Gujarat Weather Forecast: આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, 'નાઉકાસ્ટ' બુલેટિન જાહેર
Gujarat Rain Forecast: હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આજ રોજ 'નાઉકાસ્ટ' (Nowcast) ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ, આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કયા જિલ્લાઓ પર રહેશે અસર?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં તેમજ દીવ, ડાંગ, વલસાડ, દમણ, તથા દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં 5 મિમી/કલાકથી ઓછો હળવો વરસાદ પડવાની શક્યતા છે.સાથે જ, ગાજવીજની શક્યતા રહેલી છે, જેમાં પવનની મહત્તમ ગતિ 40 કિમી/કલાકથી ઓછી રહેવાનો અંદાજ છે. વીજળી પડવાની સંભાવના ખૂબ જ ઓછી એટલે કે 30% થી પણ ઓછી છે.
Gujarat માં આગામી 5 દિવસ વરસાદી માહોલ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યમાં હાલ બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી 5 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે તંત્ર દ્વારા સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે.
કેટલાક વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર
હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે સામાન્ય જનજીવન માટે પડકારરૂપ બની શકે છે. 3 જૂનના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેથી વાતાવરણમાં પલટો યથાવત રહેશે.
આ પણ વાંચો: MLA Yogesh Patel Biography: 8 ચૂંટણી, એક પણ હાર નહીં! ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલની અદભૂત રાજકીય સફર


