Gujarat Weather: સાવધાન! રાજ્યમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો કેટલા દિવસ રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી પ્રવૃત્તિ વધશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 11% વધુ જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 15% ઓછો વરસાદ નોંધાયો છે.
Advertisement
Gujarat Weather: ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે આજે અને આવતીકાલે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. લોકોને સાવચેતી રાખવા અને જરૂરિયાત સિવાય ખુલ્લા વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

