Gujarat Rain: એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ભારે વરસાદની આગાહી
- Gujarat Rain: સૌરાષ્ટ્ર માથે તોળાતું માવઠાનું મોટું સંકટ
- ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
- માવઠાને લઈ 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર માથે માવઠાનું મોટું સંકટ છે. જેમાં માવઠાને લઈ 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. તેમાં ગીરસોમનાથ, દીવ, જૂનાગઢ તથા પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે. તથા દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર, મોરબી, સુરત, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ છે.
ગુજરાત પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની
રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. જેમાં ગુજરાત પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. તેમાં આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. મેઘકહેરથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાયો છે.
Gir Somnath | Gir પંથકમાં ભારે વરસાદને લઈ Saraswati River માં આવ્યું પૂર | Gujarat First
Prachi Tirtha ખાતે આવેલું Lord Madhavraya નું મંદિર જળમગ્ન
માધવરાય ભગવાનની પ્રતિમા ઉપર 8થી 10 ફૂટ પાણી#Gujarat #GirSomnath #GirPanthak #SaraswatiRiver #PrachiTirth #LordMadhavraya… pic.twitter.com/W2KAYrSzO5— Gujarat First (@GujaratFirst) October 28, 2025
મંત્રીઓ આજથી અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 120 ટકા વરસાદ છે. જેમાં ચોમાસાની સત્તાવાર વિદાય છતાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી માવઠાનો માર ખેડૂતો પર આફત છે. કપાસ, મગફળી, સોયાબીન તથા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયુ છે. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર સહીતના ખેડૂતોની હાલત કફોડી બની છે.
Gir Somnath માં મંત્રીઓ મેળવશે પાક નુકસાનીનો તાગ | Gujarat First
અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજાએ લેશે મુલાકાત
કોડીનાર, સૂત્રાપાડાના ગામોમાં મેળવશે સ્થિતિનો તાગ
ખેતરમાં જઈને ખેડૂતો સાથે બંને મંત્રીઓએ કરશે મુલાકાત
સ્થિતિનો તાગ મેળવ્યા બાદ કલેક્ટર કચેરીમાં કરશે બેઠક… pic.twitter.com/HpUQd9ADAb— Gujarat First (@GujaratFirst) October 28, 2025
Gujarat Rain: લાખો હેકટરમાં કપાસ, મગફળીનો પાક તબાહ થયો
મગફળીના પાથરા પાણીમાં ગયા છે. જેમાં હાથમાં આવેલો પાક પાણીમાં વહી ગયો છે. જેમાં લાખો હેકટરમાં કપાસ, મગફળીનો પાક તબાહ થયો છે. તથા કઠોળ, શાકભાજી અને બાગાયતી પાકોમાં માવઠાથી નુકસાન થયુ છે. જેમાં હજુ વરસાદ રહેશે તો ખેડૂતોને વધુ આર્થિક ફટકો પડે તેવી ભીતિ છે. ત્યારે ગીર ગઢડાના રાવલ ડેમના દરવાજા ખોલાતા એલર્ટ આપવામાં આવ્યું છે.
રાવલ ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલીને પાણી છોડાયું
રાવલ ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલીને પાણી છોડાયું છે. તેથી ઉના, ગીર ગઢડા તાલુકાના 17 ગામને એલર્ટ કરાયા છે. ડેમમાંથી 3708 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેમાં ચિખલકુબા, જસાધાર, ધોકડવા, મોહબતપરા તથા કાંધી, મોડા સમઢીયાળા, પડાપાદર, પાતાપુરમાં એલર્ટ છે. તથા ઉમેજ, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ખત્રીવાડા તથા ગરાળ, મોઠા, સંજવાપુર, માણેકપુર, સનખડાને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો, જાણો ક્યા છે વરસાદની આગાહી


