Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather News: રાજ્યમાં જોવા મળશે બેવડી ઋતુની અસર, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Weather News: ગુજરાત (Gujarat) માં હાલમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોક કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ગરમી અને વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી લોકોને 'બેવડી ઋતુ'નો અનુભવ થશે.
gujarat weather news  રાજ્યમાં જોવા મળશે બેવડી ઋતુની અસર  જાણો હવામાન વિભાગની નવી આગાહી
Advertisement

Gujarat Weather News: ગુજરાત (Gujarat) માં હાલમાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોક કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ગરમી અને વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી લોકોને 'બેવડી ઋતુ'નો અનુભવ થશે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું

ગુજરાતભરમાં સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યો છે, જ્યાં તાપમાન 44. 7 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાતા વહીવટી તંત્ર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટમાં 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43. 5 ડિગ્રી, ભાવનગરમાં 42.8 ડિગ્રી, ડીસામાં 42.2 ડિગ્રી અને અમરેલીમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે ગરમીની તીવ્રતા દર્શાવે છે.

Advertisement

રાજ્યમાં વરસાદની આગાહી

એક તરફ રાજ્યના અનેક શહેરો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં 'બેવડી ઋતુ'નો અનુભવ થશે તેવી આગાહી કરી છે. કાળઝાળ ગરમીની સાથે સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે ખેડૂતો અને નાગરિકોને વાતાવરણમાં થતા ફેરફારો સામે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો:  Anand Accident News: બોટાદના DySP એ 5 લોકોનો કચડ્યા, 2 ના મોત અને 3 ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×