Gujarat schools : ગુજરાતની શાળાઓમાં 'બોમ્બ થ્રેટ' થી ફફડાટ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજાનું નિવેદન
- ગુજરાત (Gujarat) ની શાળાઓમાં 'બોમ્બ થ્રેટ' થી ફફડાટ
- અમદાવાદ (Ahmedabad) અને વડોદરા (Vadodara)ની 25 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.
- વડોદરા (Vadodara) ની 16 અને અમદાવાદ (Ahmedabad)ની 10 શાળાઓને ઈ-મેઈલ મળતા હડકંપ
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજાનું નિવેદન
- હર્ષ સંઘવી એક્શનમાં: "બોમ્બ થ્રેટ કયા દેશમાંથી આવ્યા તેની તપાસ થશે, પોલીસ કમિશ્નરોને આદેશ"
- બોમ્બની ધમકી મળતા શાળાઓ ખાલી કરાવાઈ, પોલીસનો કાફલો ખડકાયો
Bomb threat in Gujarat schools : ગુજરાત (Gujarat) ના બે મોટા શહેરો, અમદાવાદ (Ahmedabad) અને વડોદરા (Vadodara) માં આજે વહેલી સવારે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. શહેરની અનેક પ્રતિષ્ઠિત શાળાઓ અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat) ભર્યા ઈ-મેઈલ મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક શાળાઓ ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાત (Gujarat) ની શાળાઓમાં 'બોમ્બ થ્રેટ' થી ફફડાટ
વડોદરામાં એકસાથે 16 જેટલી નામાંકિત શાળાઓને ધમકીભર્યા મેઈલ મળ્યા છે. જેમાં મુખ્યત્વે નીચેની શાળાઓનો સમાવેશ થાય છે:
Bomb threat to three schools in Vadodara Gujarat
Vadodara ની ત્રણ સ્કૂલને મળ્યો ધમકીભર્યો મેઈલ
ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ડી આર અમીન, ઉર્મિ અને નાલંદા સ્કૂલને ધમકી
શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા
ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવી પોલીસને જાણ કરાઈ… pic.twitter.com/lXRGCGPJrV— Gujarat First (@GujaratFirst) February 16, 2026
વડોદરાની આ 16 સ્કૂલને બોમ્બની ધમકી
- ડી. આર. અમીન, વાસણા રોડ
- ઉર્મી, સમાસાવલી
- નાલંદા, વાઘોડિયારોડ
- બરોડા હાઈસ્કુલ, બગીખાના
- નવયુગ, સમા
- જીવન સાધના, નાગરવાડા
- AWS, ડભોઇ
- શાનેન, ખોડિયાર નગર
- ગુજરાત પબ્લિક સ્કૂલ - વાઘોડિયા
- બ્રાઇટ સ્કૂલ - ભાયલી
- બિલાબોંગ સ્કૂલ- વડસર
- આત્મીય વિધાલય- માંજલપુર
- ડોન બોસ્કો- માંજલપુર
- ઓક્ઝેલિયમ સ્કૂલ - માંજલપુર
- ઝેનિથ સ્કૂલ - પ્રતાપનગર
- અમેરિકન સ્કૂલ ઓફ બરોડા - આજવા રોડ
અમદાવાદ: શાળાઓ અને યુનિવર્સિટીને પણ ધમકી
અમદાવાદમાં પણ મકરબાની DAV સ્કૂલ, એ-વન સ્કૂલ અને એશિયા સ્કૂલ સહિત અનેક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી છે. અમદાવાદમાં કુલ 10 સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. ધમકી મળતા જ સ્કૂલ પ્રશાસને પોલીસને જાણ કરી હતી. અમદાવાદની મુખ્ય અસરગ્રસ્ત સંસ્થાઓ:
Ahmedabad schools bomb threat
Ahmedabad માં ફરી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
Makarba DAV International School ને મળ્યો ધમકી ભર્યો ઈમેઈલ
A One School ને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
ડ્રાઇવ ઇન રોડ Asia School ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
Ankur International School ને… pic.twitter.com/sUbZMRbYSD— Gujarat First (@GujaratFirst) February 16, 2026
અમદાવાદમાં કુલ 10 સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો
- તુલીપ સ્કૂલ, બોપલ
- SGVP ગુરુકુળ
- સિલ્વર બેલ સ્કૂલ
- નિરમા યુનિવર્સિટી
- AG હાઈ સ્કૂલ
- JG ઇન્ટરનેશનલ સ્કૂલ
- વિદ્યાનગર સ્કૂલ -
- દિવાન બલ્લુભાઈ સ્કૂલ
- સીએન સ્કૂલ
- ખાલસા લિટલ સ્કૂલ, બાપુનગર
- એશિયા સ્કૂલ
- DAV સ્કૂલ
- એ વન સ્કુલ
- અંકુર ઈન્ટરનેશન સ્કૂલ
- સંત કબીર સ્કૂલ નવરંગપુરા
- ઘોડાસરની જીવીબા સ્કૂલ
- ગુજરાત પબ્લિક સ્કૂલ
- બ્રાઇટ સ્કૂલ - ભાયલી
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) નું નિવેદન
આ ગંભીર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) એ ત્વરિત પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, તેઓ અમદાવાદ અને વડોદરા બંનેના પોલીસ કમિશ્નર સાથે સતત સંપર્કમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પોલીસ દ્વારા તમામ શાળાઓમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ધમકીભર્યા મેસેજ કયા દેશમાંથી અને કયા IP એડ્રેસ પરથી આવ્યા છે તેની ઊંડી તપાસ કરવામાં આવશે.સાયબર ક્રાઈમ અને લોકલ પોલીસ સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે.
Gandhinagar, Gujarat: On the Gujarat Legislative Assembly Session, Deputy Chief Minister Harsh Sanghavi says, "The Gujarat government's session will begin today."
Further, on the several schools in Ahmedabad receiving bomb threats through email, he says, "The Vadodara and… pic.twitter.com/exbPXeCfXY
— ANI (@ANI) February 16, 2026
રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજા (Rivaba Jadeja) ની પ્રતિક્રિયા
રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજા (Rivaba Jadeja) એ જણાવ્યું કે, બોંબ થ્રેટ બાબતે સરકાર ગંભીર છે શાળાઓ સાથે અન્ય કોઈ જગ્યાએ થ્રેટ મળે તેને ગંભીરતાથી લેવામાં આવે છે . રાજ્ય સરકાર બોંબ થ્રેટ બાબતે તપાસ કરી રહી છે.
Education Minister Rivaba Jadeja on school bomb threat Gujarat
Gandhinagar | સ્કૂલ ધમકી મામલે Education Minister Rivaba Jadeja નું નિવેદન | Gujarat First
શાળાઓને મળતી ધમકી મામલે સરકાર ગંભીર : રિવાબા
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ : રિવાબા
ધમકી આપનારા સામે કડકમાં… pic.twitter.com/GmkYkHx0D9— Gujarat First (@GujaratFirst) February 16, 2026
વાલીઓમાં ચિંતાનું મોજું
ધમકીના સમાચાર વાયુવેગે ફેલાતા જ મોટી સંખ્યામાં વાલીઓ પોતાની સંતાનોની સુરક્ષાને લઈને ચિંતાતુર બની સ્કૂલે દોડી આવ્યા હતા. ઘણી શાળાઓએ સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરી દીધી છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે નાગરિકો ગભરાય નહીં અને અફવાઓ પર ધ્યાન ન આપે.
આ પણ વાંચો: junagadh માં કીર્તિ પટેલનો નવો વિવાદ, સાધ્વીના વેશમાં મૃગી કુંડમાં લગાવી ડૂબકી!


