Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ

Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રવાસે છે. જેમાં 'સમૈયો શિક્ષાપત્રી' કાર્યક્રમના સમાપન સમારોહમાં હાજર રહેશે. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે 27 જાન્યુઆરીના રોજ પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
gujarat  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રવાસે  જાણો શું છે કાર્યક્રમ
Advertisement
  • Gujarat: 'સમૈયો શિક્ષાપત્રી' કાર્યક્રમના સમાપન સમારોહમાં રહેશે હાજર
  • શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ
  • કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમનું આયોજન

Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રવાસે છે. જેમાં 'સમૈયો શિક્ષાપત્રી' કાર્યક્રમના સમાપન સમારોહમાં હાજર રહેશે. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે 27 જાન્યુઆરીના રોજ પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

દેશભરમાંથી હરિભક્તો આવશે

આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા સંપ્રદાયના એક ભવ્ય સમૈયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી હરિભક્તો ઉમટી પડવાના છે. અમિતભાઇ શાહ આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થઈ ભગવાનના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરશે.

Advertisement

Amit Shah Gujarat visit-Gujarat First 2

Advertisement

Gujarat: કાલુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઇ

ગૃહમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ થઇ ગઇ છે. તેમજ કાલુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા પણ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઇ છે. અમિતભાઇ શાહની આ મુલાકાત ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. આ પ્રસંગે સંપ્રદાયના સંતો-મહંતો દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Kshatriya Thakor Samaj: ગેનીબેને કહ્યું- 'આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને'

Tags :
Advertisement

.

×