Gujarat Weather News: ગુજરાતમાં 3 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Weather News : ગુજરાત (Gujarat) માં હાલ એકતરફ કાળઝાળ ગરમી (Extreme Heat) પડી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાને કારણે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા (Thunderstorm) સાથે વરસાદ પડી શકે છે.
Advertisement
- ગુજરાત (Gujarat) માં કાળઝાળ ગરમી વચ્ચે માવઠા (Unseasonal Rain) ની આગાહી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે બેથી ત્રણ દિવસની આગાહી
- વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી
- તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રીનો ઘટાડા ની શક્યતા
- ભર ઉનાળે માવઠાની આગાહીને લઈ ધરતીપુત્રોમાં ચિંતા
Gujarat Weather News : ગુજરાત (Gujarat) માં હાલ એકતરફ કાળઝાળ ગરમી (Extreme Heat) પડી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાને કારણે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા (Thunderstorm) સાથે વરસાદ પડી શકે છે. આ બદલાયેલા હવામાનને કારણે તાપમાનમાં (Temperature) પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે, ભર ઉનાળે વરસાદની આ આગાહીને પગલે ધરતીપુત્રોમાં (Farmers) ભારે ચિંતા જોવા મળી રહી છે.

