Gujarat Weather: રાજ્યમાં ઠંડી ગાયબ, જાણો કમોસમી વરસાદની આગાહીનું કારણ
- Gujarat Weather: ભુજ 15.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ 15.3 ડિગ્રી, અમરેલી18.6 ડિગ્રી
- રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 12.5 ડિગ્રી નોંધાયું
- સુરતમાં 19.6 ડિગ્રી અને દમણમાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું છે
Gujarat Weather: રાજ્યભરમાં ઠંડી ધીમે ધીમે ગાયબ થઈ ગઇ છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 12.5 ડિગ્રી નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 19.5 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી, ડીસામાં 17.0 ડિગ્રી તેમજ વલ્લભ વિદ્યાનગરમાં 20.6 ડિગ્રી તથા વડોદરામાં 20.4 ડિગ્રી તાપમાન સાથે સુરતમાં 19.6 ડિગ્રી અને દમણમાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ભુજ 15.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ 15.3 ડિગ્રી, અમરેલી18.6 ડિગ્રી
ઉલ્લેખનીય છે કે ભુજ 15.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ 15.3 ડિગ્રી, અમરેલી18.6 ડિગ્રી, ભાવનગર 20.3 ડિગ્રી, દ્વારકા 17.8 ડિગ્રી, ઓખા 19.8 ડિગ્રી, પોરબંદર 16.2 ડિગ્રી, રાજકોટ 17.0 ડિગ્રી, વેરાવળ 20.5 ડિગ્રી, દીવ 20.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 19.0 ડિગ્રી, મહુવા 19.6 ડિગ્રી તથા કેશોદમાં 17.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ઠંડીનું ખાસ કોઈ જોર જોવા મળ્યું નહોતું
ઉત્તર ગુજરાતમાં સોમવારે પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું. દિવસ અને રાતના તાપમાનમાં અડધા ડિગ્રી જેટલો નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ઠંડીનું ખાસ કોઈ જોર જોવા મળ્યું નહોતું.
Gujarat Weather: રાત્રીનું તાપમાન 17 ડિગ્રી પાર અને દિવસનું તાપમાન સરેરાશ 30.5 ડિગ્રી આસપાસ
રાત્રીનું તાપમાન 17 ડિગ્રી પાર અને દિવસનું તાપમાન સરેરાશ 30.5 ડિગ્રી આસપાસ રહેતાં ઠંડી લગભગ ગાયબ રહી હતી. હવામાન વિભાગે આ સ્થિતિ આગામી 9 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનથી ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે પશ્ચિમી પવનો ફૂંકાયા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનથી ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે પશ્ચિમી પવનો ફૂંકાયા છે. જેના પરિણામે દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું છે. વાદળોની હાજરીને કારણે દિવસ-રાતના તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 17 થી 19.2 ડિગ્રી વચ્ચે રહ્યું છે, જેમાં મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી આસપાસ નોંધાયું છે.
આ પણ વાંચો: Gujarat News : આજે 3 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


