Gujarat Politics : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદન પર ડૉ. મનીષ દોશીની પ્રતિક્રિયા, કહ્યું- કોંગ્રેસનાં શાસનમાં..!
- શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદન બાદ રાજકીય ગરમાવો (Gujarat Politics)
- હવેનાં બાળકો ભાજપનાં શાસનમાં ભણ્યા એટલે આગળ જશે : કુબેર ડિંડોર
- કોંગ્રેસનાં શાસનમાં બનેલી શાળામાં મંત્રી અને CM એ અભ્યાસ કર્યો : મનીષ દોશી
Gujarat Politics : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદન બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કુબેર ડિંડોરના (Kuber Dindor) નિવેદન પર હવે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીની (Dr. Manish Doshi) પ્રતિક્રિયા સામે આવી છે. ડો. મનીષ દોશીએ કહ્યું કે, કોંગ્રેસ સાશન બનેલી શાળામાં મંત્રી અને મુખ્યમંત્રીએ અભ્યાસ કર્યો છે. આ સાથે તેમણે રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો - Surat : પાંડેસરામાં 7 પરિવાર રહેતા હતા તે બિલ્ડિંગ અચાનક થઈ ધરાશાયી, દ્રશ્યો હચમચાવી દેશે!
કોંગ્રેસે બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું : કુબેર ડિંડોર
જણાવી દઈએ કે નર્મદા જિલ્લાનાં (Naramada) એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે (Kuber Dindor) જાહેરમાં કહ્યું હતું કે, આ બધા કોંગ્રેસનાં (Congress) શાસનમાં ભણ્યા હતા. જ્યારે હવેનાં બાળકો ભાજપના શાસનમાં ભણી રહ્યા છે એટલે આગળ જશે. કુબેર ડિંડોરે આગળ કહ્યું હતું કે, કોંગ્રેસે બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું. ગુમરાહ કરવાનું કામ કર્યું હતું. શિક્ષણમંત્રીના આ નિવેદન પર હવે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીની (Dr. Manish Doshi) પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં શાસનમાં બનેલી શાળામાંથી જ મંત્રી અને CM એ અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા!
શિક્ષકની ખાલી જગ્યા પર કેમ વાત કરવામાં આવતી નથી ? : મનીષ દોશી
ડૉ. મનીષ દોશીએ આગળ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની જગ્યા ખાલી છે. શિક્ષકની ખાલી જગ્યા પર કેમ વાત કરવામાં આવતી નથી ? મનીષ દોશી આરોપ લગાવતા કહ્યું કે, આદિવાસી સમાજનું સૌથી વધુ નુકસાન ભાજપે (BJP) જ કર્યું છે. આદિવાસીઓનાં અધિકારની વાત કરવાને બદલે મંત્રી કોંગ્રેસ પર સવાલ કરે છે. આંગણવાડીનાં બાળકોનો હક છીનવાઈ રહ્યો છે છતાં મંત્રી મૌન છે. આદિવાસી સમાજનાં વિકાસ માટેનાં રૂપિયા સગેવગે થયા છે. મનીષ દોશીએ કહ્યું કે, રાજીવ ગાંધીનાં સમયમાં ટેલિકોમ અને કોમ્પ્યુટર ક્રાંતિ આવી હતી. મંત્રીજીએ મૂલ્યાંકન કરી હકીકતલક્ષી (Gujarat Politics) વાતો કરવી જોઈએ.
આ પણ વાંચો - ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? આવ્યા આ મહત્ત્વનાં સમાચાર!