Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Update: હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 5 દિવસ ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા

Gujarat Weather Update: ગુજરાત (Gujarat) માં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યભર માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જેનાથી કાળઝાળ ગરમીમાં રાહત મળવાની આશા બંધાઈ છે.
gujarat weather update  હવામાન વિભાગની મોટી આગાહી  આગામી 5 દિવસ ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા
Advertisement

Gujarat Weather Update: ગુજરાત (Gujarat) માં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યભર માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જેનાથી કાળઝાળ ગરમીમાં રાહત મળવાની આશા બંધાઈ છે.

Gujarat માં આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે અને પાકિસ્તાન તરફ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. જેના પગલે આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે.

Advertisement

40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

વરસાદની સાથે સાથે ગાજવીજ અને તેજ પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલ રાજ્યમાં ગરમીનું જોર યથાવત છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ 4 જૂન બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.

Advertisement

ચોમાસા અંગે હવામાન વિભાગની આગાહી

દેશમાં ચોમાસાના આગમન અંગે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના મતે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા મોડું પડ્યું છે. સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળ પહોંચતું ચોમાસું આ વર્ષે આગામી બે દિવસમાં કેરળ પહોંચશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો:  Jamnagar News: 'હત્યા કેસમાં ફસાવી દઈશું', ધમકી આપી ગ્રાહક સાથે લાખો રૂપિયાની લૂંટ

Tags :
Advertisement

.

×