Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Uttarayan 2026: રક્તરંજિત બન્યો ઉત્તરાયણનો તહેવાર, 2 દિવસમાં આટલા મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા

Gujarat Uttarayan 2026: ગુજરાતમાં ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)નો તહેવાર ભારે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાયો, પરંતુ આ ખુશીઓ વચ્ચે અનેક અકસ્માતો અને મોતના સમાચારોએ શોકનો માહોલ સર્જ્યો છે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસના આંકડા અનુસાર, 14 જાન્યુઆરીએ રાજ્યભરમાં 5,897 મેડિકલ ઇમર્જન્સી કેસ નોંધાયા હતા.
gujarat uttarayan 2026  રક્તરંજિત બન્યો ઉત્તરાયણનો તહેવાર  2 દિવસમાં આટલા મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા
Advertisement
  • ગુજરાતમાં (Gujarat) ઉત્તરાયણ પર્વ ઇમરજન્સી કેસમાં વધારો
  • રાજ્યમાં 2 દિવસમાં 9835 મેડિકલ ઇમરજન્સી કેસ
  • સુરતમાં એક પરિવારના 3 સહિત 9 નાગરિકોના મોત
  • પતંગની કાતિલ દોરીથી 235થી વધુ લોકો લોહીલુહાણ
  • ઉંચાઈએથી નીચે પટકાવાના 488 કેસ સામે આવ્યા

Gujarat Uttarayan 2026: ગુજરાતમાં (Gujarat) ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)નો તહેવાર ભારે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાયો, પરંતુ આ ખુશીઓ વચ્ચે અનેક અકસ્માતો અને મોતના સમાચારોએ શોકનો માહોલ સર્જ્યો છે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસના આંકડા અનુસાર, 14 જાન્યુઆરીએ રાજ્યભરમાં 5,897 મેડિકલ ઇમર્જન્સી કેસ નોંધાયા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 33% વધુ છે. બે દિવસમાં આ સંખ્યા 9,835ને પાર પહોંચી ગઈ છે.

Gujarat માં ઉત્તરાયણ પર્વ ઇમરજન્સી કેસમાં વધારો

પતંગની કાતિલ દોરી (માંજા)એ કેટલાક લોકોને ઘાયલ કર્યા છ તો કેટલાક લોકોના જીવ લીધા છે. રાજ્યમાં 235થી વધુ લોકો દોરીથી લોહીલુહાણ થયા છે, જ્યારે ઊંચાઈએથી પડવાના 488 કેસ સામે આવ્યા છે. નોન-વ્હીક્યુલર ટ્રોમા કેસમાં 171%નો જંગી વધારો નોંધાયો છે, જેમાં પતંગ ઉડાવવા, છત પરથી પડવા અને શારીરિક હુમલાના કેસોનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement

સુરતમાં એક પરિવારના 3 સહિત 9 નાગરિકોના મોત

સૌથી દુઃખદ ઘટના સુરતમાં બની, જ્યાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ 9 નાગરિકોના મોત થયા. સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બાઇક પર મુસાફરી કરતા પરિવારને પતંગની દોરી અડી, જેના કારણે તેઓ 70 ફૂટ ઊંચાઈએથી પડી ગયા. પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે માતા સારવાર દરમિયાન મૃત્યુ પામી. અન્ય જિલ્લાઓમાં પણ પતંગની દોરીથી ગળું કપાતા અને ઇલેક્ટ્રોક્યુશનના કેસોમાં મોત થયા, જેમાં બાળકો અને યુવાનોનો સમાવેશ છે.

પ્રશાસને  24 કલાક મોનિટરિંગ કર્યું

અમદાવાદમાં સૌથી વધુ ઇમર્જન્સી કોલ્સ (1,176) નોંધાયા, જ્યારે સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પણ અસર જોવા મળી. ગ્રામીણ વિસ્તારોમાં કેસો ઓછા રહ્યા. પક્ષીઓ અને પશુઓ માટે પણ 1,205થી વધુ રેસ્ક્યુ કોલ્સ આવ્યા, જેમાં પક્ષીઓના કેસમાં 1,668% વધારો થયો.પ્રશાસને 1,481 એમ્બ્યુલન્સ તૈનાત કરીને 24 કલાક મોનિટરિંગ કર્યું હતું, પરંતુ ચાઈનીઝ માંજા પર પ્રતિબંધ છતાં તેના ઉપયોગથી અકસ્માતો વધ્યા છે. આ ઘટનાઓએ ઉત્તરાયણની ઉજવણી વચ્ચે સુરક્ષા અને જાગૃતિની જરૂરિયાતને ફરી ઉજાગર કરી છે.

આ પણ વાંચો:  Ahmedabad flower show: ફ્લાવર શો જોવા માટે જવાના હોય તો આટલું જાણી લેજો!

Tags :
Advertisement

.

×