Gujarat Weather: રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડી ઓછી થઇ, જાણો શું છે કારણ
- Gujarat Weather: સુરતમાં 19.0 ડિગ્રી તાપમાન, દમણ: 19.6, ભુજ: 15.8 ડિગ્રી તાપમાન
- ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે
- વિઝિબિલિટીમાં ઘટાડો ટ્રાફિક અને ફ્લાઇટ્સને અસર કરી શકે છે
Gujarat Weather: ગુજરાત રાજ્યના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનનો પારો ઉચકાયો છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં ઘટાડો થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 18.2 ડિગ્રી, ડીસામાં 15.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 19.2 ડિગ્રી, વડોદરામાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
સુરતમાં 19.0 ડિગ્રી તાપમાન, દમણ: 19.6, ભુજ: 15.8 ડિગ્રી તાપમાન
ઉલ્લેખનીય છે કે સુરતમાં 19.0 ડિગ્રી તાપમાન, દમણ: 19.6, ભુજ: 15.8, કંડલા એરપોર્ટ: 14.8, અમરેલી: 16.0, ભાવનગર: 19.2, દ્વારકા: 17.8, ઓખા: 19.2, પોરબંદર: 16.6, રાજકોટ: 15.4, વેરાવળ: 21.3, દિવ: 19.2, સુરેન્દ્રનગર: 17.3 તથા મહુવામાં 17.9 ડિગ્રી તાપમાન તથા કેશોદમાં 16.0 ડિગ્રી તાપમાન રહ્યું છે.
Gujarat Weather: રાજધાનીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો
દિલ્હી ધુમ્મસમાં ઢંકાયેલું હતું જોકે, રાજધાનીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો હતો, સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 'મધ્યમ' શ્રેણીમાં રહ્યો હતો. તેમ છતાં વિઝિબિલિટીમાં ઘટાડો થવાની શક્યતા છે, જે ટ્રાફિક અને ફ્લાઇટ્સને અસર કરી શકે છે. દિલ્હી વાદળછાયું રહેવાની ધારણા છે. આઈએમડી પ્રમાણે પશ્ચિમ હિમાલયના જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં નવી હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે વાવાઝોડા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે.
ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-2024 અને ડિસેમ્બર-2025માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના 31 દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો 22 વખત 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર 4 વખત પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો છે.
આ પણ વાંચો: Gujarat News : આજે 4 ફેબ્રુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


