Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે, રૂ. 651 કરોડના વિકાસ કામોની ભેટ આપશે
- ચેનપુર અંડર પાસ, ડી કેબિન અંડર પાસ ચાંદખેડાનું ખાતમુહૂર્ત
- અમદાવાદ અને સુરત ખાતે વિવિધ વિકાસ કામોનું આજે લોકાર્પણ કરશે
- રાણીપમાં જંગી જાહેરસભાનું પણ કરવામાં આવ્યું છે આયોજન
Union Home Minister Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે છે. જેમાં અમિત શાહ AMCના વિકાસ કામોનું આજે લોકાર્પણ કરશે. તેમાં 651 કરોડના વિકાસ કામોની અમદાવાદ મહાનગરને ભેટ આપશે. જેમાં ચેનપુર અંડરપાસ, ડી કેબિન અંડરપાસ ચાંદખેડાનું ખાતમુહૂર્ત સાથે જ રાણીપમાં પર્કોલેટીગ વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તથા રાણીપમાં જંગી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજીત મેળાનો શુભારંભ કરાવશે
અમિત શાહ હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજીત મેળાનો શુભારંભ કરાવશે. તેમજ બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ-સેનેટોરિયમનું લોકાર્પણ તથા AMCના રાણીપ વોર્ડમાં RCC બોક્ષ ડ્રેઈન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત તથા AMCના વિકાસલક્ષી વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને CIMS રેલવે ઓવરબ્રીજના અંડરસ્પેસમાં નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ કરશે.
અમદાવાદ અને સુરત ખાતે અમિત શાહ વિવિધ વિકાસ કામોનું આજે લોકાર્પણ કરશે.
- હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજીત મેળાનો શુભારંભ
સવારે 10:30 કલાકે ગુજરાત યુનિવર્સિટી મેદાન, હેલ્મેટ સર્કલ પાસે, મેમનગર, અમદાવાદ
- શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફુલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમના લોકાર્પણ
બપોરે 01:30 કલાકે મહાવીર હૉસ્પિટલ, સેન્ટ્રલ મોલની પાછળ, સુરત-ડુમસ રોડ, સુરત
- AMC અને રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ડી-કેબીન LC241 અંડરપાસનું લોકાર્પણ
બપોરે 03:45 કલાકે ડી-કેબીન બસ સ્ટેશન પાસે, સાબરમતી, અમદાવાદ
- AMC અને રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ચેનપુર LC2 અંડરપાસનું લોકાર્પણ
સાંજે 04:00 કલાકે ચેનપુર રેલ્વે ક્રોસિંગ પાસે, ન્યુ રાણીપ, અમદાવાદ
- જળસંચય અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડની અદ્વૈત સોસાયટીમાં પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમૂહૂર્ત
સાંજે 4:15 કલાકે અદ્વૈત સોસાયટી, રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ
- AMCના રાણીપ વોર્ડના પ્રબોધરાવળ બ્રીજથી કાળી ગરનાળા સુધી RCC બોક્ષ ડ્રેઈન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત
સાંજે 4:25 કલાકે કીર્તન સોસાયટી પાસેનો ખુલ્લો પ્લોટ, રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ
- AMC ના વિકાસલક્ષી વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
સાંજે 4:35 કલાકે રાણીપ સરદાર ચોક, રાણીપ ગામ, અમદાવાદ
- CIMS રેલવે ઓવરબ્રીજના અંડરસ્પેસમાં AMC દ્વારા નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ
સાંજે 5:45 કલાકે CIMS રેલ્વે ઓવરબ્રીજ, CIMS હોસ્પિટલ પાસે, હેબતપુર રોડ, થલતેજ, અમદાવાદ
આ પણ વાંચો: Weather Alert: યુપીમાં વરસાદ, દિલ્હીમાં પણ હવામાન બદલાયું; પર્વતોમાં હિમવર્ષાની ચેતવણી