Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather: રાજયમાં શીત લહેર જોવા મળી, જાણો ઠંડીની શું છે આગાહી

Gujarat Weather: ગુજરાત રાજયમાં શીત લહેર જોવા મળી છે. જેમાં 24 કલાકમાં તાપમાનમાં 5.3 ડિગીનો ઘટાડો થયો છે. આગામી 3 દિવસ કડકડતી ઠંડી યથાવત રહેશે! અમદાવાદ સહિત રાજ્યોમાં વધુ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ રાજ્યના કેટલાક સ્થળોએ સિંગલ ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ તાપમાનનો ઘટાડો થયો છે.
gujarat weather  રાજયમાં શીત લહેર જોવા મળી  જાણો ઠંડીની શું છે આગાહી
Advertisement
  • Gujarat Weather: સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ તાપમાનનો ઘટાડો
  • બે દિવસ અગાઉ પણ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી
  • મિશ્ર ઋતુની સાથે કેટલાક પડકારો પણ જોડાયેલા

Gujarat Weather: ગુજરાત રાજયમાં શીત લહેર જોવા મળી છે. જેમાં 24 કલાકમાં તાપમાનમાં 5.3 ડિગીનો ઘટાડો થયો છે. આગામી 3 દિવસ કડકડતી ઠંડી યથાવત રહેશે! અમદાવાદ સહિત રાજ્યોમાં વધુ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેમજ રાજ્યના કેટલાક સ્થળોએ સિંગલ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ તાપમાનનો ઘટાડો

આજે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે, જે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની સીધી અસર સૂચવે છે. વહેલી સવારે બહાર નીકળતા લોકોને આ હાડ થીજવતી ઠંડીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેમાં નલિયા અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ તાપમાનનો ઘટાડો નોંધાયો છે.

Advertisement

Ahmedabad, Cold, Patient, Gujarat

Advertisement

Gujarat Weather: અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે

અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે આ ઠંડી છતાં લોકોની દિનચર્યા પર ખાસ અસર થઈ નથી. ગાર્ડનમાં સવારની કસરત અને વોકિંગ કરતા લોકો જોવા મળ્યા હતા. કેટલાક નાગરિકોએ જણાવ્યું કે શિયાળામાં સવારે કસરત કરવાથી શરીરમાં ગરમી આવે છે અને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી પણ મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

બે દિવસ અગાઉ પણ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે. આ ઉપરાંત કમોસમી વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી અને માવઠાની મિશ્ર ઋતુનો અનુભવ થશે. બે દિવસ અગાઉ પણ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી.

Gujarat Cold Wave, Meteorological Department, Chilling cold, Ahmedabad, Gujarat

મિશ્ર ઋતુની સાથે કેટલાક પડકારો પણ જોડાયેલા

મિશ્ર ઋતુની સાથે કેટલાક પડકારો પણ જોડાયેલા છે. સામાન્ય રીતે જ્યારે ઋતુ બદલાય છે અથવા આવી મિશ્ર પરિસ્થિતિ સર્જાય છે ત્યારે રોગચાળાનો ફેલાવો થવાની શક્યતા વધી જાય છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી બરફવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે જેના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી આ પ્રકારની મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Gujarat News : આજે 25 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×