Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Transport News: મોંઘવારીનો ડામ! સ્કૂલ વાહન અને રિક્ષાના ભાડામાં તોતિંગ વધારો, જાણો નવી વિગતો

Gujarat Transport News: રાજ્યમાં વાહન ભાડાના વધારાને લઈને સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ વધી રહી છે. શાળાના વાહનથી લઈને રિક્ષા સુધીના ભાડામાં થયેલો વધારો (Transport Fare Increase) મધ્યમ વર્ગીય પરિવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.
gujarat transport news  મોંઘવારીનો ડામ  સ્કૂલ વાહન અને રિક્ષાના ભાડામાં તોતિંગ વધારો  જાણો નવી વિગતો
Advertisement

Gujarat Transport News: રાજ્યમાં વાહન ભાડાના વધારાને લઈને સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ વધી રહી છે. શાળાના વાહનથી લઈને રિક્ષા સુધીના ભાડામાં થયેલો વધારો (Transport Fare Increase) મધ્યમ વર્ગીય પરિવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

શાળાના વાહનોમાં ભાડાનો બોજ

રાજકોટમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં થયેલા સતત વધારા ( CNG Price Increase Gujarat) ને કારણભૂત ગણાવીને સ્કૂલ વાહન એસોસિએશને ભાડામાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે, જે વાહનનું ભાડું અગાઉ 1200 રૂપિયા હતું, તે હવે વધીને1350 થી 1400 રૂપિયા સુધી પહોંચશે. આ ભાડા વધારાનો નિયમ આગામી 8 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે.

Advertisement

રિક્ષા ભાડામાં મનસ્વી વધારો

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં સીએનજીના ભાવવધારા અને તંત્રની ઉદાસીનતાને કારણે રિક્ષાચાલક એસોસિએશને જાતે જ ભાડામાં વૃદ્ધિ જાહેર કરી દીધી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર કક્ષાએથી કોઈ સત્તાવાર નિર્ણય ન લેવાતા, એસોસિએશને મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરી દીધું છે. સાથે જ પ્રતિ કિલોમીટરના ભાડામાં પણ 5 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેનાથી હવે મુસાફરોએ15 ને બદલે 20 રૂપિયા ચૂકવવા પડશે.

Advertisement

'રેટ રિવ્યૂ કમિટી'ની નિષ્ક્રિયતા જવાબદાર

આ વિવાદ પાછળનું મુખ્ય કારણ 'રેટ રિવ્યૂ કમિટી'ની નિષ્ક્રિયતા છે. નિયમ મુજબ દર વર્ષે આ સમિતિની બેઠક મળવી જોઈએ, પરંતુ 2022 બાદ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. વાહન વ્યવહાર કમિશનર કક્ષાએથી માત્ર આશ્વાસનો મળતા હોવાનો આક્ષેપ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  Gujarat News Today: આજે 29 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×