Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain Forecast : આજથી ગુજરાતમાં કમોસમી વરસાદની ઘાત,જાણો ક્યાં પડશે માવઠું

Gujarat Rain Forecast : ગુજરાત (Gujarat) માં ફરી એકવાર હવામાનમાં પલટો (Weather Change) આવવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી આજથી 20 માર્ચ દરમિયાન માવઠાની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે.
gujarat rain forecast   આજથી ગુજરાતમાં કમોસમી વરસાદની ઘાત જાણો ક્યાં પડશે માવઠું
Advertisement
  • ગુજરાત (Gujarat) ના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
  • અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં પડી શકે વરસાદ
  • સાબરકાંઠા, કચ્છ, મોરબીમાં વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકામાં પણ પડી શકે માવઠું
  • 18થી 20 માર્ચ સુધી પડી શકે કમોસમી વરસાદ

Gujarat Rain Forecast : ગુજરાત (Gujarat) માં ફરી એકવાર હવામાનમાં પલટો (Weather Change) આવવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી આજથી 20 માર્ચ દરમિયાન માવઠાની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર જોવા મળશે.

ગુજરાત (Gujarat) માં આજથી માવઠાની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત (Gujarat) ના અમદાવાદ (Ahmedabad), પાટણ (Patan), બનાસકાંઠા (Banaskantha) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ (Kutch) અને મોરબી (Morbi) માં પણ માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જામનગર (Jamnagar) અને દેવભૂમિ દ્વારકા (Dwarka) માં ગાજવીજ (Thunderstorm) અને ભારે પવન (Strong Winds) સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

Advertisement

19 માર્ચ અને 20 માર્ચની આગાહી

19 માર્ચ: દક્ષિણ ગુજરાતના (South Gujarat) વિવિધ જિલ્લાઓમાં માવઠું થવાની સંભાવના છે.

Advertisement

20 માર્ચ:સૌરાષ્ટ્રના (Saurashtra) વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

ગરમીથી આંશિક રાહત (Relief from Heat)

વરસાદી માહોલને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં (Maximum Temperature) 1 થી 2 ડિગ્રીનો ઘટાડો (Decrease) નોંધાશે, જેનાથી લોકોને ગરમીમાં થોડી રાહત મળશે.

વર્તમાન તાપમાનની સ્થિતિ (Current Temperature Status)

હાલમાં રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટ (Rajkot) 38 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. અન્ય શહેરોની વિગત નીચે મુજબ છે:
37 ડિગ્રી:કંડલા (Kandla), ભુજ (Bhuj), અમરેલી (Amreli) અને સુરેન્દ્રનગર (Surendranagar).

36 ડિગ્રી:અમદાવાદ (Ahmedabad), ડીસા (Deesa) અને ગાંધીનગર (Gandhinagar).

આ પણ વાંચો :  Gujarat Assembly Threat: ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ,સત્રની કાર્યવાહી ખોરવાઈ

Tags :
Advertisement

.

×