્રધાનમંત્રીનો ગુજરાત (Gujarat) પ્રવાસ: સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન
- પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Modi) આજે ગુજરાતના ટૂંકા પ્રવાસે (Gujarat Visit) આવી રહ્યા છે. તેઓ ટેકનોલોજી ક્ષેત્રે ભારતની પ્રગતિને વેગ આપવા મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
- પીએમ મોદી આજે બપોરે 2:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ (Airport) પર ઉતરશે.
- એરપોર્ટથી તેઓ સીધા હેલિકોપ્ટર (Helicopter) મારફતે સાણંદ જવા રવાના (Depart) થશે અને બપોરે 2:55 વાગ્યે ત્યાં પહોંચશે.
- સાણંદમાં તેઓ સેમિકન્ડક્ટરના (Semiconductor) નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને પ્લાન્ટની મુલાકાત (Visit) લઈને તેની કામગીરીનું નિરીક્ષણ કરશે.
- કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ અમદાવાદથી પરત દિલ્હી જવા રવાના થશે.
PM મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ
સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર
આજે PM મોદી માઇક્રોનના ATMP પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ
પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું ઉત્પાદન… pic.twitter.com/0VQIae3zDY— Gujarat First (@GujaratFirst) February 28, 2026
ગુજરાત વિધાનસભા: બજેટ પર અંતિમ ચર્ચા અને વિનિયોગ વિધેયક
- ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે સવારે 9:00 વાગ્યાથી વિધાનસભાની બેઠક (Session) શરૂ થશે.
- ગૃહમાં ઉર્જા, પંચાયત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ (Family Welfare) જેવા વિભાગો પર પ્રશ્નોત્તરી કરવામાં આવશે.
- સરકાર દ્વારા 'ગુજરાત પુરક વિનિયોગ વિધેયક' રજૂ કરવામાં આવશે, જે પસાર થતા નાણાંમંત્રીને બજેટ ખર્ચ (Budget Expenditure) કરવાની મંજૂરી (Approval) મળશે.
- અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો આજે ચોથો અને અંતિમ દિવસ (Final Day) છે, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો ચર્ચા કરશે.
શિક્ષણ બોર્ડની પરીક્ષા: વિજ્ઞાન અને કેમેસ્ટ્રીની કસોટી
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે મહત્વના વિષયોની પરીક્ષા (Examination) લેવામાં આવશે.
- બપોરે 3:00 કલાકે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી (Chemistry) વિષયનું પેપર આપશે.
- સવારે 10:00 કલાકે ધોરણ 10 ના વિદ્યાર્થીઓની વિજ્ઞાન (Science) વિષયની પરીક્ષા શરૂ થશે.
- પ્રથમ પેપર સરળ (Simple) રહેતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમરેલી: રાજુલામાં ભવ્ય જળસંમેલન
અમરેલીના રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજે સાંજે 4:00 કલાકે જળસંરક્ષણ (Water Conservation) અંગે કાર્યક્રમ યોજાશે.આ સંમેલનમાં નવા ચેકડેમ (Check Dam) બનાવવા અને તળાવો ઊંડા કરવાનો સંકલ્પ લેવામાં આવશે. આ કાર્યક્રમમાંકેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિત (Present) રહેશે.
આ પણ વાંચો : Rashifal 28 February 2026 : ફેબ્રુઆરીના છેલ્લા દિવસે ગ્રહોની બદલાતી ચાલ, તમારી રાશિને ફાયદો થશે કે નુકસાન?


