Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સ્વેટર પહેરવું કે નહીં? ગુજરાતમાં બેવડી ઋતુથી લોકો પરેશાન, જાણો હવામાન વિભાગ શું કહે છે?

અત્યારે ઘરની બહાર નીકળતા પહેલા વિચારવું પડે તેવી સ્થિતિ છે. એક સમયે સ્વેટર જોઈએ તો થોડી વાર પછી પંખો! હવામાન વિભાગે એક ખાસ સિસ્ટમ સક્રિય થવાની વાત કરી છે જેનાથી વાતાવરણ પલટાયું છે. રાજ્યનું એક શહેર કાશ્મીર જેવું ઠંડુ બન્યું છે તો બીજે ગરમી છે. આગામી 7 દિવસ સુધી આ 'ડબલ ગેમ' ચાલશે, માટે તબિયત સાચવજો કારણ કે...
સ્વેટર પહેરવું કે નહીં  ગુજરાતમાં બેવડી ઋતુથી લોકો પરેશાન  જાણો હવામાન વિભાગ શું કહે છે
Advertisement
  • ગુજરાત: હવામાનમાં પલટો, બેવડી ઋતુ શરૂ (Gujarat Weather Update)
  • સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
  • નલિયા 11.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
  • વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા છાંટાની વકી

Gujarat Weather Update : ગુજરાત (Gujarat) માં હાલ કુદરતની અજાયબી સમી બેવડી ઋતુ (Double Season) નો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી (Cold Wave) અને બપોર થતાં જ આકરો તાપ પડતા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. હવામાન વિભાગ (IMD) ના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી દિવસોમાં પણ આ 'મિક્સ્ડ સીઝન' (Mixed Season) યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહેલા પવનો (Winds) ની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહેતા સવારના પહોરમાં ઠંડક પ્રસરી જાય છે.

Gujarat Weather Update : સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છ (Saurashtra-Kutch) વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાતાવરણ વાદળછાયું (Cloudy Weather) રહેશે અને કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની પણ વકી છે. જોકે, મોટા વરસાદની કોઈ શક્યતા નથી. આ સિસ્ટમને કારણે તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે.

Advertisement

Advertisement

Gujarat Weather Update : અમદાવાદમાં ગરમી

રાજ્યમાં તાપમાનનો પારો જુદા જુદા શહેરોમાં અલગ અલગ મિજાજ બતાવી રહ્યો છે. કચ્છનું નલિયા (Naliya) 11.9 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર (Coldest City) બન્યું છે. બીજી તરફ, અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar) માં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહે છે, પરંતુ બપોરે મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર પહોંચી જતા ગરમીનો અહેસાસ થાય છે.

આગામી 7 દિવસની આગાહી

હવામાન નિષ્ણાતોના મતે, આગામી 7 થી 10 દિવસ સુધી લઘુત્તમ તાપમાન (Minimum Temperature) માં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને તે 12 થી 16 ડિગ્રીની રેન્જમાં જળવાઈ રહેશે. ઉત્તર ગુજરાત (North Gujarat) ના ડીસા અને પાટણમાં સવારે ઠંડી વધુ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં બપોરે ગરમીનો પારો ઊંચકાશે. આ બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન (Viral Infection) નો ખતરો વધતો હોવાથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: કસ્ટમ્સનો સપાટો, દુબઈથી આવતો યુવક 96 લાખના સોના સાથે ઝડપાયો

Tags :
Advertisement

.

×