Gujarat Uttarayan 2026: ઇમરજન્સી કેસમાં 33 ટકાનો વધારો, સૌથી વધુ કેસ જાણો કયા શહેરના આવ્યા
- Gujarat Uttarayan 2026: ઉત્તરાયણના તહેવારોમાં 108 ઈમરજન્સી કોલ વધ્યા
- ગુજરાતમાં ઉત્સાહ વચ્ચે ઇમરજન્સીમાં નોંધપાત્ર વધારો
- દાઝી જવાના, અકસ્માત, પડી જવા અને દોરી વાગવાના કેસમાં વધારો
Gujarat Uttarayan 2026: ઉત્તરાયણના તહેવારોમાં 108 ઈમરજન્સી કોલમાં 33 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં સૌથી વધુ 350 કેસ તો ડાંગમાં માત્ર 2 કેસ આવ્યા છે. દાઝી જવાના, અકસ્માત, પડી જવા અને દોરી વાગવાના કેસમાં વધારો થયો છે. પશુ-પક્ષીઓ માટે 1205 ઇમરજન્સીમાં 16% વધુ કેસ, કબૂતરોના 445 અને પશુઓના 760 કેસ નોંધાયા છે. તથા માંઝાની દોરીથી પક્ષીઓ અને પશુઓને ભારે નુકસાન થયુ છે.
ગુજરાતમાં ઉત્સાહ વચ્ચે ઇમરજન્સીમાં નોંધપાત્ર વધારો
ગુજરાતમાં ઉત્સાહ વચ્ચે ઇમરજન્સીમાં નોંધપાત્ર વધારો છે. જેમાં 14 જાન્યુઆરીએ ચોવીસ કલાકમાં 5897 મેડિકલ કેસ આવતા 1962 પશુ-પક્ષી ઇમરજન્સી સેવા સક્રિય રહી છે. અમદાવાદમાં સૌથી વધુ અસર તથા ગ્રામીણ વિસ્તારોમાં ઓછા કેસ સામે આવ્યા છે. ગુજરાતના લોકપ્રિય તહેવાર ઉત્તરાયણની રાજ્યભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. જોકે, આ હર્ષોલ્લાસ વચ્ચે સુરક્ષા સંબંધિત પડકારોને પહોંચી વળવા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસીસ દ્વારા સચોટ આયોજન અને ચોવીસે કલાક મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.
Uttarayan ના તહેવારોમાં 108 ઈમરજન્સી કોલમાં 33 ટકાનો વધારો | Gujarat First
અમદાવાદમાં સૌથી વધુ 350 કેસ તો ડાંગમાં માત્ર 2 કેસ
દાઝી જવાના, અકસ્માત, પડી જવા અને દોરી વાગવાના કેસમાં વધારો
પશુ-પક્ષીઓ માટે 1205 ઇમરજન્સીમાં 16% વધુ કેસ
કબૂતરોના 445 અને પશુઓના 760 કેસ નોંધાયા
માંઝાની… pic.twitter.com/YPLU81PRUB— Gujarat First (@GujaratFirst) January 15, 2026
14 જાન્યુઆરી 2026 ના રોજ રાજ્યમાં કુલ 5,897 ઇમર્જન્સી મેડિકલ કેસ
14 જાન્યુઆરી 2026 ના રોજ રાજ્યમાં કુલ 5,897 ઇમર્જન્સી મેડિકલ કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 33.33% નો વધારો દર્શાવે છે. આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગ ઉડાવવાની પ્રવૃત્તિઓ અને ભીડને કારણે નોન-વ્હીક્યુલર ટ્રોમા કેસોમાં 171 ટકાનો જંગી વધારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે 484 કેસની સામે આ દિવસે 1,313 કેસ નોંધાયા હતા.
પતંગના દોરાને કારણે થતી ઇજાઓમાં વધારો નોંધાયો
પતંગના દોરાને કારણે થતી ઇજાઓમાં આઘાતજનક વધારો નોંધાયો છે. ઉજવણી દરમિયાન થતા વિવાદોને કારણે શારીરિક હુમલાના કેસમાં 284.10 ટકાનો વધારો થયો તથા ઊંચાઈ પરથી પડવું: છત પરથી પડી જવાના કે સ્લીપ થવાના કેસમાં 92.33 ટકાનો ઉછાળો થયો છે. અમદાવાદમાં સૌથી વધુ 1,176 કેસ આવ્યા છે. તેમજ સુરતમાં 567 કેસ નોંધાયા છે. તથા રાજકોટ 365 કેસ, વડોદરા 363 કેસ તથા તાપી, બનાસકાંઠા, જૂનાગઢ અને ડાંગ જેવા જિલ્લામાં કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો: Bagdana Controversy: બગદાણા વિવાદમાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ, નવનીતભાઇને મારવા....


