ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નવરાત્રીમાં મેઘ મહેર જારી, ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા

Rain Update Gujarat : આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
01:52 PM Sep 28, 2025 IST | PARTH PANDYA
Rain Update Gujarat : આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

Rain Update Gujarat : રાજયમાં નવરાત્રિ વચ્ચે વરસાદે (Rain In Gujarat) પણ જમાવટ કરી છે. અને છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ -આહવામાં પોણા ચાર ઇંચ, વઘઇમાં પોણા ત્રણ ઇંચ અને સુબિરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે ડાંગની પૂર્ણા ,અંબિકા, ખાપરી અને ગિરા નદીમાં પૂરની સ્થિતિ છે. અનેક લો લેવલ કોઝ વે પાણીમાં ગરકાવ થયા છે. રાત્રે વઘઇના નાકા ફળીયા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદથી નવરાત્રીના મંડપમાં ડીજેનો શેડ તૂટી ગયો હતો. અને આયોજકો ચિંતામાં પડ્યા હતા.

આ પ્રમાણે એલર્ટ જાહેર કરાયા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર, તાપી, નર્મદા, ભરુચ, ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ડાંગમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામા ફરી વ્યાપક મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા, જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. સાથે જ સૌ પ્રજાજનોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામા આવી છે.જિલ્લા કલેકટર શાલિની દુહાનનીએ વરસાદની આગાહીને પગલે સંબંધિત વિભાગોએ રાઉન્ડ ધ ક્લોક ટીમોને તૈનાત કરી છે. દરમિયાન જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે નદી કિનારાના, નીચાણવાળા અને હેઠવાસના વિસ્તારો સાથે સતત સંપર્ક જાળવવા તંત્ર એ અપીલ કરી છે.

વલસાડમાં ખેલાયૈઓનો મુંઝવણમાં

વલસાડ જિલ્લામાં રાતે ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા વલસાડ જિલ્લાને મેઘરાજા એ ઘમરોળ્યું હતું. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી જેને કારણે વાહન ચાલકોની વાહન ચલાવવામાં તકલીફ પડી હતી. સાથે જ વીજળી પડતા અનેક વિસ્તારોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. તો બીજી તરફ વલસાડના ધરમપુર રોડ ઉપર વીજળીનો થાંભલો તૂટી પડતા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ઘણી જગ્યાઓએ ઝાડ પડતા લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી. સરદાર હાઈટ સોસાયટીમાં નવરાત્રી આયોજનમાં નાસ્તાના સ્ટોલ અને શેડ તૂટી પડવાની ઘટના પણ બની હતી જેમાં પાર્કિગમાં મુકેલ ગાડીઓને ભારે નુકશાન પહોંચ્યું હતું.

નવસારીના ચિખલીમાં મિનિ વાવાઝોડાએ સર્જી તારાજી

નવસારીના ચીખલી તાલુકામાં ભારે પવન અને વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. મિની વાવાઝોડાના કારણે સરકારી અનાજ ગોડાઉનના પતરાં ઉડી ગયાં હતા. વરસાદમાં અનાજ પલળી જતાંમોટી માત્રામાં નુકસાન થયું છે. ભારે પવનના કારણે ચીખલી તાલુકાના તલાવચોરા ગામમાં આવેલા રાજા ફળિયામાં અનેક ઘરોના પતરા ઉડ્યા હતા. આટલું જ નહીં ગામમાં રહેતા અનેક લોકોના ઘર પર લગાવવામાં આવેલ સોલાર પેનલ પણ તૂટીને નીચે પડી ગઇ હતી. ભારે પવન ફુકાતા રસ્તા ઉપર ઝાડ પડતા માર્ગ બંધ થયો હતો. જ્યારે પવનના કારણે પતરું ઉડીને મહિલાના માથાના ભાગે વાગતા તેને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવી છે.

ભાવનગર શહેરમાં વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર તો અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રી પર્વમાં વરસાદી માહોલ સર્જાતા ખેલૈયાઓ અવઢવમાં મુકાયા છે. જ્યારે આજથી 2 દિવસ વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડી ગયો હતો.

આ પણ વાંચો -----  Mann Ki Baat : PM મોદીએ સ્વદેશી ખરીદી, RSSના 100 વર્ષ પર આપ્યો સંદેશ

Tags :
GujaratFirstgujaratfirstnewsGujaratiNewsGujaratRainUpdateNavratriGarbaWeatherForecast
Next Article