Gujarat Police: રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ ખૂબ સતર્ક
- Gujarat Police: કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ ખૂબ સતર્ક
- દુષ્કર્મી આરોપી સામે ગુજરાત પોલીસે આકરી કાર્યવાહી કરી
- આરોપી રામસિંગ તેરસિંહને પગમાં ગોળી વાગતા સારવાર અપાઇ
Gujarat Police: રાજકોટના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી પર પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આરોપીએ હુમલો કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જેમાં આરોપીએ ધારિયાથી હુમલો કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતુ. ત્યારે આરોપીના બન્ને પગમાં ગોળી વાગી છે. તથા આરોપી રામસિંગ તેરસિંહને પગમાં ગોળી વાગતા સારવાર અપાઇ છે.
રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ ખૂબ સતર્ક
રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ ખૂબ સતર્ક છે. અને તેનું ઉદાહરણ છે આ ત્રણ ઘટનાઓ. રાજકોટમાં બાળકી પર દુષ્કર્મના આરોપીએ ભાગવાની કોશિષ કરી અને પોલીસે તેના પગ પર ફાયરિંગ કરીને તેને ભાગતો અટકાવ્યો છે. આ પહેલા પણ ગાંધીનગર અને અમદાવાદમાં પોલીસની શ્રેષ્ઠ કામગીરી જોવા મળી હતી.
Gujarat Police: ગાંધીનગરના અડાલજ પાસે સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કર્યુ
ગાંધીનગરના અડાલજ પાસે સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કર્યુ હતુ. તો અમદાવાદમાં પણ દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યુ હતુ. આ ત્રણ ઘટનાઓ દર્શાવે છે કે આરોપીઓ પોતાને ગમે તેટલા ચાલાક અને હોંશિયાર સમજતા હોય, પણ પોલીસ તેમનાથી બે કદમ આગળ છે.
દુષ્કર્મી આરોપી સામે ગુજરાત પોલીસે આકરી કાર્યવાહી કરી
રાજકોટના આટકોટમાં બનેલી ઘટનામાં પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હતી ત્યારે હુમલો થયો હતો. આરોપીને તેના ઘરે લઈ જતા હતા તે દરમિયાન અરોપીએ અચાનક હુમલો કર્યો હતો. આરોપીએ લોખંડના ધારિયાથી પોલીસકર્મચારીઓ પર હુમલો કર્યો હતો. LCB કર્મચારી ધર્મેશ બાવળિયાને હાથના ભાગે ધારિયુ માર્યુ હતુ. તથા અંધારાનો લાભ લઈ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે સમય સુચકતા વાપરી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. તેમાં રાજકોટની KDP હોસ્પિટલમાં આરોપીને પ્રાથમિક સારવાર અપાઈ છે. વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રાજકોટ સિવિલમાં આરોપી રામસિંગની સારવાર ચાલી રહી છે તથા દુષ્કર્મી આરોપી સામે ગુજરાત પોલીસે આકરી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: Gujarat News : આજે 11 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?