Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું હવે પૂરેપૂરું જામ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે શેયર ઝોન, ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશર જેવી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ગુજરાતમાં ધબધબાટી બોલાવશે.
કયા વિસ્તારોમાં રહેશે કેવો વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.
અત્યંત ભારે વરસાદ
આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
અતિભારે વરસાદ
અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં અતિભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદ
સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદની સ્થિતિ
અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વરસાદની સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખતરાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે, તેમજ રાજ્યના તમામ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમા કેટલો વરસાદ નોંધાયો?
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 86 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 143. 1 mm હોવો જોઈએ. એટલે કે, હાલમાં રાજ્યમાં સરેરાશ કરતા 40 % જેટલો ઓછો વરસાદ છે, પરંતુ આગામી 7 દિવસની આ સિસ્ટમ રાજ્યમાં વરસાદની ઘટ પૂરી કરવામાં મદદરૂપ થશે તેવી આશા છે.
આ પણ વાંચો: Gujarat Rain : નવસારીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત