Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rajya Sabha Election: ભાજપ ટૂંક સમયમાં જાહેર કરશે 4 ઉમેદવારોના નામ, કોને મળશે રાજ્યસભાની ટિકિટ?

Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન છે, જેને ધ્યાનમાં રાખતા ભાજપ દ્વારા આગામી 6 કે 7 જૂન આસપાસ પોતાના ચાર ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
gujarat rajya sabha election  ભાજપ ટૂંક સમયમાં જાહેર કરશે 4 ઉમેદવારોના નામ  કોને મળશે રાજ્યસભાની ટિકિટ
Advertisement

Gujarat Rajya Sabha Election: ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન છે, જેને ધ્યાનમાં રાખતા ભાજપ દ્વારા આગામી 6 કે 7 જૂન આસપાસ પોતાના ચાર ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

બિનહરીફ જીતની શક્યતા

વિધાનસભાના વર્તમાન સંખ્યાબળને જોતા ભાજપ આ ચારેય બેઠકો સરળતાથી જીતી શકે તેમ છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પોતાના ઉમેદવારો મેદાનમાં નહીં ઉતારે, તો ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બની શકે છે.

Advertisement

નો-રિપીટેશન થિયરી

ભાજપ આ વખતે 'નો-રિપીટેશન થિયરી' અપનાવી શકે છે. હાલ જે સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે (જેમાં રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલની બેઠકોનો સમાવેશ થાય છે), તેમને ફરીથી તક મળવાની શક્યતા ઓછી છે.

Advertisement

સામાજિક અને જાતિગત સમીકરણ

ભાજપ ઉમેદવારોની પસંદગીમાં જાતિગત સમીકરણો અને નવા યુવા ચહેરાઓને વિશેષ મહત્વ આપશે. જેમાં પાટીદાર, બ્રાહ્મણ, આદિવાસી, ઓબીસી કે દલિત સમાજને પ્રતિનિધિત્વ મળી શકે છે.

મહિલા ઉમેદવાર

પક્ષ દ્વારા ચાર પૈકી એક બેઠક પર મહિલા ઉમેદવારને તક આપવામાં આવે તેવી પણ પ્રબળ ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો:  Bhavnagar ના મેયર ઉષાબેન તલરેજા પદ સંભાળતા જ આવ્યા વિવાદમાં, કોંગ્રેસે ફટકારી લીગલ નોટિસ

Tags :
Advertisement

.

×