Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Weather: ઠંડી મામલે હવામાન વિભાગની આગાહી, જાણો અમદાવાદનું તાપમાન કેવું રહેશે

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. કોઈ મોટા વરસાદ કે વાદળછાયું વાતાવરણની શક્યતા નહીં. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં હળવી રાહતની અપેક્ષા છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યો છે. આજે પવનની ગતિ 5 થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે. તથા અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેશે.
gujarat weather  ઠંડી મામલે હવામાન વિભાગની આગાહી  જાણો અમદાવાદનું તાપમાન કેવું રહેશે
Advertisement
  • Gujarat Weather: ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયુ છે
  • પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ પડવાની શક્યતા
  • આજે અમરેલીમાં નલિયા કરતા પણ વધુ ઠંડી રહી છે

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. કોઈ મોટા વરસાદ કે વાદળછાયું વાતાવરણની શક્યતા નહીં. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં હળવી રાહતની અપેક્ષા છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યો છે. આજે પવનની ગતિ 5 થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે. તથા અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેશે.

રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી નોંધાયુ

રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી નોંધાયુ છે. તથા ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયુ છે. આગામી દિવસોમાં ઠંડીમાં થોડી રાહત મળી શકે છે તથા રાત્રે અને વહેલી સવારે હજુ પણ ઠંડી અને ધુમ્મસની શક્યતા રહેશે. રાજ્યના માટોભાગના જિલ્લામાં તાપમાન 10ની આસપાસ નોંધાયું છે. રાજ્યમાં તાપમાનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને 15 જાન્યુઆરીથી બે દિવસ તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટવાનું અનુમાન છે. જેથી ઠંડીનું આંશિક પ્રમાણ ઘટી શકે છે. જો કે 22 જાન્યુઆરીથી ફરી તાપમાનનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીનું અનુમાન હવામાન વિભાગે આગાહી કરી છે.

Advertisement

Advertisement

Gujarat Weather: પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ પડવાની શક્યતા

ઉત્તર ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધુ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 16 તારીખ બાદ ઠંડીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને 22 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે કારણ કે, આ સમય દરમિયાન તાપમાન ખૂબ નીચું જઇ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન જઇ શકે છે. કચ્છની વાત કરીએ તો, આગામી 22 જાન્યુઆરીથી કચ્છમાં તાપમાનનો પારો ગગડતાં 10 ડિગ્રી સુધી નીચે તાપમાન જઇ શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં પણ 22 જાન્યુઆરી બાદ તાપમાન 10 ડિગ્રીની આસપાસ થઇ જશે.

આજે અમરેલીમાં નલિયા કરતા પણ વધુ ઠંડી રહી છે

આજે અમરેલીમાં નલિયા કરતા પણ વધુ ઠંડી રહી છે. 6 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજોટમાં પણ 8.4 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યુ છે. તેમજ સુસવાટા મારતા પવનોના કારણે ઠંડી વધી રહી છે તથા ડીસામાં 9.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 10 ડિગ્રી, ભાવનગરમાં 10.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat Uttarayan 2026: ઇમરજન્સી કેસમાં 33 ટકાનો વધારો, સૌથી વધુ કેસ જાણો કયા શહેરના આવ્યા

Tags :
Advertisement

.

×