Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather forecast : ગરમીનો પારો ગગડશે! માર્ચ મહિનામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે! જાણો આગાહી

Gujarat Weather forecast :  ગુજરાત (Gujarat) માં હાલ ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ (Heatwave) જોવા મળી રહ્યો છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે, હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.
gujarat weather forecast   ગરમીનો પારો ગગડશે  માર્ચ મહિનામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે  જાણો આગાહી
Advertisement
  • ગુજરાત (Gujarat) માં કાળઝાળ ગરમીથી મળશે રાહત
  • આગામી 5 દિવસમાં તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો
  • 18 થી 20 માર્ચ ગુજરાતમાં વરસાદની આગાહી
  • અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ગગડશે

Gujarat Weather forecast :  ગુજરાત (Gujarat) માં હાલ ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ (Heatwave) જોવા મળી રહ્યો છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે, હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.

તાપમાનમાં ઘટાડો અને વરસાદની આગાહી

હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાના કારણે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. માર્ચ મહિનામાં જ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી (Pre-monsoon activity) શરૂ થવાની શક્યતા છે, જેના કારણે 18 થી 20 માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ (Light to moderate rain) પડી શકે છે.

Advertisement

કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?

હવામાન વિભાગે તબક્કાવાર રીતે નીચે મુજબ આગાહી કરી છે:

Advertisement

18 માર્ચ: કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે.

19 માર્ચ: વરસાદનો વ્યાપ વધશે. રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ગીરસોમનાથ, દીવ, વડોદરા, સુરત, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું (Unseasonal rain) થવાની શક્યતા છે.

20 માર્ચ: અરવલ્લી, દાહોદ, મહીસાગર, ગીરસોમનાથ અને દીવમાં વરસાદી માહોલ રહેશે.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

એક તરફ ગરમીથી રાહત મળવાની આશા છે, તો બીજી તરફ કમોસમી વરસાદની (Unseasonal rain) આગાહીને પગલે રાજ્યના ખેડૂતોમાં (Farmers) ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

વર્તમાન સ્થિતિ

હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તીવ્ર તાપમાનના (High temperature) કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળે છે અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાતા ગરમીના પ્રકોપથી મોટી રાહત મળશે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ગરમીમાંથી રાહત મળશે, પરંતુ 18 થી 21 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદ અને 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહીને પગલે ખેતીના પાક અને આંબાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળાની વાત કરીએ તો, 26 એપ્રિલ સુધીમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે, જ્યારે સમુદ્રી ગતિવિધિઓને જોતા 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં અને 20 જૂને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. જોકે, હોળીના પવનના વરતારા મુજબ આગામી ચોમાસું સારું રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Rajkot : લોકોને ધોમધખતા તડકામાં સિગ્નલ પર ઊભા રહીને શેકાવું નહીં પડે, તંત્રએ લીધો મહત્વનો નિર્ણય

Tags :
Advertisement

.

×