Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Forecast: ગુજરાતમાં 50 થી 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ભારતમાં ચોમાસાના આગમનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસાને લઈને ત્રીજું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી 4 જૂનની આસપાસ ચોમાસું કેરળમાં દસ્તક આપી શકે છે. દેશમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ ગુજરાત સહિતના રાજ્યોમાં પણ તેની અસર જોવા મળવાની શક્યતા છે.
gujarat weather forecast  ગુજરાતમાં 50 થી 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન  5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
Advertisement

Gujarat Weather Forecast: ભારતમાં ચોમાસાના આગમનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસાને લઈને ત્રીજું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી 4 જૂનની આસપાસ ચોમાસું કેરળમાં દસ્તક આપી શકે છે. દેશમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ ગુજરાત સહિતના રાજ્યોમાં પણ તેની અસર જોવા મળવાની શક્યતા છે.

Gujarat માં આગામી 5 દિવસ વરસાદી માહોલ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યમાં હાલ બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી 5 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે તંત્ર દ્વારા સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

કેટલાક વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર

હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે સામાન્ય જનજીવન માટે પડકારરૂપ બની શકે છે. 3 જૂનના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેથી વાતાવરણમાં પલટો યથાવત રહેશે.

Advertisement

ગુરુવારથી પવનની ગતિમાં થઈ શકે છે ઘટાડો

જોકે, રાહતના સમાચાર એ છે કે ગુરુવારથી પવનની ગતિમાં ઘટાડો થવાની શક્યતા છે અને તાપમાન પણ સામાન્ય સ્તરે આવી જશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, સક્રિય સિસ્ટમોને પગલે વરસાદી માહોલ જામ્યો છે, જે ખેતીકામ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા નાગરિકોને ગાજવીજ અને ભારે પવન દરમિયાન સુરક્ષિત રહેવા અને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad Drugs Case: નરોડા પોલીસની મોટી કાર્યવાહી, 14 કરોડ 16 લાખ 80 હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

Tags :
Advertisement

.

×