Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Special Drive: સાવધાન! આજથી હેલ્મેટ વગર નીકળ્યા તો પોલીસ પકડશે, જાણો નવા નિયમો

Gujarat Police Helmet Drive: ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા 1 મે થી 31 મે સુધી હેલ્મેટ અંગે સ્પેશિયલ ડ્રાઇવ (Special Drive) શરૂ કરવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad) અને સુરત (Surat) જેવા શહેરોમાં ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત છે. નિયમ ભંગ કરનાર સામે કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે, જેથી માર્ગ અકસ્માતોમાં જાનહાનિ ઘટાડી શકાય.
special drive  સાવધાન  આજથી હેલ્મેટ વગર નીકળ્યા તો પોલીસ પકડશે  જાણો નવા નિયમો
Advertisement
  • આજથી ગુજરાત પોલીસની Special Drive થશે શરૂ
  • ટુ વ્હીલર ચાલક હેલ્મેટ નહીં પહેરે તો દંડ થશે
  • પાછળ બેસનાર વ્યક્તિએ પણ પહેરવું પડશે હેલ્મેટ 
  • 1 મે થી 31 મે સુધી પોલીસ વિભાગની  સ્પેશ્યલ ડ્રાઈવ 
  • અમદાવાદ,વડોદરા, સુરત સહિતના શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ

Gujarat Police Special Drive: ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે રાજ્ય પોલીસ વિભાગ (Gujarat Police) દ્વારા આજથી એક મહિનાની લાંબી સ્પેશિયલ ડ્રાઇવ (Special Drive) શરૂ કરવામાં આવી છે. 1 મે થી 31 મે સુધી ચાલનારી આ ઝુંબેશ અંતર્ગત દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ (Helmet) પહેરવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વખતે માત્ર વાહન ચાલક જ નહીં, પરંતુ પાછળ બેસનાર વ્યક્તિ (Pillion Rider) માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.

આજથી રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવનો પ્રારંભ

રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ, પોલીસ મહાનિર્દેશક દ્વારા તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આ ઝુંબેશને સફળ બનાવવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), સુરત (Surat), રાજકોટ (Rajkot) અને ભાવનગર (Bhavnagar) જેવા મેટ્રો શહેરોમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા ઠેર-ઠેર પોઈન્ટ્સ ગોઠવીને ચેકિંગ હાથ ધરવામાં આવશે.

Advertisement

Advertisement

હવે પાછળ બેસનારને પણ પહેરવું પડશે હેલ્મેટ!

અહેવાલો અનુસાર, રાજ્યમાં થતા જીવલેણ અકસ્માતોમાં મોટું પ્રમાણ ટુ-વ્હીલર ચાલકોનું હોય છે, જેમાંથી મોટાભાગના કિસ્સામાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે મોત નીપજતા હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને 1 મે (1st May) થી આ કડક અમલીકરણ શરૂ કરાયું છે. જો કોઈ ચાલક કે પાછળ બેસનાર વ્યક્તિ હેલ્મેટ વગર ઝડપાશે, તો ટ્રાફિક નિયમો મુજબ સ્થળ પર જ દંડ (Fine) વસૂલવામાં આવશે અથવા ઈ-ચલણ (E-Challan) ફાડવામાં આવશે.

ગુજરાત પોલીસ એક્શન મોડમાં

શહેરી વિસ્તારોની સાથે સાથે હાઈવે (Highway) પર પણ પોલીસનું કડક નિરીક્ષણ રહેશે. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ દંડ ઉઘરાવવાનો નહીં પરંતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ગરમીના દિવસોમાં લોકો ઘણીવાર હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે, પરંતુ સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જે લોકો આ નિયમનો ભંગ કરશે તેમની સામે મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ, આજથી સમગ્ર મે મહિનો ગુજરાતના રસ્તાઓ પર પોલીસની બાજ નજર રહેશે.

આ પણ વાંચો: રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલક સામસામે: લીમડા ચોકમાં ઘર્ષણનો વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×