Gujarat Weather: રાજ્યમાં ઠંડી, જાણો ક્યા કેટલું રહ્યું તાપમાન અને શું છે હવામાન વિભાગની આગાહી
- Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં ઠંડીનો સામાન્ય ઘટાડો થયો છે
- અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 12 ડિગ્રી તાપમાન
- ભુજમાં 11 ડિગ્રી તાપમાન તથા રાજકોટમાં 11.4 ડિગ્રી તાપમાન
Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં ઠંડીનો સામાન્ય ઘટાડો થયો છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી તાપમાન ઘટ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાનમાં ઘટાડો થયો છે. આવતીકાલથી ઠંડીનું જોર વધશે. તથા ગુરુવારથી ઠંડીનો પારો 3 થી 4 ડિગ્રી ગગડશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ નલિયામાં 9.4 ડિગ્રી તાપમાન, ભુજમાં 11 ડિગ્રી તાપમાન તથા રાજકોટમાં 11.4 ડિગ્રી તાપમાન રહ્યું છે.
અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 12 ડિગ્રી તાપમાન
ઉલ્લેખનીય છે કે અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 12 ડિગ્રી તાપમાન, કંડલામાં 12.7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 17.2 તાપમાન તથા ગાંધીનગરમાં 15.8 ડિગ્રી તાપમાન તેમજ દ્વારકામાં 14.6 ડિગ્રી તાપમાન અને ઓખામાં 16.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ખરાબ હવામાનની ચેતવણી
હવામાન વિભાગે આજે 28 જાન્યુઆરીએ ઉત્તર, ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ખરાબ હવામાનની ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ ભારે વરસાદ અને બરફવર્ષાની પણ આગાહી છે.
ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં પણ કરા પડવાની સંભાવના
આજે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ ચાલુ રહેશે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં પણ કરા પડવાની સંભાવના છે. દિલ્હીમાં જાન્યુઆરી મહિનાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સફદરજંગમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5.2 ડિગ્રી ઓછું રહ્યું છે. આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો થશે. રાજસ્થાનના અલવરમાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. પરંતુ આગામી દિવસોમાં તાપમાન વધવાથી ઠંડીમાં થોડી રાહત મળવાની ધારણા છે.
ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસો
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-2024 અને ડિસેમ્બર-2025માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના 31 દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો 22 વખત 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર 4 વખત પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો હતો.
આ પણ વાંચો: Rajkot: શહેરમાં આવેલ ઉત્કર્ષ સ્કૂલમાં ત્રીજા માળેથી છાત્ર પટકાયો, અનેક ચર્ચાઓ શરૂ


