Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather : સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Gujarat Weather : ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. ગઈકાલે ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકયો હતો અને મિની વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું હતુ. તો બીજી તરફ ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
gujarat weather   સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે કમોસમી વરસાદ  હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
  • Gujarat Weather ને લઈ મહત્વની જાણકારી
  • હળવાથી મધ્યમ વરસાદની કરાઈ આગાહી
  • છેલ્લા 24 કલાકમાં 3 ડિગ્રી તાપમાન ઘટાડો થયો
  • અમદાવાદ 41 ડિગ્રી તાપમાન નોંધાયું
  • વીજળી સાથે કમોસમી વરસાદનું યલો ઍલર્ટ

Gujarat Weather : હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે વરસાદ. હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની (RAIN) આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 ડિગ્રી તાપમાન (temperature) ઘટાડો થયો છે અને અમદાવાદ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાક વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

ભારતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદની આગાહી

ઉત્તર ભારતથી લઈને ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત સુધી, દરેક ક્ષેત્રમાં અલગ અલગ સિસ્ટમો સક્રિય છે. પશ્ચિમી વિક્ષેપ, ચક્રવાતી પરિભ્રમણ અને બંગાળની ખાડીમાંથી ભેજની સંયુક્ત અસરો અસ્થિર હવામાન બનાવી રહી છે. હવામાન વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આગામી થોડા દિવસો મહત્વપૂર્ણ છે અને લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. તાપમાનમાં ઘટાડો ગરમીથી રાહત આપશે, પરંતુ જોરદાર પવન, વીજળી અને કરા પડવાની શક્યતા પણ જોખમ વધારે છે. તેથી, લોકોએ સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે.

Advertisement

weather gujarat first

Advertisement

આજે કયા રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. 7 મેના રોજ જોરદાર પવન ફૂંકાશે, પરંતુ વરસાદની અપેક્ષા નથી. IMD અનુસાર, દેશભરમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે આગામી કેટલાક દિવસો સુધી હવામાનમાં વધઘટ ચાલુ રહેશે. ગઈકાલે, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ અને કરા પડ્યા હતા. IMD એ 6 થી 11 મે દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતમાં, જેમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે, વિવિધ દિવસોમાં હળવો વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી કરી છે. હિમાચલ અને ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં પણ બરફવર્ષા થવાની સંભાવના છે.

આ પણ વાંચો : Weather Updates : મે મહિનામાં ઠંડીનો અનુભવ! યુપી, બિહાર અને રાજસ્થાનમાં વરસાદી માહોલ

Tags :
Advertisement

.

×